Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારતીય સેનાના 'રૂદ્ર અને ભૈરવ' દુશ્મન દેશો માટે કાળ બનશે, જાણો શું છે ખાસ

INDIAN ARMY RUDRA - BHAIRAV : આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી કહ્યું કે, આગામી દિવસોમાં આર્મીની ક્ષમતાઓમાં અનેકગણો વધારો થશે
ભારતીય સેનાના  રૂદ્ર અને ભૈરવ  દુશ્મન દેશો માટે કાળ બનશે  જાણો શું છે ખાસ
Advertisement
  • દુશ્મનોના દાત ખાટા કરવા ભારતીય સેનાએ કમર કસી
  • કારગીલ વિજય દિવસ પર બે ધાતક ટૂકડીઓની જાહેરાત કરાઇ
  • બંને ટૂકડીઓ દુશ્મન દેશને હંફાવવામાં સક્ષમ

INDIAN ARMY RUDRA - BHAIRAV : શનિવારે 26માં કારગિલ વિજય દિવસ (KARGIL VIJAY DIWAS) નિમિત્તે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી (INDIAN ARMY CHIEF GENERAL UPENDRA DWIVEDI) એ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. મદ્રાસમાં આયોજિત આ કાર્યક્રમ દરમિયાન ભારતીય સેનાના ભવિષ્યની રૂપરેખા આપવામાં આવી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, ભવિષ્યમાં રુદ્ર બ્રિગેડ દુશ્મનોનું મોત બનશે. આર્મી ચીફે કહ્યું કે, આવનારા સમયમાં ભારતીય સેના વધુ શક્તિશાળી બનશે. ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, અહીં ભારતે આતંકવાદીઓને હરાવ્યા છે. તેવી જ રીતે, ભવિષ્યમાં, ભારત તરફ ખરાબ નજર રાખનારાઓને પાઠ ભણાવવામાં આવશે.

રુદ્ર બ્રિગેડમાં શું ખાસ છે ?

જનરલ દ્વિવેદીએ કહ્યું કે, સેનામાં રુદ્ર બ્રિગેડની (RUDRA BRIGADE) સ્થાપના થઈ રહી છે. મેં ગઈકાલે આ માટે મંજૂરી આપી દીધી છે. આ અંતર્ગત આપણી પાસે પાયદળ, યાંત્રિક પાયદળ, સશસ્ત્ર એકમો, તોપખાના, વિશેષ દળો અને માનવરહિત હવાઈ એકમો એક જ જગ્યાએ હશે, જે લોજિસ્ટિકલ અને લડાઇ સહાય પૂરી પાડશે. આર્મી ચીફે કહ્યું કે, આગામી દિવસોમાં આર્મીની ક્ષમતાઓમાં અનેકગણો વધારો થશે, કારણ કે ,આર્મીની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ સ્વદેશી મિસાઇલોથી સજ્જ થઈ રહી છે.

Advertisement

ભૈરવ લાઈટ કમાન્ડો યુનિટ પણ

જનરલ દ્વિવેદીએ જણાવ્યું હતું કે, સેનાએ એક વિશેષ દળ 'ભૈરવ લાઇટ કમાન્ડો' (BHAIRAV LIGHT COMMANDO) યુનિટની પણ રચના કરી છે. આ યુનિટ સરહદ પર દુશ્મનને આશ્ચર્યચકિત કરવા માટે હંમેશા તૈયાર રહે છે. દરેક પાયદળ બટાલિયન પાસે હવે ડ્રોન પ્લાટૂન છે. આર્ટિલરીમાં 'શક્તિબાન રેજિમેન્ટ'ની રચના કરવામાં આવી છે, જે ડ્રોન, એન્ટી-ડ્રોન સાધનો અને આત્મઘાતી ડ્રોનથી સજ્જ હશે. તેમણે કહ્યું કે, અમે વિકસિત ભારત 2047 ના વિઝનને પૂર્ણ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ. સેના પણ વિકાસ કાર્યમાં યોગદાન આપી રહી છે. આ અંતર્ગત લદ્દાખ જેવા સરહદી વિસ્તારોમાં વિકાસ કાર્ય કરવામાં આવી રહ્યું છે.

Advertisement

ખાસ પ્રોજેક્ટ્સ શરૂ કરી રહ્યા છીએ

સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ શનિવારે 26મા કારગિલ વિજય દિવસની ઉજવણી માટે એક પોર્ટલ સહિત ત્રણ પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા. લોકો આ પોર્ટલ દ્વારા શહીદોને 'ઈ-શ્રદ્ધાંજલિ' આપી શકે છે. આ સમયગાળા દરમિયાન શરૂ કરાયેલા પ્રોજેક્ટ્સમાં QR કોડ પર આધારિત 'ઓડિયો ગેટવે'નો સમાવેશ થાય છે. આના પર, લોકો 1999 ના કારગિલ યુદ્ધ સાથે સંબંધિત શૌર્યની વાર્તાઓ સાંભળી શકે છે. આ ઉપરાંત, 'સિંધુ વ્યૂપોઇન્ટ' એપ લોકોને બટાલિક સેક્ટરમાં નિયંત્રણ રેખા (LOC) ની વર્ચ્યુઅલી મુલાકાત લેવાની તક પૂરી પાડે છે.

આ પણ વાંચો ---- ઘાતક હુમલાઓ બાદ કંબોડિયાનું યુદ્ધવિરામનું આહ્વાન, ભારતે એડવાઇઝરી જારી કરી

Tags :
Advertisement

.

×