Operation Sindoor : 'લાહોરમાં રડાર સિસ્ટમ, મુરીદકેમાં ટ્રેનિંગ કેમ્પ, બહાવલપુરમાં જૈશનાં મથકને નષ્ટ કરાયું'
- થલ સેના, વાયુસેના અને નૌકાદળ દ્વારા પ્રેસ કોન્ફરન્સ (Operation Sindoor)
- 'ઓપરેશન સિંદૂર' વિશે વિગતવાર માહિતી આપી
- સેનાએ આતંકી હુમલાનો જવાબ આપ્યોઃ DGMO
- આતંકીઓના 9 કેમ્પને નષ્ટ કરવામાં આવ્યાઃ DGMO
- 100 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યાઃ DGMO
Operation Sindoor : ભારતીય સેના, વાયુસેના અને નૌકાદળ (Indian Army) દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે. આ કોન્ફરન્સમાં, ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈએ 'ઓપરેશન સિંદૂર' વિશે વિગતવાર માહિતી આપી છે. તેમની સાથે DG એર ઓપરેશન્સ એર માર્શલ અવધેશ કુમાર ભારતી અને DG નેવલ ઓપરેશન્સ વાઇસ એડમિરલ એ.એન. પ્રમોદ પણ છે. આ પહેલી વાર છે જ્યારે ત્રણેય સેનાના વરિષ્ઠ અધિકારીઓએ આ ઓપરેશન પર એકસાથે બ્રીફિંગ આપી છે.
ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈએ જણાવ્યું હતું કે, "સેનાએ પહેલગામ આતંકવાદી હુમલાનો જવાબ આપ્યો હતો. આ દરમિયાન 9 આતંકવાદી કેમ્પનો નાશ કરવામાં આવ્યો હતો. અમે 100 આતંકવાદીઓને ઠાર માર્યા હતા, જેમાં 3 મોટા આતંકવાદીઓ, મુદસ્સર ખાસ, હાફિઝ જમીલ અને રઉફ અઝહરનો સમાવેશ થાય છે." લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈએ (Rajiv Ghai) કહ્યું કે, 'ઓપરેશન સિંદૂર' (Operation Sindoor) હેઠળ ફક્ત આતંકવાદી કેમ્પોને જ નિશાન બનાવવામાં આવ્યા હતા. પાકિસ્તાનના 40 સૈનિકો અને અધિકારીના મોત થયા છે.
#WATCH | Delhi: #OperationSindoor | Air Marshal AK Bharti says, "...Have we achieved our objectives of decimating the terrorist camps, and the answer is a thumping Yes and the results are for the whole world to see..." pic.twitter.com/EH2MMjifpY
— ANI (@ANI) May 11, 2025
આ પણ વાંચો - India Pakistan Ceasefire : જૈકબાબાદ,ભોલારી, સરગોધા એરબેઝને તોડી પડાયું :DGMO
અમે તૈયાર હતા, જેથી કોઈ નુકસાન ન થયું : એર ઓપરેશન્સનાં DG
DG એર ઓપરેશન્સ એર માર્શલ અવધેશ કુમાર ભારતીએ (Awadhesh Kumar Bharti) કહ્યું, "અમે બહાવલપુરમાં 4 સ્થળોએ કાર્યવાહી કરી. અમે ત્યાં જૈશ-એ-મોહમ્મદનાં તાલીમ શિબિરનો પણ નાશ કર્યો." તેમણે કહ્યું, "અમે લાહોરમાં રડાર સિસ્ટમનો નાશ કર્યો હતો. પાકિસ્તાને ભારતીય લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાને ઘણા ડ્રોન મોકલ્યા હતા, જેને તોડી પાડવામાં આવ્યા હતા." 8 અને 9 મેના રોજ, પાકિસ્તાને શ્રીનગરથી કચ્છમાં (Kutch) ઘણા ડ્રોન મોકલ્યા હતા, જેને અટકાવવામાં આવ્યા હતા. અમે તૈયાર હતા, જેથી કોઈ નુકસાન ન થયું.
આ પણ વાંચો - India Pakistan Ceasefire : જો પાકિસ્તાન યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરશે તો અમે કડક જવાબ આપીશું: DGMO
'મુરીદકે અને બહાવલપુરમાં આતંકવાદી ઠેકાણા ધ્વસ્ત કરાયા'
DG Air Ops એર માર્શલ અવધેશ કુમાર ભારતીએ કહ્યું, "પરિસ્થિતિ મુશ્કેલ છે, અમે આ પ્રેસ કોન્ફરન્સ કરવા માંગતા ન હતા, પરંતુ તે જરૂરી બની ગયું. ભારતીય વાયુસેનાએ મુરીદકે અને બહાવલપુર જેવા આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો. આ બંને સ્થળો આંતરરાષ્ટ્રીય સરહદની ખૂબ અંદર હતા, તેથી તેમને પસંદ કરવાનું વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ હતું. IAF એ સચોટ હુમલા માટે સેટેલાઇટ અને ઇન્ટેલિજેન્સ-આધારિત ટોર્ગેટિંગ અને પ્રિસિશન મ્યૂનિશનનો ઉપયોગ કર્યો."
આ પણ વાંચો - Operation Sindoor માં ત્રણ મોટા આતંકીઓનો ખાતમો: DGMO


