ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

SMC એ સૌરાષ્ટ્રના છેવાડાના જિલ્લામાંથી 39 લાખનો વિદેશી દારૂ પકડ્યો, રાજકોટથી આગળ દરોડાની કાર્યવાહી નહિવત્

દરિયાકાંઠે આવેલા સૌરાષ્ટ્રના છેવાડાના જિલ્લાઓમાં પ્યાસીઓની પ્યાસ બૂઝાવવા બુટલેગરો અને ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ સતત સક્રિય રહે છે આ તેનું એક ઉદાહરણ છે.
07:42 PM Jul 07, 2025 IST | Bankim Patel
દરિયાકાંઠે આવેલા સૌરાષ્ટ્રના છેવાડાના જિલ્લાઓમાં પ્યાસીઓની પ્યાસ બૂઝાવવા બુટલેગરો અને ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ સતત સક્રિય રહે છે આ તેનું એક ઉદાહરણ છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ખેરડી ગામેથી 1 કરોડ 19 લાખનો વિદેશી દારૂ પકડ્યા બાદ State Monitoring Cell ની ટીમ ગીર સોમનાથ જિલ્લામાં ત્રાટકી છે. લગભગ એકાદ વર્ષ બાદ ગીર સોમનાથ જિલ્લા (Gir Somnath District) માં આવેલા ફાર્મ હાઉસમાંથી Team SMC એ ટોયલેટની આડમાં છુપાવેલો 39 લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે. ગીર ગઢડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બેડીયા ગામેથી જંગી માત્રામાં પકડાયેલો IMFL દમણ ખાતેથી લાવવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. દરિયાકાંઠે આવેલા સૌરાષ્ટ્રના છેવાડાના જિલ્લાઓમાં પ્યાસીઓની પ્યાસ બૂઝાવવા બુટલેગરો અને ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ સતત સક્રિય રહે છે આ તેનું એક ઉદાહરણ છે.

ગાંધીના પોરબંદર સુધી વિદેશી દારૂનું નેટવર્ક

મોટી સંખ્યામાં આદિવાસી વસ્તી ધરાવતા એકાદ-બે જિલ્લાઓને બાદ કરતાં વિદેશી દારૂની ખપત આખા ગુજરાત રાજ્યમાં છે. સ્થાનિક પોલીસની મુખ્ય આવકો પૈકીની એક છે વિદેશી દારૂના ધંધા. રાજ્યના કેટલાંક જિલ્લા પોલીસ વડાઓએ તો દારૂની લાઈન ચલાવનારી ટોળકીએ રીતસરનો પરવાનો આપી દીધો છે અને આ કારણથી જ સૌરાષ્ટ્રના છેવાડા જિલ્લાઓ સુધી વિદેશી દારૂ પહોંચે છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને દિલ્હીથી આવતો વિદેશી શરાબ ભ્રષ્ટાચારી અધિકારીઓની મહેરબાનીથી ગાંધીના પોરબંદર સુધી આસાનીથી પહોંચી જાય છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના એકાદ-એકાદ જિલ્લાને બાદ કરતાં તમામ સ્થળોએ દારૂનો વેપલો કરવો બુટલેગરો માટે આસાન છે.

આ પણ  વાંચો -Cyber Fraud ના નામે તોડ કરવા ભ્રષ્ટ પોલીસ કરોડોના વ્યવહારવાળા બેંક એકાઉન્ટ કેવી રીતે શોધે છે ?

દરિયાકાંઠાના 3 જિલ્લામાં SMC ને સફળતા નથી મળતી ?

છેલ્લાં એકાદ-બે વર્ષમાં થયેલા State Monitoring Cell ના દરોડાઓમાં અમદાવાદ, વડોદરા અને સુરત જેવાં શહેરો મોખરે છે. આ ઉપરાંત કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, ખેડા, છોટાઉદેપુર, વડોદરા ગ્રામ્ય, નવસારી અને તાપી જિલ્લામાં Team SMC ના સમયાંતરે દરોડા પડ્યા છે. ક્યારેક ક્યારેક રાજકોટ અને આસપાસ પણ સ્ટેટ મોનિટરિંગ સેલ ત્રાટકી ચૂક્યો છે. દરિયાકાંઠા સાથે જોડાયેલા સૌરાષ્ટ્રના કેટલાંક જિલ્લાઓમાં દોઢેક વર્ષના ગાળામાં ક્યારેક ક્યારેક SMC એ દેશી દારૂ અને જુગારના કેસ કર્યા છે. ગાંધી અને ગુંડાઓના નામે ઓળખાતા Porbandar, ઈન્ડસ્ટ્રીઝના નામે જાણીતા Jamnagar અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લાં દોઢ-પોણા બે વર્ષમાં વિદેશી દારૂનો નોંધપાત્ર કેસ નોંધાયો નથી.

આ પણ  વાંચો -Angadia Loot : ગુજરાતની વધુ એક આંગડિયા પેઢીના કરોડો રૂપિયા ગન પોઈન્ટ પર લૂંટાયા

દમણથી સૌરાષ્ટ્રમાં આવેલો દારૂ SMC એ પકડ્યો

સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ આર. કે. કરમટા (PI R K Karamata) ને બાતમી મળી હતી કે, ગીર સોમનાથ જિલ્લામાં આવેલા અને અમરેલી જિલ્લાથી નજીક બેડીયા ગામના એક ફાર્મમાં વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવાયો છે. લિસ્ટેડ બુટલેગર ભગુ જાદવે ટોયલેટની દિવાલમાં ચોરખાનું બનાવી છુપાવેલી વિદેશી દારૂની 12 હજારથી વધુ નાની-મોટી બોટલ Team SMC એ શોધી કાઢી હતી. બુટલેગર ભગુ જાદવ સહિત 6 શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. જ્યારે કેટલાંક આરોપીઓ નાસી છૂટ્યા હતા. કબજે લેવાયેલો વિદેશી દારૂ દમણ ખાતેથી બાય રૉડ લવાતો હતો અને સ્થાનિક તેમજ પાડોશી જિલ્લાના બુટલેગરોને સપ્લાય કરાતો હતો. ગીર ગઢડા પોલીસ સ્ટેશન  (Gir Gadhada Police Station) ખાતે નોંધાયેલી ફરિયાદમાં ફરાર દર્શાવાયેલા આરોપીઓમાં સંખેડાનો યોગેશ રાઠોડ ભગુ જાદવનો ભાગીદાર છે. અત્રે નોંધનીય છે કે, સૌરાષ્ટ્રની પશ્ચિમે આવેલાં જિલ્લાઓમાં રાજસ્થાનથી દારૂ ઠાલવવામાં આવે છે. જ્યારે પૂર્વ તરફના જિલ્લાઓમાં દમણનો સસ્તો દારૂ લવાય છે.

Tags :
Bankim PatelGir Somnath districtGujarat FirstJamnagarPI R K KaramataPorbandarState Monitoring CellTeam SMC
Next Article