Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Shreyas Iyer ને લઇને BCCIની મોટી અપડેટ, હાલ પરત નહીં ફરે ખેલાડી

BCCI એ એક સત્તાવાર નિવેદનમાં (BCCI Official Update) આ માહિતી શેર કરી છે. BCCI એ ઐયરના સ્વાસ્થ્ય અંગેની ત્રીજી સ્વાસ્થ્ય અપડેટ જાહેર કરી છે. જેમાં શ્રેયસ ઐયરની સારવારમાં સખત મહેનત કરનારા ડોકટરોનો પણ આભાર માન્યો છે, એક અઠવાડિયા પછી, શ્રેયસ ઐયરને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે
shreyas iyer ને લઇને bcciની મોટી અપડેટ  હાલ પરત નહીં ફરે ખેલાડી
Advertisement
  • ભારતીય ક્રિકેટર શ્રેયસ ઐયરને હોસ્પિટલમાંથી રજા મળી
  • પાંસળીમાં ગંભીર ઇજા થતા તેઓને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા
  • હોસ્પિટલમાંથી રજા બાદ પણ શ્રેયસ ઐયર પાછો નહીં ફરે

BCCI Update On Shreyas Iyer : ઓસ્ટ્રેલિયાનો હાલનો પ્રવાસ ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ માટે અત્યાર સુધી નિરાશાજનક રહ્યો છે. પ્રથમ ODI શ્રેણીમાં હાર, ત્યારબાદ શ્રેયસ ઐયરની ગંભીર ઈજા (Shreyas Iyre Discharge From Hospital) અને પછી T20 શ્રેણીમાં ખરાબ પ્રદર્શન, ટીમ ઈન્ડિયા માટે સતત ખરાબ સમાચારનો પ્રવાહ રહ્યો છે. શનિવારે, ઓસ્ટ્રેલિયાથી ભારતીય ટીમ માટે સારા સમાચાર આવ્યા છે, બીસીસીઆઇના જણાવ્યા અનુસાર, શ્રેયસ ઐયરને સિડનીની હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

ડોક્ટરોનો આભાર માન્યો

BCCI એ એક સત્તાવાર નિવેદનમાં (BCCI Official Update) આ માહિતી શેર કરી છે. BCCI એ ઐયરના સ્વાસ્થ્ય અંગેની ત્રીજી સ્વાસ્થ્ય અપડેટ જાહેર કરી છે. જેમાં શ્રેયસ ઐયરની સારવારમાં સખત મહેનત કરનારા ડોકટરોનો પણ આભાર માન્યો છે, એક અઠવાડિયા પછી, શ્રેયસ ઐયરને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જો કે, શ્રેયસ ઐયર તાત્કાલિક ભારત પાછો ફરશે નહીં, અને હાલ તબક્કે તે સિડનીમાં જ રહેશે.

Advertisement

હાલ તબિયત સ્થિર

BCCI એ માહિતી આપતા જણાવ્યું હતું કે, "શ્રેયસ ઐયરને 25 ઓક્ટોબરના રોજ પાંસળીમાં ગંભીર ઈજા થઈ હતી, જેના કારણે આંતરિક રક્તસ્ત્રાવ થયો હતો. તે આ ઈજા માટે સારવાર લઈ રહ્યો હતો, અને હવે તે સ્વસ્થ થઈ રહ્યો છે, અને તેની તબિયત સ્થિર છે (Shreyas Iyre Discharge From Hospital). BCCI ટીમ સિડની અને ભારતના નિષ્ણાત ડોકટરોનો આભારી છે, અને તેમને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે."

Advertisement

ફોલોઅપ ચેકઅપ કરાવશે

BCCI એ તેના રિલીઝમાં ડોકટરોનો પણ ઉલ્લેખ કર્યો છે, જેમાં લખ્યું છે કે, "બોર્ડ ડૉ. કૌરોશ હઘીગી અને તેમની ટીમનો આભાર માને છે (Shreyas Iyre Discharge From Hospital), જેમણે સિડનીમાં તેમની સારવાર કરી હતી, અને ડૉ. દિનશા પારડીવાલાનો પણ ટીમ આભાર માને છે, જેમણે ખાતરી કરી કે, શ્રેયસને તેની ગંભીર ઈજા માટે ઉત્તમ સારવાર મળે. શ્રેયસ હાલ સિડનીમાં જ રહેશે અને ફોલોઅપ મેડિકલ ચેકઅપ કરાવશે. જ્યારે તે મુસાફરી કરવા માટે સંપૂર્ણપણે ફિટ થઈ જશે, ત્યારે જ તે ભારત પાછો ફરશે."

આ પણ વાંચો ------  Asia Cup 2025 : બે દિવસમાં ભારત પહોંચશે ટ્રોફી, જો નકવી ન મોકલાવે તો BCCIનો પ્લાન B તૈયાર

Tags :
Advertisement

.

×