ભારતીય સેનાનું OPERATION MAHADEV, પહલગામ હુમલાના ત્રણ આતંકી ઠાર
- ભારતીય સેનાને આજે શ્રીનગરમાં મોટી સફળતા મળી છે
- પહલગામ આતંકી હુમલામાં શંકાસ્પદ ત્રણ આતંકીઓ ઠાર મરાયા
- આજે સવારે ભારતીય સેનાના જવાનોએ ઓપરેશન મહાદેવની જાહેરાત કરી હતી
INDIAN ARMY OPERATION MAHADEV : ભારતીય સુરક્ષા દળોએ આજે મોટી સફળતા મેળવી છે. સુરક્ષા દળોએ પહેલગામ આતંકવાદી હુમલામાં સામેલ 3 આતંકવાદીઓને ઠાર માર્યા છે. આજે, જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોએ 'ઓપરેશન મહાદેવ' હાથ ધર્યું છે, જે હેઠળ શ્રીનગરના દાચીગામ વિસ્તારના ઉપરના વિસ્તાર લિડવાસમાં સુરક્ષા દળોએ આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર કર્યું. સુરક્ષા દળોએ લશ્કર કમાન્ડર મુસા સહિત 3 આતંકવાદીઓને ઠાર મારવાનો દાવો કર્યો હતો.
OP MAHADEV
Contact established in General Area Lidwas. Operation in progress.#Kashmir@adgpi@NorthernComd_IA pic.twitter.com/xSjEegVxra
— Chinar Corps🍁 - Indian Army (@ChinarcorpsIA) July 28, 2025
ચિનાર કોર્પ્સે તેના X હેન્ડલ પર ઓપરેશનની જાહેરાત કરી
જોકે સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઈ રહી છે, સુરક્ષા દળોએ દાવો કર્યો છે કે ડ્રોન દ્વારા ત્રણ આતંકવાદીઓના મૃતદેહ જોવા મળ્યા છે. તે જ સમયે, ભારતીય સેનાના ચિનાર કોર્પ્સે તેના X હેન્ડલ પર ટ્વિટ કરીને જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ વિરોધી કામગીરી, ઓપરેશન મહાદેવ શરૂ કરવાની જાહેરાત કરી છે.
આ પણ વાંચો ---- Death to Trump ના નારા સાથે મુસાફરે Flight માં બોમ્બની ધમકી આપી, અને પછી..!


