મહિલા ક્રિકેટર Smriti Mandhana ની સૌથી મોટી લાઇફ અપડેટ, ટૂંક સમયમાં દુલ્હનીયા બનશે
- સ્મૃિતિ મંધાનાના મંગેતર પલાશ મુછલા હોવાનું સામે આવ્યું
- પલાશ એક સંગીતકાર છે, તાજેતરમાં ઇન્દોર પહોંચ્યા
- મીડિયા સાથેની વાતમાં સંબંધોની પુષ્ટિ કરી છે
Smriti Mandhana And Palash Muchhal : ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઉપ-કપ્તાન (Indian Female Cricketer) અને સ્ટાર બેટ્સમેન (Start Bastman) સ્મૃતિ મંધાના (Smriti Mandhana) ટૂંક સમયમાં દુલ્હન બનવા જઈ રહી છે. તાજેતરમાં ભારત-ઇંગ્લેન્ડ મહિલા વર્લ્ડ કપ 2025 મેચ પહેલા, તેના મંગેતર પલાશ મુછલે (Palash Muchchal) એક મોટો ખુલાસો કર્યો છે. શનિવારે ઇન્દોરમાં મીડિયા સાથે વાત કરતા, તેણે કહ્યું કે, તે (સ્મૃતિ મંધાના) ટૂંક સમયમાં ઇન્દોરની પુત્રવધૂ બનશે (Smriti Mandhana And Palash Muchhal Relationship). આ નિવેદન બાદ, આ સમાચાર સોશિયલ મીડિયાની સાથે સમગ્ર રમતગમત જગતમાં જંગલની આગની જેમ ફેલાઈ ગયા છે.
View this post on Instagram
સંબંધો અને લગ્ન બંનેની પુષ્ટિ થઇ ગઇ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે તેના ડેબ્યૂ પછી, સ્મૃતિએ નેશનલ ક્રશનું બિરુદ મેળવ્યું છે. તેના દેખાવ અને સુંદરતા, તેની રમતની સાથે, દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. છેલ્લા એક વર્ષથી, તે અને પલાશ મુછલ (Smriti Mandhana And Palash Muchhal Relationship) વારંવાર સાથે જોવા મળ્યા છે. બંનેના ક્લોઝ ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં સામે આવ્યા છે. હવે, આ નિવેદન સાથે, પલાશે માત્ર તેમના સંબંધોની પુષ્ટિ કરી નથી, પરંતુ તેમના લગ્નના સમાચારની પુષ્ટિ પણ કરી છે.
ફિલ્મના શૂટિંગ માટે ઇન્દોર પહોંચ્યા
પલાશની (Smriti Mandhana And Palash Muchhal Relationship) વાત કરીએ તો, તે વ્યવસાયે સંગીત દિગ્દર્શક છે. તેનો જન્મ 1995 માં ઇન્દોરમાં થયો હતો. તેનો પરિવાર પણ ત્યાં રહે છે. તેઓ હાલમાં "રાજુ બાજેવાલા" નામની ફિલ્મ બનાવી રહ્યા છે. તેઓ ફિલ્મના શૂટિંગ માટે ઇન્દોર પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે મીડિયા સાથે વાત કરી અને તેમના લગ્ન અંગે નિવેદન જારી કર્યું છે. તેમણે મહિલા વર્લ્ડ કપ 2025 મેચ પહેલા ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને કેપ્ટન હરમનપ્રીત કૌરને શુભેચ્છાઓ પણ પાઠવી છે.
મેં તમને હેડલાઇન આપી છે
સ્મૃતિ મંધાના (Smriti Mandhana And Palash Muchhal Relationship) વિશે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, "તે ટૂંક સમયમાં ઇન્દોરની પુત્રવધૂ બનશે, હું એટલું જ કહેવા માંગુ છું..." તેમના નિવેદનને તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવ્યું છે. પછી તેઓ હસ્યા અને કહ્યું, "મેં તમને હેડલાઇન આપી છે." પલાશે પછી ઉમેર્યું કે, "મારી શુભેચ્છાઓ ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર અને સ્મૃતિ સાથે છે. અમે હંમેશા ઇચ્છીએ છીએ કે, ભારતીય ક્રિકેટ ટીમ દરેક મેચ જીતે અને દેશનું ગૌરવ લાવે."
આ પણ વાંચો ----- IND vs AUS: રોહિત-કોહલીને જોવા ઉમટ્યું ચાહકોનું પૂર! 1.75 લાખથી વધુ ટિકિટો વેચાઈ


