Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sunita Williams : " પૃથ્વીથી 260 માઈલ ઉપરથી દિવાળીની શુભેચ્છાઓ "

ભારતીય મૂળના અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સની દિવાળીની શુભેચ્છાઓ પૃથ્વીથી 260 માઈલ ઉપરથી મોકલી દિવાળીની શુભેચ્છાઓ આ વર્ષે મારી પાસે પૃથ્વીથી 260 માઈલ ઉપરથી દિવાળી ઉજવવાની અનોખી તક Sunita Williams : ભારતીય મૂળના અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સે (Sunita Williams) ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન...
sunita williams     પૃથ્વીથી 260 માઈલ ઉપરથી દિવાળીની શુભેચ્છાઓ
Advertisement
  • ભારતીય મૂળના અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સની દિવાળીની શુભેચ્છાઓ
  • પૃથ્વીથી 260 માઈલ ઉપરથી મોકલી દિવાળીની શુભેચ્છાઓ
  • આ વર્ષે મારી પાસે પૃથ્વીથી 260 માઈલ ઉપરથી દિવાળી ઉજવવાની અનોખી તક

Sunita Williams : ભારતીય મૂળના અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સે (Sunita Williams) ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)થી દિવાળીની શુભેચ્છાઓ મોકલી છે. તેમણે વીડિયો સંદેશ દ્વારા વ્હાઇટ હાઉસ અને વિશ્વભરના લોકોને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. સુનિતા વિલિયમ્સનો આ વિડિયો સંદેશ વ્હાઇટ હાઉસમાં યોજાયેલી દિવાળીની ઉજવણીમાં પ્રસારિત કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, આ વર્ષે મારી પાસે પૃથ્વીથી 260 માઈલ ઉપરથી દિવાળી ઉજવવાની અનોખી તક છે.

ISS તરફથી દિવાળીની શુભકામના

સુનીતા વિલિયમ્સે કહ્યું, ISS તરફથી દિવાળીની શુભકામના. હું વ્હાઇટ હાઉસ અને સમગ્ર વિશ્વમાં આજે ઉજવી રહેલા દરેકને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આ વર્ષે મારી પાસે પૃથ્વીથી 260 માઈલ ઉપરથી દિવાળી ઉજવવાની અનોખી તક છે. મારા પિતાએ અમને દિવાળી અને અન્ય ભારતીય તહેવારો વિશે શીખવીને અમારા સાંસ્કૃતિક મૂળ જાળવી રાખ્યા. દિવાળી એ ખુશીનો સમય છે, કારણ કે સંસારમાં ભલાઈ પ્રવર્તે છે. વિલિયમ્સે દિવાળીના તહેવારોમાં ભાગ લેવા અને સમુદાયના યોગદાનને માન્યતા આપવા બદલ યુએસ પ્રમુખ જો બિડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement

આ પણ વાંચો----Sunita Williams ને ધરતી ઉપર પરત લાવવા માટે Crew-9 Mission ને કરાયું લોન્ચ

Advertisement

સુનીતા વિલિયમ્સ પાંચ મહિનાથી અવકાશમાં અટવાયેલા છે

તમને જણાવી દઈએ કે, સુનીતા વિલિયમ્સ છેલ્લા પાંચ મહિનાથી અંતરિક્ષમાં અટવાયેલા છે. તેઓ જૂનથી તેમના સાથી અવકાશયાત્રી બૂચ વિલ્મોર સાથે ISS પર છે. અવકાશયાત્રીઓની જોડી તેમની પ્રથમ ક્રૂ ફ્લાઇટ માટે 5 જૂને બોઇંગના સ્ટારલાઇનર સ્પેસક્રાફ્ટ પર પ્રયાણ કરી, 6 જૂને સ્પેસ સ્ટેશન પર પહોંચ્યા.

સ્ટારલાઇનર અવકાશયાત્રીઓ વિના પરત ફર્યું

તમને જણાવી દઈએ કે, સ્ટારલાઈનરમાં ટેક્નિકલ પ્રોબ્લેમના કારણે તેના ક્રૂ વગર પૃથ્વી પર પરત ફરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 6 સપ્ટેમ્બરે અવકાશયાન સફળતાપૂર્વક પાછું ફર્યું. નાસાએ જણાવ્યું હતું કે વિલ્મોર અને વિલિયમ્સને પૃથ્વી પર પાછા ફરવાનું ખૂબ જોખમી હતું. વિલ્મોર અને વિલિયમ્સે ઔપચારિક રીતે ઝુંબેશના ભાગરૂપે તેમનું કાર્ય ચાલુ રાખ્યું હતું અને આવતા વર્ષે ફેબ્રુઆરીમાં પાછા ફરશે.

આ પણ વાંચો---Crew-9 Mission : સુનિતા વિલીયમ્સને પૃથ્વીથી પરત લાવવા પહોંચ્યું SpaceX ડ્રેગન

Tags :
Advertisement

.

×