Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Nita Ambani Birthday : સ્વપ્નનને હકીકતમાં ફેરવતી શક્તિશાળી અને વિનમ્ર માનુની એટલે નિતા અંબાણી!

નિતાબેન અંબાણી (Nita Ambani Birthday) દ્વારા Her Circle નામથી એક ડિજિટલ પ્લેટફોર્મ ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં તેઓ મહિલાઓને શિક્ષણ, આરોગ્ય, કારકિર્દીની તકો સહિતના મુદ્દે માધ્યમ પુરી પાડી રહ્યા છે. તેમણે NMACC ના માધ્યમથી ભારતીય કલા અને સંસ્કૃતિને વૈશ્વિક ઓળખ મળે તે માટે સતત અને સખત પ્રયત્નો કર્યા છે
nita ambani birthday   સ્વપ્નનને હકીકતમાં ફેરવતી શક્તિશાળી અને વિનમ્ર માનુની એટલે નિતા અંબાણી
Advertisement
  • દેશ-દુનિયાની પ્રતિષ્ઠિત વ્યક્તિઓમાં સ્થાન ધરાવતા નિતાબેન અંબાણીનો આજે જન્મદિવસ
  • નિતાબેન અંબાણી રમત-ગમત, કલા જગતથી લઇને અનેક ક્ષેત્રોમાં સક્રિય છે
  • રિલાયન્સ ફાઉન્ડેશન થકી સેવાક્ષેત્રોમાં પણ નિતાબેન અંબાણી સક્રિય

Nita Ambani Birthday : આજે અંબાણી પરિવારના મોટા વહુ નિતાબેન અંબાણીનો જન્મદિવસ (Nita Ambani Birthday) છે. તેઓ દેશ જ નહી પરંતુના શક્તિશાળી બિઝનેસ પરિવારમાંથી આવે છે. તેમણે શિક્ષણ, કલા અને આરોગ્ય ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધીઓ મેળવી છે. જેની સરાહના ભારત દેશમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં કરવામાં આવી છે. આજે નિતાબેન અંબાણીનો જન્મદિવસ છે. તેઓ સ્વપ્નનને હકીકતમાં ફેરવતી એક શક્તિશાળી પણ વિનમ્ર માનુની તરીકે પણ ઓળખાય છે.

 

View this post on Instagram

 

A post shared by Gujarat First (@gujaratfirst)

ટીમને સતત પ્રેરણા પણ પૂરી પાડતા રહે છે

નિતાબેન અંબાણી (Nita Ambani Birthday) દ્વારા Her Circle નામથી એક ડિજિટલ પ્લેટફોર્મ ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં તેઓ મહિલાઓને શિક્ષણ, આરોગ્ય, કારકિર્દીની તકો સહિતના મુદ્દે માધ્યમ પુરી પાડી રહ્યા છે. તેમણે NMACC ના માધ્યમથી ભારતીય કલા અને સંસ્કૃતિને વૈશ્વિક ઓળખ મળે તે માટે સતત અને સખત પ્રયત્નો કર્યા છે. નિતાબેન અંબાણી ઇન્ડિયન પ્રિમિયર લીગની સૌથી સફળ ટીમ મુંબઇ ઇન્ડિયન્સના માલકણ છે, આઇપીએલની મેચમાં જ્યારે મુંબઇ ઇન્ડિયન્સની મેચ હોય ત્યારે તેમની સ્ટેડિયમમાં અચુક હાજરી જોવા મળે છે. એટલું જ નહીં તેઓ ટીમને સતત પ્રેરણા પણ પૂરી પાડતા રહે છે.

Advertisement

ESA દ્વારા ગામડે - ગામડે બાળકોને રમતની તાલિમ મળી રહી છે

આ સાથે નિતાબેન અંબાણીએ (Nita Ambani Birthday) ISL થી ફૂટબોલને ભારતમાં લોકપ્રિય બનાવ્યું છે. ભારતમાં ક્રિકેટને ધર્મ સમાન માનવામાં આવે છે, ત્યારે તેમાં ફૂટબોલને લોકો સુધી પહોંચાડવાનું અને તેની લોકપ્રિયતા વધારવાનો શ્રેય પણ નિતાબેન અંબાણીને જાય છે. નિતા અંબાણીએ ESA દ્વારા ગામડે - ગામડે બાળકોને રમતની તાલિમ મળી રહે, તે માટે પણ ખુબ પ્રયત્નો કર્યા છે. નિતા અંબાણી IOC ના પ્રથમ ભારતીય સભ્ય પણ છે.

Advertisement

સેવાક્ષેત્રોમાં ખુબ સક્રિય

તથા નિતાબેન અંબાણી (Nita Ambani Birthday) રિલાયન્સ ફાઉન્ડેશનના માધ્યમથી પણ ગ્રામીણ વિકાસ, છેવાડાના ખેડૂતો સુધી ટેક્નોલોજીનો વ્યાપ પહોંચે, આરોગ્ય સેવા સહિતના સેવાક્ષેત્રોમાં પણ ખુબ સક્રિય રહીને કામ કરી રહ્યા છે.

આ પણ વાંચો ------  ભારત-અમેરિકાએ નવા 10-વર્ષના સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા,ઇન્ડો-પેસિફિકમાં વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત થશે

Tags :
Advertisement

.

×