ભારતીય સ્ટાર બેટસમેન Cheteshwar Pujara એ Gujarat First સાથે કરી ખાસ વાતચીત
- સ્ટાર બેટ્સમેન Cheteshwar Pujara એ ક્રિકેટમાંથી નિવૃતિ લીધી
- ચેતેશ્વર પૂજારાએ ગુજરાત ફર્સ્ટ સાથે કરી ખાસ વાતચીત
- ચેતેશ્વર પૂજારાએ નિવૃતિ બાદ તમામ લોકોનો ખાસ આભાર માન્યો
રાજકોટના ભારતીય સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ 24 ઓગસ્ટ, 2025ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી બાદમાં ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી હતી, આ વાતચીતમાં તેમણે ક્રિકેટ જગતમાં તેમના યોગદાન સહિતની અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
Cheteshwar Pujara એ ગુજરાત ફર્સ્ટ સાથે કરી વાતચીત
ભારતના સ્ટાર બેટસમેન ચેતેશ્વર પૂજારાએ ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરતા કહ્યું કે દરેક સારી વસ્તુઓનો અંત હોય છે, ક્રિકેટમાં સંન્યાસ લેતા પહેલા પરિવાર સાથે ચર્ચા કરી હતી અને ઘણા સાથી અને પૂર્વ ક્રિકેટરો સાથે પણ મારી નિવૃત્તિ અંગેની વિગતવાર ચર્ચા કરી હતી, બાદમાં મેં ક્રિકેટ ફોર્મેટમાંથી નિવૃત લેવાનો નિર્ણય લીધો.
ઉલ્લેખનીય છે કે ભારતીય દિગ્ગજ બેટસમેન ચેતેશ્વર પૂજારાએ ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે ઓસ્ટ્રેલિયા સામેની 2018ની સીરિઝ મારા જીવનની યાદગાર સીરિઝમાંથી એક છે, એ સીરીઝ હમેશા જીવન સાથે વણાઇ ગઇ છે. આ સીરિઝ હમેંશા યાદ રહેશે. આ ઉપરાંત મને ટેસ્ટમાંથી ડ્રોપ કરવામાં આવ્યો અને ફેરવેર મેચ મળી નથી તેનું મને કોઇ દુ:ખ નથી. તેમણે BCCI, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન, સાથી ખેલાડીઓ, કોચ, સપોર્ટ સ્ટાફ અને ચાહકોનો આભાર માન્યો.
Cheteshwar Pujara એ x પર કરી નિવૃતિની જાહેરાત
નોંધનીય છે કે પૂજારાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X અને ઇન્સ્ટાગ્રામ પર ભાવનાત્મક પોસ્ટ શેર કરીને પોતાના નિવૃતિના નિર્ણયની માહિતી આપી. તેમણે લખ્યું, "ભારતીય જર્સી પહેરીને, રાષ્ટ્રગીત ગાતી વખતે અને મેદાન પર દરેક વખતે શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરવો એ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. પરંતુ, દરેક સારી વસ્તુનો અંત આવે છે, અને અપાર કૃતજ્ઞતા સાથે મેં ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે."પૂજારાએ જણાવ્યું કે આ નિર્ણય પરિવાર અને ઘણા સાથી તથા પૂર્વ ક્રિકેટરો સાથે ચર્ચા કર્યા બાદ લીધો છે.
Wearing the Indian jersey, singing the anthem, and trying my best each time I stepped on the field - it’s impossible to put into words what it truly meant. But as they say, all good things must come to an end, and with immense gratitude I have decided to retire from all forms of… pic.twitter.com/p8yOd5tFyT
— Cheteshwar Pujara (@cheteshwar1) August 24, 2025
ચેતેશ્વર પૂજારાએ 2018-19ની ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીને પોતાની કારકિર્દીની સૌથી યાદગાર ક્ષણ ગણાવી, જેમાં તેમણે 521 રન સાથે 'પ્લેયર ઓફ ધ સિરીઝ'નો ખિતાબ મેળવ્યો હતો, જે ભારતની ઓસ્ટ્રેલિયામાં પ્રથમ ટેસ્ટ શ્રેણી જીત હતી. પૂજારાએ ભારત માટે 103 ટેસ્ટ મેચોમાં 43.60ની સરેરાશ સાથે 7,195 રન બનાવ્યા, જેમાં 19 સદી અને 35 અડધી સદી સામેલ છે. તેમનો સર્વોચ્ચ સ્કોર 205 રન રહ્યો. . તેમની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 2023માં ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં હતી.પૂજારાને "ભારતીય ક્રિકેટની નવી દિવાલ" તરીકે ઓળખવામાં આવતા હતા, અને તેમની ધીરજ, મજબૂત ટેકનિક અને ટીમ માટે સમર્પણથી તેમણે અનેક મેચોમાં ભારતને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર કાઢ્યું છે.
Cheteshwar Pujara ની નિવૃતિ પર શશી થરૂરે કરી ખાસ પોસ્ટ
કોંગ્રેસના દિગ્ગજ નેતા શશી થરૂરે પૂજારાની નિવૃત્તિ પર ભાવુક પોસ્ટ શેર કરી, જણાવ્યું કે પૂજારાને સન્માનજનક વિદાય મળવી જોઈતી હતી. સચિન તેંડુલકરે પણ X પર લખ્યું, "પૂજારા, તમને નંબર 3 પર બેટિંગ કરતા જોઈને હંમેશા રાહત થતી. તમારી ટેકનિક, ધીરજ અને સંયમ ટીમ માટે આધારસ્તંભ હતા." BCCI અને ICCએ પણ પૂજારાની શાનદાર કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી.
આ પણ વાંચો: Cheteshwar Pujara retirement :ચેતેશ્વર પૂજારાએ નિવૃત્તિની જાહેરાત કરી, ભારતીય ક્રિકેટમાં એક યુગનો અંત


