ભારતીય મહિલા ક્રિકેટર VEDA KRISHNAMURTHY ની ખેલમાંથી સંન્યાસની જાહેરાત
- મહિલા ક્રિકેટરે સોશિયલ મીડિયા પર નિવૃત્તીની જાહેરાત કરી
- આજે હું ક્રિકેટના આ અધ્યાયને વિરામ આપી રહી છું - વેદા
- વેદા કૃષ્ણમૂર્તિ ભારત માટે 48 વનડે રમ્યાં
VEDA KRISHNAMURTHY RETIRED : ભારતીય મહિલા ક્રિકેટ ટીમની બેટ્સમેન વેદા કૃષ્ણમૂર્તિએ શુક્રવારે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય (VEDA KRISHNAMURTHY RETIRED) જાહેર કર્યો છે. વેદાએ પોતાનાં સોશિયલ મીડિયા અકાઉન્ટ મારફતે આ માહિતી આપી હતી. વેદા કૃષ્ણમૂર્તિએ લખ્યું: "એક નાનકડા શહેરની છોકરી, જેના સપનાં ખૂબ મોટા હતાં. કડુરમાં એ બધું શરૂ થયું. જ્યારે બેટ હાથમાં લીધો ત્યારે માત્ર એટલૂજ ખબર હતું કે મને આ રમતથી પ્રેમ છે. કેટલૂ આગળ જઈશ એ ખબર ન હતી. આજે મને ગૌરવ છે કે એક સંકડી ગલીઓમાંથી વિશ્વના મેદાનો સુધી રમવાનો મોકો મળ્યો." આગળ તેઓએ કહ્યું: "ક્રિકેટે મને માત્ર કારકિર્દીથી પણ વધુ આપ્યું છે. તેણે મને શીખવાડ્યું કે કેવી રીતે લડવું, કેવી રીતે પડીને ઊભું થવું અને કેવી રીતે પોતાનું મૂલ્ય સાબિત કરવું. આજે હું ક્રિકેટના આ અધ્યાયને વિરામ આપી રહી છું."
From a small-town girl with big dreams to wearing the India jersey with pride.
Grateful for everything cricket gave me the lessons, the people, the memories.
It’s time to say goodbye to playing, but not to the game.
Always for India. Always for the team. 🇮🇳 pic.twitter.com/okRdjYuW2R— Veda Krishnamurthy (@vedakmurthy08) July 25, 2025
મને પડકાર અને પૂરા મનથી નેતૃત્વ કરવાનો અવસર આપ્યો
વેદાએ BCCI, KSCA, રેલવે અને KIOC તેમજ પોતાના માતાપિતા, ભાઈબહેન અને કોચનો આભાર માન્યો છે. ભારતીય ટીમના સાથી ખેલાડીઓ માટે તેમણે લખ્યું: "મારા સાથીઓ, તમે દરેક ક્ષણને યાદગાર બનાવી. આપણે જીત અને હાર સાથે મસ્તી પણ શેર કરી છે. તમે ક્યારેય મારા માટે માત્ર ટીમ નહીં, પરંતુ પરિવાર હતાં." કર્ણાટક અને રેલવેની કપ્તાની કરનાર વેદાએ લખ્યું: "કર્ણાટક અને રેલવે માટે કપ્તાની કરવી મારા માટે સન્માનની વાત રહી. આ બંને ટીમોએ મને ઘડ્યું, મને પડકાર આપ્યા અને મને પૂરા મનથી નેતૃત્વ કરવાનો અવસર આપ્યો."
2 અર્ધશતક સાથે 875 રન બનાવ્યા
વેદા કૃષ્ણમૂર્તિ ભારત માટે 48 વનડે રમ્યાં, જેમાં 8 અર્ધશતક સાથે 829 રન બનાવ્યા અને 3 વિકેટ પણ ઝડપી. તેઓનો શ્રેષ્ઠ સ્કોર 71 રહ્યો હતો. તેમજ, 76 ટી20 મેચોમાં તેમણે 2 અર્ધશતક સાથે 875 રન બનાવ્યા હતા. વેદા 2017ના વનડે વર્લ્ડ કપ અને 2020ના ટી20 વર્લ્ડ કપની ફાઇનલ રમનાર ભારતીય ટીમનો પણ ભાગ રહી ચૂકી છે.
આ પણ વાંચો ---- Asia Cup 2025 : સપ્ટેમ્બરમાં શરૂ થશે એશિયા કપ 2025! શું ભારત અને પાકિસ્તાનની ટીમ ફરી ટકરાશે?


