Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

તીરંદાજીમાં ભારતનો દબદબો : GT Open Indoor World Series માં કુશલ દલાલ પ્રથમ

કુશલ દલાલે તિરંદાજીની ફાઇનલ મેચમાં અસાધારણ પ્રદર્શન કર્યું હતું (Kushal Dalal Topped Archery Competition), અને અમેરિકાના ભૂતપૂર્વ વિશ્વ નંબર વન તીરંદાજ સ્ટીફન હેન્સનને હરાવીને ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો હતો. ફાઇનલ મેચ ડબલ્સ શૂટ-ઓફ સુધી પહોંચી હતી, જ્યાં કુશલે પોતાના શ્રેષ્ઠ પ્રદર્શનથી જીત હાંસલ કરી હતી. આ પહેલાં, કુશલે સેમિફાઇનલ મેચમાં ફ્રાન્સના વર્લ્ડ ચેમ્પિયન નિકોલસ ગેરાર્ડને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
તીરંદાજીમાં ભારતનો દબદબો   gt open indoor world series માં કુશલ દલાલ પ્રથમ
Advertisement
  • કુશલ દલાલે તીરંદાજીમાં ભારતનું નામ રોશન કર્યું
  • અમેરિકાના ખેલાડીને હરાવીને પ્રથમ સ્થાન મેળવ્યું
  • ગણેશ તિરૂમુરૂએ અંડર - 21 માં બ્રોન્ઝ મેડલ મેળવ્યો

Kushal Dalal Topped Archery Competition : ભારતીય તીરંદાજ કુશલ દલાલે લક્ઝમબર્ગમાં યોજાયેલી જીટી ઓપન ઇન્ડોર વર્લ્ડ સિરીઝમાં (GT Open Indoor World Series) શાનદાર પ્રદર્શન કરીને પુરુષોની કમ્પાઉન્ડ ટાઇટલ (Men's Compound Title) જીતી લીધું છે. આ પહેલા કુશલે સેમિફાઇનલમાં ફ્રાન્સના વર્લ્ડ ચેમ્પિયન નિકોલસ ગેરાર્ડને હરાવ્યો હતો. ભારતના ગણેશ મણિરત્નમ તિરુમુરુએ અંડર-21 પુરુષોની કમ્પાઉન્ડ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આમ, ભારતના ખેલાડીઓ હવે ક્રિકેટ સિવાય અન્ય રમતોમાં પણ કાઠું કાઢી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. કુશલ દલાલની આ ભવ્ય જીત ભારતીય તીરંદાજી માટે મહત્વની સિદ્ધી માનવામાં આવી રહી છે. જે આગામી સમયમાં વધુને વધુ ખેલાડીઓને તીરંદાજી તરફ વળવા માટે પ્રેરશે તેમ માનવામાં આવી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by World Archery (@worldarchery)

કુશલ દલાલે પૂર્વ વિશ્વ નંબર વનને હરાવ્યો

કુશલ દલાલે તિરંદાજીની ફાઇનલ મેચમાં અસાધારણ પ્રદર્શન કર્યું હતું (Kushal Dalal Topped Archery Competition), અને અમેરિકાના પૂર્વ વિશ્વ નંબર વન તીરંદાજ સ્ટીફન હેન્સનને હરાવીને ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો હતો. ફાઇનલ મેચ ડબલ્સ શૂટ-ઓફ સુધી પહોંચી હતી, જ્યાં કુશલે પોતાના શ્રેષ્ઠ પ્રદર્શનથી જીત હાંસલ કરી હતી. આ પહેલાં, કુશલે સેમિફાઇનલ મેચમાં ફ્રાન્સના વર્લ્ડ ચેમ્પિયન નિકોલસ ગેરાર્ડને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

Advertisement

ગણેશ મણિરત્નમ તિરુમુરુને બ્રોન્ઝ

આ જ ઇવેન્ટમાં, ભારતના અન્ય એક યુવા તીરંદાજ ગણેશ મણિરત્નમ તિરુમુરુએ પણ દેશનું નામ રોશન કર્યું છે (Ganesh Mani Ratnam Thirumuru Won Bronze Medal). તેણે અંડર-21 પુરુષોની કમ્પાઉન્ડ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. કુશલ દલાલની આ જીત ભારતીય તીરંદાજી માટે એક મોટી સિદ્ધિ છે, જે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની વધતી શક્તિને દર્શાવે છે.

Advertisement

આ પણ વાંચો ------  ભારતની હાર બાદ સૌરવ ગાંગુલી ભડક્યા: 'ગંભીરે નિર્દેશ આપ્યા, આ શ્રેષ્ઠ પિચ નહોતી!'

Tags :
Advertisement

.

×