Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BSF JAWAN : બટાલિયનના મુખ્યાલયમાંથી BSF જવાન લાપતા, સર્ચ ઓપરેશન જારી

BSF JAWAN : એજન્સીનું માનવું છે કે, હવાલા માધ્યમથી મળતા ફંડ અને ડ્રગ્સની તસ્કરીમાંથી મળતી કાળી કમાઈનો ઉપયોગ આતંકવાદમાં થાય છે
bsf jawan   બટાલિયનના મુખ્યાલયમાંથી bsf જવાન લાપતા  સર્ચ ઓપરેશન જારી
Advertisement
  • ભારતીય સેનાનો જવાન લાપતા થતા વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરાયું
  • શ્રીનગરમાં બનેલી ઘટનાને પગલે ભારતીય સેના સતર્ક
  • તાજેતરમાં જ ઓપરેશન મહાદેવ હેઠળ ત્રણ આતંકીઓને ઠાર મરાયા હતા

BSF JAWAN : જમ્મુ-કાશ્મીરના (JAMMU AND KASHMIR) શ્રીનગર (SRINAGAR) શહેરમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)નો એક જવાન તેના બટાલિયન મુખ્યાલયમાંથી લાપતા થયો (BSF TROOP MISSING) છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, 60મી BSF બટાલિયનનો જવાન સુગમ ચૌધરી ગુરુવારની સાંજે શ્રીનગર સ્થિત તેના બટાલિયન હેડક્વાર્ટરમાંથી લાપતા થયો હતો. અધિકારીઓ અનુસાર, શ્રીનગરના પંથાચૌક વિસ્તારમાં તૈનાત BSFનો જવાન લાપતા થયો છે. તે 60મી બટાલિયનનો સભ્ય હતો. તેને શોધવા માટે વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ આસપાસના વિસ્તારોમાં ઘણી કોશિશો છતાં તેનો કોઈ પતો લાગ્યો નથી. અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે જવાનની ગુમશુદગીની નોંધ પોલીસમાં કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે.

"ઓપરેશન મહાદેવ" હેઠળ ત્રણને ઠાર માર્યા

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો હાઈ એલર્ટ પર છે કારણ કે નવી દિલ્હી દ્વારા 22 એપ્રિલે અનાઉન્સ કરાયેલા ઓપરેશન સિંદૂર અંતર્ગત, પહેલગામના બૈસારન ઘાસના મેદાનમાં પાકિસ્તાન આધારિત લશ્કર-એ-તોયબા (LET)ના આતંકીઓએ 26 નાગરિકોની હત્યા કરવાના બદલામાં જવાબી કાર્યવાહી ચાલી રહી છે. 28 જુલાઈએ શ્રીનગર જિલ્લાના હરવાન વિસ્તારમાં આવેલા દાચિગામ નેશનલ પાર્કના ઉપરના વિસ્તારોમાં મહાદેવ પર્વત પાસે "ઓપરેશન મહાદેવ" હેઠળ સંયુક્ત દળોએ ત્રણેય પાકિસ્તાની આતંકીઓને ઠાર માર્યા હતા. જેમાં LET કમાન્ડર સુલેમાન શાહ અને તેના બે સાથી, અબુ હમઝા અને જિબ્રાન ભાઈનો સમાવેશ થાય છે.

Advertisement

દલાલો અને ડ્રગ પેડલરો પણ હવે સુરક્ષા દળોના નિશાન પર

સુરક્ષા દળો હાલમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ, તેમના સહયોગીઓ (ઓવરગ્રાઉન્ડ વર્કર્સ) અને સમર્થકો વિરુદ્ધ આક્રમક અભિયાન ચલાવી રહ્યા છે. માદક પદાર્થોના દલાલો અને ડ્રગ પેડલરો પણ હવે સુરક્ષા દળોના નિશાન પર છે. ગુપ્તચર એજન્સીઓનું માનવું છે કે, હવાલા માધ્યમથી મળતા ફંડ અને ડ્રગ્સની તસ્કરીમાંથી મળતી કાળી કમાઈનો ઉપયોગ આતંકવાદના સંચાલનમાં થાય છે. હવે માત્ર આતંકીઓને મારવાનો નથી, પણ સમગ્ર આતંકી તંત્રને જ નષ્ટ કરવાની દિશામાં પ્રયાસ ચાલી રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો ---- Malegaon Blast Case: મોહન ભાગવતની ધરપકડ કરવાના આદેશો હતા... તપાસ કરનારા ભૂતપૂર્વ ATS અધિકારીનો દાવો

Tags :
Advertisement

.

×