SHUBMAN GILL એ એક જ સિરીઝમાં 700 થી વધુ રન બનાવીને ઇતિહાસ સર્જ્યો
- શુભમન ગિલે પોતાના નામો મોટો રેકોર્ડ કર્યો
- અત્યાર સુધી માત્ર બે જ ક્રિકેટર ટેસ્ટ શ્રેણીમાં આ પ્રકારનો રેકોર્ડ ધરાવે છે
- એક જ સિરીઝમાં 700 થી વધુ રન બનાવનારો ત્રીજો ખેલાડી બન્યો
SHUBMAN GILL : ભારતીય ક્રિકેટ ટીમના શુભમન ગિલ (INDIAN CRICKETER SHUBMAN GILL) ઇંગ્લેન્ડ પ્રવાસ (ENGLAND TOUR) પર ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યો છે અને તેણે ટેસ્ટ શ્રેણીમાં રનનો વરસાદ વરસાવ્યો છે. તેની સામે બ્રિટીશ બોલરો સંપૂર્ણપણે બિનઅસરકારક સાબિત થયા છે. વિરોધી બોલરો સમજી શક્યા નહીં કે, આખી ટેસ્ટ શ્રેણી દરમિયાન કઈ રણનીતિ અપનાવવી. હવે ગિલે ચોથી ટેસ્ટ મેચમાં પણ સદી ફટકારી છે, જે ચાલુ ટેસ્ટ શ્રેણીમાં તેની ચોથી સદી છે. તે 101 રન બનાવીને ક્રીઝ પર હાજર છે.
ટેસ્ટ શ્રેણીમાં 700+ રન પૂર્ણ કર્યા
શુભમન ગિલે ઇંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાં અત્યાર સુધીમાં કુલ 715 રન બનાવ્યા છે. આ સાથે એક જ ટેસ્ટ શ્રેણીમાં 700+ રન બનાવનાર બીજો ભારતીય કેપ્ટન બન્યો છે. તેમના પહેલા સુનીલ ગાવસ્કરે વેસ્ટ ઈન્ડિઝ સામે ૧૯૭૮/૭૯ ટેસ્ટ શ્રેણીમાં ૭૩૨ રન બનાવ્યા હતા. ગાવસ્કર અને ગિલ સિવાય કોઈ પણ ભારતીય કેપ્ટન ટેસ્ટ શ્રેણીમાં 700+ રન બનાવી શક્યો નથી.
બ્રેડમેનના વિશ્વ રેકોર્ડની બરાબરી કરી
આ ઉપરાંત એક જ ટેસ્ટ શ્રેણીમાં કેપ્ટન તરીકે સૌથી વધુ સદી ફટકારવાનો વિશ્વ રેકોર્ડ ડોન બ્રેડમેન અને સુનીલ ગાવસ્કરના નામે હતો. બ્રેડમેને ૧૯૪૭/૪૮ ટેસ્ટ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા સામે ચાર સદી ફટકારી હતી, અને ગાવસ્કરે ૧૯૭૮/૭૯ ટેસ્ટ શ્રેણીમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ચાર સદી ફટકારી હતી. હવે શુભમન ગિલે કેપ્ટન તરીકે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ચાર સદી ફટકારી છે, અને આ બંને દિગ્ગજોના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.
વર્તમાન ટેસ્ટ શ્રેણીમાં ચાર સદી ફટકારી
શુભમન ગિલે ઈંગ્લેન્ડ સામેની પહેલી ટેસ્ટમાં ૧૪૭ રનની ઇનિંગ રમી હતી. આ પછી, બીજા ટેસ્ટમાં તેના પ્રદર્શનમાં વધુ સુધારો થયો. આ મેચમાં તેણે ઇંગ્લિશ બોલરોને ઠાર માર્યા હતા. તેણે પહેલી ઇનિંગમાં ૨૬૯ રન અને બીજી ઇનિંગમાં ૧૬૧ રન બનાવ્યા. તેમના કારણે જ ભારતીય ટીમે 336 રનથી મેચ જીતી હતી. હવે તે ચોથી ટેસ્ટ મેચમાં પણ સારી બેટિંગ કરી રહ્યો છે અને તેણે સદી ફટકારી છે.
આ પણ વાંચો ---- મેનચેસ્ટર ટેસ્ટમાં ઇંગ્લેન્ડની ચીટિંગ? બ્રાયડન કાર્સ બોલ ટેમ્પરિંગમાં ઝડપાયા! વાયરલ વીડિયોએ ખોલી પોલ


