Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Women's World Cup : ક્રિકેટર સ્મૃતિ મંધાનાની તેંડુલકરના ક્લબમાં એન્ટ્રી, 28 વર્ષનો રેકોર્ડ તુટ્યો

Women's World Cup 2025 : ઇનિંગની શરૂઆતમાં સ્મૃતિએ 32 બોલમાં 23 રન બનાવ્યા હતા, જેમાં એક છગ્ગો અને એક ચોગ્ગોનો સમાવેશ થાય છે
women s world cup   ક્રિકેટર સ્મૃતિ મંધાનાની તેંડુલકરના ક્લબમાં એન્ટ્રી  28 વર્ષનો રેકોર્ડ તુટ્યો
Advertisement
  • મહિલા ક્રિકેટ કપ દરમિયાન ભારતીય ક્રિકેટરે નવો રેકોર્ડ બનાવ્યો
  • સ્મૃતિ મંધાના એલિટ લિસ્ટમાં જોડાઇ ગઇ
  • સૌથી વધુ રન બનાવનારા પ્લેયરની યાદીમાં વધુ એક નામ ઉમેરાયું

Women's World Cup 2025 : ભારતીય મહિલા ક્રિકેટ ટીમની (Women's World Cup 2025) ઓપનર સ્મૃતિ મંધાના (Cricketer Smriti Mandhana Record) મહિલા ODI વર્લ્ડ કપ 2025માં અત્યાર સુધી સારા ફોર્મમાં નથી. દક્ષિણ આફ્રિકા સામેની ટૂર્નામેન્ટની ત્રીજી લીગ મેચમાં મંધાનાનું (Cricketer Smriti Mandhana Record) પ્રદર્શન એટલું પ્રભાવશાળી ન્હોતું, પરંતુ નિરાશાજનક હતું.

નોંધપાત્ર રેકોર્ડ બનાવ્યો

દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં, ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, અને ઇનિંગની શરૂઆત કરનારી સ્મૃતિ મંધાનાએ (Cricketer Smriti Mandhana Record) 32 બોલમાં 23 રન બનાવ્યા હતા, જેમાં એક છગ્ગો અને એક ચોગ્ગોનો સમાવેશ થાય છે. આ ટૂંકી ઇનિંગ સાથે, મંધાનાએ (Cricketer Smriti Mandhana Record) એક નોંધપાત્ર રેકોર્ડ બનાવ્યો અને સચિન તેંડુલકરની એલિટ યાદીમાં જોડાઈ ગઈ છે.

Advertisement

28 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

દક્ષિણ આફ્રિકા સામેની 23 રનની ઇનિંગ સાથે, સ્મૃતિ મંધાના (Cricketer Smriti Mandhana Record) મહિલા ODI ક્રિકેટમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની. મંધાના પહેલા, આ રેકોર્ડ બેલિન્ડા ક્લાર્કના નામે હતો, જેમણે 1997 માં 970 રન બનાવ્યા હતા. મંધાનાએ 2025 માં 973 રન બનાવીને તેને પાછળ છોડી દીધો હતો.

Advertisement

મહિલા ODI માં સૌથી વધુ રન બનાવનારી બેટ્સમેન

  1. સ્મૃતિ મંધાના - 973 રન - 2025
  2. બેલિન્ડા ક્લાર્ક - 970 રન - 1997
  3. લૌરા વોલ્વાર્ડ - 882 રન - 2022

મંધાના તેંડુલકરના ક્લબમાં જોડાઈ

સ્મૃતિ મંધાના (Cricketer Smriti Mandhana Record) હવે મહિલા ODI ક્રિકેટમાં એક કેલેન્ડર વર્ષમાં ભારતની સૌથી વધુ રન બનાવનારી ખેલાડી બની ગઈ છે, જ્યારે સચિન તેંડુલકરના નામે પુરુષોના ODI ક્રિકેટમાં આ રેકોર્ડ હતો. સચિન તેંડુલકરે 65.31 ની સરેરાશથી 1894 રન બનાવ્યા, જેમાં 1998 માં 34 ODI ની 33 ઇનિંગ્સમાં ચાર અણનમ ઇનિંગ્સનો સમાવેશ થાય છે. તેમણે નવ સદી અને સાત અડધી સદી ફટકારી હતી, જેમાં સૌથી વધુ સ્કોર 143 હતો.

આ પણ વાંચો -----  ગંભીરનો ધમાકો: 80 વાનગીઓના ડિનરનું આયોજન, જાણો કોચ તરીકે કેટલી સેલેરી?

Tags :
Advertisement

.

×