ODI માં પસંદગી નહીં થતા સર જાડેજાએ રણજી મેચમાં ઝૂકાવ્યું
- ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં રવિન્દ્ર જાડેજાની પસંદગી કરવામાં નથી આવી
- રવિન્દ્ર જાડેજાએ ડોમેસ્ટિક ક્રિકેટમાં ઝૂકાવ્યું
- સૌરાષ્ટ્રની ટીમ તરફથી રણજી ટ્રોફીની મેચમાં સર જાડેજા જોવા મળશે
Ravindra Jadeja Play Ranji : ભારતીય ખેલાડીઓએ (Indian Cricket Player) ઘરેલુ ક્રિકેટને (Domestics Cricket) પ્રાથમિકતા આપવાનું શરૂ કરી દીધું છે. આ જ કારણ છે કે, રવિન્દ્ર જાડેજાએ (Indian Cricketer - Ravindra Jadeja) 25 ઓક્ટોબરથી શરૂ થનારી 2025-26 રણજી ટ્રોફીના (Ranji Trophy) બીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્ર (Saurastra Team) માટે રમવાનું નક્કી કર્યું છે. જાડેજાના સમાવેશથી રાજકોટમાં મધ્યપ્રદેશ સામેની ઘરેલુ મેચમાં બોલિંગનું આક્રમણ મજબૂત બનશે. ગયા અઠવાડિયે સૌરાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે આ મેદાન પર રમાયેલી મેચમાં સ્પિનરોએ 35 માંથી 31 વિકેટ લીધી હતી.
Ace India all-rounder Ravindra Jadeja, who was not picked for the ongoing India versus Australia ODI series, has reportedly decided to play the Ranji Trophy 2025-26 for Saurashtra.https://t.co/W9NY7xBfJJ
— Circle of Cricket (@circleofcricket) October 23, 2025
વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ રમી
ટેસ્ટ ક્રિકેટમાં નંબર-વન ઓલરાઉન્ડર જાડેજા (Indian Cricketer - Ravindra Jadeja) હાલમાં બ્રેક પર છે. તેણે તાજેતરમાં જ આ મહિનાની શરૂઆતમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ રમી હતી. તેણે અમદાવાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં તેની છઠ્ઠી ટેસ્ટ સદી (અણનમ 104) ફટકારી હતી અને શ્રેણીમાં આઠ વિકેટ લીધી હતી, જે ભારતે 2-0થી જીતી હતી.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે પસંદગી ના કરાઇ
જાડેજાએ (Indian Cricketer - Ravindra Jadeja) ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં 8143 રન બનાવ્યા છે, ત્રેવડી સદી પણ ફટકારી છે, અને 569 વિકેટ લીધી છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ત્રણ મેચની શ્રેણી માટે ભારતની ODI ટીમમાં તેની પસંદગી કરવામાં આવી નથી. ત્યારબાદ તેઓએ રણજી ટ્રોફીના બીજા રાઉન્ડમાં રમવાનો નિર્ણય લીધો છે. પ્રવાસમાંથી બહાર થયા બાદ, જાડેજાએ કહ્યું કે, ટીમ મેનેજમેન્ટે તેની સાથે વાત કરી છે. જાડેજા હવે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમતા જોવા મળશે.
રવિન્દ્ર જાડેજા સાથે ધર્મેન્દ્ર સિંહ જાડેજા રમશે
રવિન્દ્ર જાડેજા (Indian Cricketer - Ravindra Jadeja) મધ્યપ્રદેશ સામેની મેચમાં સૌરાષ્ટ્રના સ્પિનર ધર્મેન્દ્ર સિંહ જાડેજા સાથે રમતા જોવા મળશે. ધર્મેન્દ્ર સિંહે પહેલા રાઉન્ડમાં 203 રન આપીને 10 વિકેટ લીધી હતી, જેનાથી કર્ણાટક સામેની પ્રથમ ઇનિંગની લીડ માટે સૌરાષ્ટ્રને પોઇન્ટ મળ્યા હતા. રવિન્દ્ર જાડેજા અગાઉ છેલ્લી રણજી ટ્રોફી સિઝનમાં સૌરાષ્ટ્ર માટે રમ્યો હતો. તેણે દિલ્હી સામેની બે મેચમાં 12 વિકેટ લીધી હતી, જેમાં તેનો શ્રેષ્ઠ આંકડો 38 રનમાં 7 વિકેટ હતો.
આ પણ વાંચો ------ IND vs AUS : ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 265 રનનો લક્ષ્યાંક આપ્યો, ટોપ ઓર્ડરની નિષ્ફળતા વચ્ચે રોહિત-ઐયરની લડાયક બેટિંગ


