ટ્રેનમાં સીટની ફાળવણી, ઊંઘવા-જાગવા સહિતના નવા નિયમો જાહેર, વાંચો કામની વાત
- ભારતીય રેલવે દ્વારા નવી નિયમાવલી જાહેર કરવામાં આવી
- નીચેની સીટ માટે મહિલાઓ સહિતના જરૂરિયાતમંદ વર્ગને પ્રાથમિકતા અપાશે
- સીટ પર સુવા-બેસવા માટેનો સમય સંઘર્ષો ટાળશે
Indian Railways lower berth reservation rules 2025 : જો તમે ટ્રેનમાં (Indian Railways - Train) મુસાફરી કરો છો, અને હંમેશા લોઅર બર્થ મેળવવાની (Lower Birth Allocation Rules) ચિંતા કરતા હોવ છો, તો આ સમાચાર તમારા માટે છે. ભારતીય રેલ્વેએ લોઅર બર્થ રિઝર્વેશન માટેના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. સીટ ફાળવણી પ્રક્રિયાને વધુ પારદર્શક અને સરળ બનાવવામાં આવી છે, જેમાં વરિષ્ઠ નાગરિકો, ગર્ભવતી મહિલાઓ અને દિવ્યાંગ મુસાફરોને પ્રાથમિકતા આપવામાં આવી છે. વધુમાં, રેલ્વેએ મુસાફરોમાં બેસવાના સમય અને સૂવાના સમય અંગે લાંબા સમયથી ચાલતી મૂંઝવણને પણ દૂર કરી છે.
Indian Railways lower berth reservation rules 2025:
Eligibility for Automatic Lower Berth Allocation: Senior citizens, female passengers aged 45 years and above, and pregnant women qualify for automatic assignment of lower berths, provided such berths are available at the time…
— Backpacking Daku (@outofofficedaku) November 1, 2025
લોઅર બર્થને પ્રાથમિકતા કોને મળશે ?
નવા રેલ્વે નિયમો હેઠળ, વરિષ્ઠ નાગરિકો, ગર્ભવતી મહિલાઓ અને દિવ્યાંગ મુસાફરોને હવે લોઅર બર્થ માટે પ્રાથમિકતા મળશે. વધુમાં, આ સિસ્ટમ 45 વર્ષથી વધુ ઉંમરના મહિલા મુસાફરો માટે સરળ કરવામાં આવી છે. આનો અર્થ એ છે કે, જો સીટ ખાલી હોય, તો સિસ્ટમ આપમેળે લોઅર બર્થ ફાળવશે. ટિકિટ ચેકિંગ સ્ટાફ (TTEs) ને પણ વરિષ્ઠ નાગરિકોને સીટ ટ્રાન્સફર કરવાની સત્તા આપવામાં આવી છે, જેમણે ઉપરની અથવા મધ્યમ બર્થ મેળવી છે અને લોઅર બર્થ ઉપલબ્ધ છે.
હવે ઉપલબ્ધતા પર આધાર
લોઅર બર્થ પસંદ કરતા મુસાફરો માટે, રેલ્વેએ સ્પષ્ટતા કરી છે કે, લોઅર બર્થ ફક્ત ત્યારે જ બુક કરી શકાય છે, જો તેઓ ઉપલબ્ધ હોય. "લોઅર બર્થ વિકલ્પ" ફક્ત ત્યારે જ સિસ્ટમમાં પસંદ કરી શકાય છે જો બેઠકો ખાલી હોય.
RailOne એપ્લિકેશન સાથે સરળ બુકિંગ
રેલવેએ તાજેતરમાં RailOne એપ્લિકેશન શરૂ કરી છે, જે મુસાફરો માટે વન-સ્ટોપ સોલ્યુશન છે. આ એપ્લિકેશન દ્વારા, મુસાફરો સીટની ઉપલબ્ધતા, ટિકિટ બુકિંગ અને મુસાફરી ટ્રેકિંગ સહિતની તમામ ટ્રેન સંબંધિત માહિતી એક જ જગ્યાએ ઍક્સેસ કરી શકે છે. સરળ બુકિંગ સુનિશ્ચિત કરવા માટે લોઅર બર્થ રિઝર્વેશનમાં પણ ટેકનિકલ સુધારા કરવામાં આવ્યા છે.
સૂવાનો અને બેસવાનો સમય નક્કી કરવામાં આવ્યો
રેલવે દ્વારા રજૂ કરાયેલ બીજો મહત્વપૂર્ણ ફેરફાર એ છે કે, ટ્રેનોમાં સૂવાનો અને બેસવાનો સમય સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે. રિઝર્વ્ડ કોચમાં મુસાફરોને રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી સૂવાની મંજૂરી આપવામાં આવશે. આ પછી, દિવસ દરમિયાન, બધા મુસાફરોને અસુવિધા ટાળવા માટે તેમની સીટ પર બેસવું પડશે. વધુમાં, બાજુની નીચેની બર્થ પર મુસાફરી કરતા મુસાફરો માટે એક નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. દિવસ દરમિયાન, RAC (રિઝર્વેશન અગેઇન્સ્ટ કેન્સલેશન) મુસાફરો અને બાજુની ઉપરની બર્થ પર રહેલા લોકો સાથે બેસી શકશે.
મુસાફરો માટે રાહત
રેલ્વે જણાવે છે કે, આ ફેરફારો મુસાફરોને વધુ સારો, આરામદાયક અને ન્યાયી અનુભવ પૂરો પાડવા માટે કરવામાં આવ્યા છે. આનાથી વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ અને દિવ્યાંગ મુસાફરોને માત્ર સુવિધા જ નહીં મળે, પરંતુ રાત્રે મુસાફરી દરમિયાન સૂવા અને દિવસે બેસવા અંગે થતી ચર્ચાઓનો પણ અંત આવશે.
આ પણ વાંચો ----- સોનાના ભાવમાં સતત બીજા સપ્તાહે ઘટાડો: 10 ગ્રામ ગોલ્ડ ₹2620 સસ્તું, જાણો 2 નવેમ્બરના રેટ


