ભારતની એર ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાનને ઓકાત બતાવી, 50 થી વધુ ડ્રોન તોડી પડાયા
- ઓપરેશન સિંદૂર બાદથી ભારતની પાકિસ્તાન પર આકરી કાર્યવાહી જારી
- પાકિસ્તાન દ્વારા કરાયેલા હુમલાના પ્રયાસો નિષ્ફળ બનાવાયા
- સાથે જ ભારતીય સેના દ્વારા પાકિસ્તાનના વિવિધ શહેરોમાં વળતા હુમલા કરાયા
India Army News : ભારત (INDIA) ના ઓપરેશન સિંદૂર (OPERATION SINDOOR) બાદ પાકિસ્તાન (PAKISTAN) દ્વારા બાલીશ હરકતો કરવામાં આવી રહી છે. જેનો ભારતીય સેના અને સંસાધનો દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. ગતરાત્રે પાકિસ્તાન દ્વારા જમ્મુ - કાશ્મીર અને રાજસ્થાનના બોર્ડર એરિયામાં ડ્રોન અને મિસાઇલ મારફતે ભારે હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે બંને દેશો વચ્ચેના તણાવમાં વધારો થયો છે. બીજી તરફ આ ડ્રોન અને મિસાઇલને ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી દેવામાં આવ્યા છે. પાકિસ્તાન દ્વારા ભારતીય નાગરિકોને ટાર્ગેટ કરવાના દુસ્સાહસ સામે ભારતીય સેના દ્વારા જડબેસલાક કાર્યવાહી કરવામાં આવી રહી છે. વિતેલી રાત બોર્ડર એરિયામાં ભારતીય સેનાના સંસાધનો દ્વારા 45 જેટલા મિસાઇલ અને ડ્રોન તોડી પતડાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
कल रात, जब पाकिस्तान ने नियंत्रण रेखा (LoC) और अंतरराष्ट्रीय सीमाओं (IB) के साथ विभिन्न स्थानों पर झुंड ड्रोन भेजने के असफल प्रयास किए, तो उधमपुर, सांबा, जम्मू, अखनूर, नगरोटा और पठानकोट क्षेत्रों में भारतीय सेना की वायु रक्षा इकाइयों द्वारा बड़े पैमाने पर किए गए काउंटर-ड्रोन… pic.twitter.com/DJsMsdvDI7
— ANI_HindiNews (@AHindinews) May 9, 2025
ઇસ્લામાબાદ, રાવલપીંડિ, પેશાવર, અને લાહોરમાં જોરદાર હુમલો
બીજી તરફ દુશ્મન દેશ પાકિસ્તાનની નાપાક હરકત બાદ ભારતે વળતો પ્રહાર કરતા ઇસ્લામાબાદ, રાવલપીંડિ, પેશાવર, અને લાહોરમાં જોરદાર હુમલો કરી દીધો હતો. ભારત દ્વારા જમ્મુ, પઠાણકોટ, ઉધમપુર તેમજ અલગ અલગ સૈન્ય ઠેકાણા પર મિસાઇલ અને ડ્રોન વડે કરવામાં આવેલા 45 જેટલા પ્રયાસોને નિષ્ફળ કરી દીધા હતા.
બોર્ડર એરિયામાં એર એલર્ટ ઓપરેશન ચલાવ્યું
મોડી રાત્રે જમ્મુ કાશ્મીરના અખનુર, સાંબા, બારામુલા અને કુપવાડામાં અલગ અલગ જગ્યાઓ પર વિસ્ફોટ અને સાયરનના અવાજ સાંભળવા મળ્યા હતા. ભારતીય સેનાએ પાકિસ્તાન પાસેના બોર્ડર એરિયામાં એર એલર્ટ ઓપરેશન ચલાવ્યું હતું. ભારત પાસે ઉપલબ્ધ એસ - 400 સહિત અન્ય એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા પાકિસ્તાનના તમામ ડ્રોન અને મિસાઇલનો હવામાં જ ખાત્મો બોલાવી દીધો હતો.
આ પણ વાંચો --- લાહોર, પેશાવરથી કરાચી સુધી... આ રીતે ભારતે અડધી રાત્રે જવાબી કાર્યવાહી કરીને પાકિસ્તાનને હચમચાવી દીધું


