'સેહવાગનો રેકોર્ડ જયસ્વાલ તોડશે', પૂર્વ ક્રિકેટરે મોટી આગાહી કરી
- મોહમ્મદ કૈફએ યશસ્વી જયસ્વાલની પ્રસંશા કરી
- ટ્વિટર પર પોતાનો મત વ્યક્ત કરતા મોટી આગાહી કરી દીધી
- મોહમ્મદ કૈફ અવાર અવાર સોશિયલ મીડિયા પર પોતાના મત વ્યક્ત કરે છે
Mohammad Kaif Praise Yashasvi Jaiswal : પૂર્વ ભારતીય ખેલાડી મોહમ્મદ કૈફે યશસ્વી જયસ્વાલના વખાણ કર્યા (Mohammad Kaif Praise Yashasvi Jaiswal) છે, અને 26 ટેસ્ટ મેચ પછીના તેમના આંકડાઓની તુલના વિરાટ કોહલી અને સચિન તેંડુલકર જેવા દિગ્ગજ ક્રિકેટરો સાથે કરી છે. તેમણે એવી પણ આગાહી કરી કે, 23 વર્ષીય ખેલાડી વીરેન્દ્ર સેહવાગનો રેકોર્ડ (Mohammad Kaif Praise Yashasvi Jaiswal) તોડી નાખશે, જે ટેસ્ટમાં 300 રન બનાવનાર એકમાત્ર ભારતીય બેટ્સમેન છે, તેણે બે વાર આ સિદ્ધિ હાંસલ કરી છે.
Yashasvi Jaiswal is a batsman with the patience to score big hundreds and set new marks. In his first 26 matches, his numbers are as good as Sachin and Virat. Scoring at high strike rate, his hundreds mostly put India on path to victory. Sehwag ka 300 wala record, Jaiswal hi…
— Mohammad Kaif (@MohammadKaif) October 11, 2025
સેહવાગનો 300 રનનો રેકોર્ડ તોડશે
કૈફે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં લખ્યું કે, યશસ્વી જયસ્વાલ એક એવો બેટ્સમેન છે, જેની પાસે મોટી સદી ફટકારવાની અને નવા રેકોર્ડ બનાવવાની ધીરજ છે (Mohammad Kaif Praise Yashasvi Jaiswal). તેની પ્રથમ 26 મેચોમાં તેના ટેસ્ટ આંકડા સચિન અને વિરાટ જેટલા જ સારા છે. ઉચ્ચ સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા હોવાથી, તેની મોટાભાગની સદીઓએ ભારતને જીત અપાવી છે. જયસ્વાલ સેહવાગનો 300 રનનો રેકોર્ડ તોડશે.
વધુ સદી ફક્ત તેંડુલકરે જ ફટકારી
શુક્રવારે દિલ્હીમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટેસ્ટના પહેલા દિવસે જયસ્વાલે (Mohammad Kaif Praise Yashasvi Jaiswal) શાનદાર સદી ફટકારી હતી. જયસ્વાલે માત્ર 145 બોલમાં પોતાની સદી પૂરી કરી, જે દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ગ્રીમ સ્મિથ પછી 24 વર્ષની ઉંમર પહેલા ઓપનર તરીકે સાત ટેસ્ટ સદી ફટકારનાર બીજો બેટ્સમેન બન્યો છે. 24 વર્ષની ઉંમર પહેલા જયસ્વાલ કરતાં વધુ સદી ફક્ત તેંડુલકરે જ ફટકારી હતી.
ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં
બીજી ટેસ્ટના બીજા દિવસે યશસ્વીએ (Mohammad Kaif Praise Yashasvi Jaiswal) ભારતની ઇનિંગની શરૂઆત કરી અને 175 રન બનાવીને રન આઉટ થયો. ત્યારબાદ કેપ્ટન શુભમન ગિલે પોતાની 10 મી સદી સાથે અણનમ 129 રન સાથે ટીમનો સ્કોર મજબૂત બનાવ્યો હતો. ભારતે 5 વિકેટે 518 રન પર પોતાનો પહેલો દાવ જાહેર કર્યો. બીજી ટેસ્ટમાં ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં હોય તેવું લાગે છે.
આ પણ વાંચો ---- રવીન્દ્ર જાડેજાએ સંન્યાસ પર મૌન તોડ્યું; 2027 વર્લ્ડ કપ રમવા પર શું કહ્યું?


