પૂર્વ ઓલરાઉન્ડર રવિ શાસ્ત્રીએ ટોચના 5 ODI ક્રિકેટરોની પસંદગી વ્યક્ત કરી
- રવિ શાસ્ત્રીએ મીડિયા સાથેની વાતમાં મોટી વાત કહી
- ભારતના ટોચના 5 ODI ક્રિકેટરોના નામ જાહેર કર્યા
- તેમની યાદીમાં વિરાટ કોહલીને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું
Ravi Shastri On ODI Player : ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર રવિ શાસ્ત્રીએ (Indian Cricket All Rounder Ravi Shastri) ભારતના ટોચના 5 ODI ક્રિકેટરોની (Top ODI Player) પસંદગી કરી છે. રસપ્રદ વાત છે કે, રોહિત શર્મા (Rohit Sharma) તેમની યાદીમાં પાંચમા ક્રમે છે, જ્યારે સચિન તેંડુલકર (Sachin Tendulkar) બીજા ક્રમે છે. રવિ શાસ્ત્રીએ વિરાટ કોહલીને (Virat Kohli Topped) તેમની યાદીમાં ટોચ પર રાખ્યો છે.
View this post on Instagram
કારકિર્દીના અંતિમ તબક્કામાં
ભારત-ઓસ્ટ્રેલિયા ODI શ્રેણી દરમિયાન, શાસ્ત્રીએ (Indian Cricket All Rounder Ravi Shastri) ભારતના ટોચના 5 ODI બેટ્સમેનોની પસંદગી કરી હતી. ફોક્સ ક્રિકેટ પર બોલતા તેમણે કહ્યું કે, "હું વિરાટ કોહલી, સચિન તેંડુલકર, કપિલ દેવ, એમએસ ધોની અને રોહિત શર્મા સાથે જઈશ." કોહલી અને રોહિત વિશે, તેમણે કહ્યું, "તમે જાણો છો કે, આ ખેલાડીઓ તેમની કારકિર્દીના અંતિમ તબક્કામાં છે. તેઓ એક દાયકાથી વધુ સમય સુધી રમ્યા હતા, જ્યારે તેમાંથી કેટલાક દોઢ દાયકાથી વધુ સમય સુધી રમ્યા હતા."
ક્રિકેટમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું
તેમણે (Indian Cricket All Rounder Ravi Shastri) સ્પષ્ટપણે કહ્યું કે, "ટોચના 5 ખેલાડીઓની પસંદગી કરવી મારા માટે મુશ્કેલ છે, કારણ કે, જ્યારે તમે પાછળ જુઓ છો, ત્યારે તમને ખબર પડે છે કે, ત્યાં ઘણા મહાન ખેલાડીઓ છે, પરંતુ કોહલી મારા માટે અલગ છે." પૂર્વ ભારતીય મુખ્ય કોચે વધુમાં જણાવ્યું હતું કે, તેમણે તેમની યાદીમાં પસંદ કરેલા ક્રિકેટરોએ ભારતીય ક્રિકેટમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. "તમે જાણો છો, તેમણે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે, જેમાં બે વર્લ્ડ કપ કેપ્ટનોનો પણ સમાવેશ થાય છે, જેમણે વર્લ્ડ કપ પણ જીત્યો છે"
આખી દુનિયા તેમના વિશે જાણે છે
રવિએ (Indian Cricket All Rounder Ravi Shastri) ઉમેર્યું કે, રોહિત શર્મા પણ એક શાનદાર ખેલાડી છે, જેણે ODI માં ત્રણ બેવડી સદી ફટકારી છે અને 11,000 થી વધુ રન બનાવ્યા છે. તેને આ યાદીમાંથી બાકાત રાખી શકાય નહીં. "મેં પસંદ કરેલા બધા ખેલાડીઓ તેમના દિવસે મેચના સાચા વિજેતા છે, અને આખી દુનિયા તેમના વિશે જાણે છે,"
આ પણ વાંચો ----- ODI માં પસંદગી નહીં થતા સર જાડેજાએ રણજી મેચમાં ઝૂકાવ્યું


