Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Viraj Kohli ની સફેદ દાઢી સાથેની તસ્વીર વાયરલ, ક્રિકેટમાંથી સંપૂર્ણ નિવૃત્તિની અટકળો તેજ

Virat Kohli : કોહલીના ચહેરા પર થાક અને કરચલીઓ દેખાઈ રહ્યા છે, અને તેની આંખોમાં અગાઉની જેમ તેજ રહ્યું નથી, જેના માટે વિરાટ જાણીતો છે
viraj kohli ની સફેદ દાઢી સાથેની તસ્વીર વાયરલ  ક્રિકેટમાંથી સંપૂર્ણ નિવૃત્તિની અટકળો તેજ
Advertisement
  • વિરાટ કોહલીની તસ્વીરો ભારે વાયરલ
  • ચહેરા પર સફેદ દાઢી અને કરચલીઓ દેખાઇ
  • ચાહકોમાં ભારે ચિંતા, ક્રિકેટમાંથી નિવૃત્તિની અટકળો તેજ બની

Virat Kohli : 'જ્યારે તમારે દર ચોથા દિવસે દાઢીને કલર કરવાનો હોય, ત્યારે સમજવું કે તમારો સમય આવી ગયો છે.' વિરાટ કોહલી (Cricketer Virat Kohli) એ જ્યારે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી, ત્યારે તેમણે પોતાની પોસ્ટમાં આ લખ્યું હતું. કોહલીના આ નિવેદનને સોશિયલ મીડિયા પર સામે આવેલા તેમના એક ફોટા દ્વારા યોગ્ય ઠેરવવામાં આવી રહ્યું છે. વિરાટના નવા લુકે ચાહકોના હોશ ઉડાવી દીધા છે. કોહલીનો (Cricketer Virat Kohli) વાયરલ લુક (Viral Look) જોઈને ચાહકોએ ODI ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લેવાની અટકળો પર ભાર મુકવાનું શરૂ કરી દીધી છે.

કોહલીના નવા લુકે હોશ ઉડાવી દીધા છે

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિરાટ કોહલી (Cricketer Virat Kohli) ના ફોટામાં તેની દાઢી મોટાભાગે સફેદ જોવા મળી રહી છે. કોહલીના ચહેરા પર થાક અને કરચલીઓ દેખાઈ રહ્યા છે, અને તેની આંખોમાં અગાઉની જેમ તેજ રહ્યું નથી, જેના માટે વિરાટ જાણીતો છે. કોહલીનો ફોટો જોયા પછી, ઘણા ચાહકોનું દિલ તૂટી ગયું છે. બધા એ જ વિરાટ કોહલીને જાણે છે, જે ફક્ત મેદાન પર ગર્જના કરે છે. આ સ્થિતિમાં કિંગ કોહલીનો આ અવતાર જોઈને બધા નારાજ અને નિરાશ છે. ચાહકો એવું પણ અનુમાન લગાવી રહ્યા છે કે, કોહલી ટૂંક સમયમાં ટેસ્ટ-T20 પછી ODI ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી શકે છે.

Advertisement

વિરાટ ઓક્ટોબરમાં મેદાનમાં ઉતરશે

વિરાટ કોહલી (Cricketer Virat Kohli) એ T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યા બાદ આ ફોર્મેટને અલવિદા કહ્યું હતું. તે જ સમયે કોહલીએ IPL 2025 ની મધ્યમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત પણ કરી હતી. જો કે, કોહલીએ ODI ફોર્મેટ રમવાનું ચાલુ રાખ્યું છે. તે 2027 માં યોજાનાર ODI વર્લ્ડ કપમાં ભાગ લેશે તેવી ચાહકોની અપેક્ષા છે, અને તેથી જ તેણે ODI ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું છે. કોહલી હવે ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણીમાં મેદાનમાં પાછો ફરશે તેવું મનાઇ રહ્યું છે. ODI શ્રેણી 19 ઓક્ટોબરથી શરૂ થવાની છે.

Advertisement

આ પણ વાંચો ---- Asia Cup 2025 : ઓપનિંગ માટે કડક ટક્કર, સંજુ-અભિષેક સામે જયસ્વાલ-ગિલ

Tags :
Advertisement

.

×