MATHURA SRIDHARAN TROLL : ભારતીય મૂળની મહિલા અમેરિકામાં સોલિસિટર જનરલ બનતા કેટલાકને પેટમાં દુખ્યું
- મથુરા શ્રીધરનની નિમણૂંક બાદથી સોશિયલ મીડિયામાં ટ્રોલ
- નિયુક્ત કરનાત એટર્ની જનરલ તેણીના બચાવમાં આગળ આવ્યા
- મથુરાનો સારો રેકોર્ડ જોતા તેમની આ પદ પર પસંદગી કરવામાં આવી છે
MATHURA SRIDHARAN TROLL : ભારતીય મૂળના વકીલ મથુરા શ્રીધરન (MATHURA SRIDHARAN) ને અમેરિકાના ઓહાયોમાં સોલિસિટર જનરલ (USA OHIO SOLICITOR GENERAL) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મથુરાની નિમણૂક એટર્ની જનરલ ડેવ યોસ્ટ દ્વારા 31 જુલાઈના રોજ કરવામાં આવી હતી. ત્યારથી શ્રીધરન વિરુદ્ધ જાતિવાદી અને અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, આ પદ કોઈ અમેરિકનને કેમ આપવામાં આવ્યું નથી ?
મથુરાના કાર્યની પ્રશંસા કરી
ડેવ યોસ્ટે મથુરા શ્રીધરનની નિમણૂક કરતી વખતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, મથુરા ખૂબ જ પ્રતિભાશાળી છે. તેણી ગયા વર્ષે પણ ડિબેટ જીતી હતી. બંને સોલિસિટર જનરલ જેમના માર્ગદર્શન હેઠળ તેણીએ કામ કર્યું છે, તેમણે મથુરાના કાર્યની પ્રશંસા કરી છે. તે ઓહાયોની સારી સેવા કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ભારતીય હોવા અને બિંદી પહેરવા બદલ નિશાને લીધા
આ બાદ શ્રીધરનને ભારતીય હોવા અને બિંદી પહેરવા બદલ જાતિવાદી ટિપ્પણીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એક યુઝરે ટિપ્પણી કરી કે, તમે એવી વ્યક્તિને કેમ પસંદ કરશો જે અમેરિકન નથી. આ વચ્ચે જાણીએ કે મથુરા શ્રીધરન કોણ છે, જેને ઓહાયોમાં સોલિસિટર જનરલના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે.
મથુરા શ્રીધરન કોણ છે ?
મથુરા શ્રીધરન ભારતીય મૂળના અમેરિકન વકીલ છે, જે હાલમાં ઓહિયોના એટર્ની જનરલ ઓફિસમાં ડેપ્યુટી સોલિસિટર જનરલ તરીકે કાર્યરત છે. રાજ્યના એટર્ની જનરલ ડેવ યોસ્ટ દ્વારા તેમને ઓહિયોના 12માં સોલિસિટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ પહેલા શ્રીધરન બે વર્ષથી વધુ સમય માટે રાજ્યના એટર્ની જનરલ ઓફિસમાં ઓહિયોના 10માં કમાન્ડન્ટ સેન્ટરના ડિરેક્ટર તરીકે પણ કામ કરી ચૂક્યા છે.
એટર્ની જનરલ બચાવની મુદ્રામાં
શ્રીધરનની નિમણૂક પછી, સોશિયલ મીડિયા પર તેમની ભારતીય હોવા અને કપાળ પર બિંદી હોવા બદલ સતત ટીકા થઈ રહી છે. જો કે આ ટિપ્પણીઓ અંગે એટર્ની જનરલ ડેવ યોસ્ટે મથુરાના બચાવ કર્યો છે. તેમણે કહ્યું કે, મથુરા અંગેની ટિપ્પણીઓ ખોટી છે. યોસ્ટે વધુમાં કહ્યું કે જો કોઈ મથુરાના નામ અને રંગથી નારાજ છે, તો સમસ્યા તેમની સાથે છે મથુરાથી નહીં. યોસ્ટે વધુમાં કહ્યું કે, મથુરાએ એક અમેરિકન નાગરિક સાથે લગ્ન કર્યા છે. તે એક અમેરિકન નાગરિક છે અને તેમના બાળકો પણ અમેરિકાના નાગરિક છે.
આ પણ વાંચો ---- RUSSIA પર કુદરતનો કહેર, કામચટકામાં જ્વાળામુખી ફાટ્યો, કુરિલ ટાપુ પર ભૂકંપ


