અનેક રાજ્યોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા, જાણો ક્યાં ક્યાં ધરતી ધ્રુજી
- ભારત સહિત અનેક દેશોની ધરતી ધ્રુજી
- ભારત, બાંગ્લાદેશ અને ભૂતાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા
- આસામમાં કોઇ જાન-માલની હાની નહીં થઇ હોવાનું જાણવા મળ્યું
Earthquake In India State : રવિવારે બપોરે ભારતના ઘણા રાજ્યોમાં ભૂકંપના આંચકા (Earthquake In India State) અનુભવાયા હતા. પશ્ચિમ બંગાળના સિલિગુડી (Siliguri - Bengal) સહિત ઉત્તર બંગાળમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 5.9 માપવામાં આવી હતી. આ ભૂકંપનું કેન્દ્ર આસામના ઉદલગુડી (Assam - Udalguri) જિલ્લામાં હતું.
ભૂકંપનું કેન્દ્ર જમીનથી માત્ર 10 કિમીની ઊંડાઈએ હતું
જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સ (GFZ) અનુસાર, રવિવારે બપોરે 2:41 વાગ્યે ઉત્તરપૂર્વ ભારતમાં 5.9 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર જમીનથી માત્ર 10 કિમીની ઊંડાઈએ હતું. આ ભૂકંપના આંચકા આસામના ગુવાહાટી (Assam - Guwahati) સહિત ઘણા વિસ્તારોમાં અનુભવાયા હતા. ઉત્તર બંગાળના સિલિગુડીમાં (Siliguri - Bengal) પણ અનુભવાયા હતા. ભૂકંપના આંચકા ભૂટાન અને બાંગ્લાદેશના ઉત્તરીય ભાગો સુધી પહોંચ્યા હતા.
જાણો સ્થાનિક અધિકારીએ શું કહ્યું
આસામના અધિકારીઓએ કહ્યું કે ભૂકંપને કારણે કોઈ જાનમાલના નુકસાનના તાત્કાલિક સમાચાર નથી. સ્થાનિક વહીવટીતંત્ર ભૂકંપને કારણે જાનમાલના નુકસાનની ઘટના પર નજર રાખી રહ્યું છે.
કર્ણાટકમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો
બીજી બાજુ. રવિવારે બપોરે કર્ણાટકના રાયચુર જિલ્લામાં રિક્ટર સ્કેલ પર 2.7 ની હળવી તીવ્રતાનો ભૂકંપ આવ્યો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભૂકંપ બપોરે 1:44 વાગ્યે આવ્યો હતો. તેનું કેન્દ્ર રાયચુર નજીક 16.04 ઉત્તર અક્ષાંશ અને 76.63 પૂર્વ રેખાંશ પર સ્થિત હતું. ભૂકંપની ઊંડાઈ લગભગ 10 કિલોમીટર હતી.
આ પણ વાંચો ------ Jharkhand માં 10 લાખનો ઇનામી નક્સલી ઠાર, સેનાને મોટી સફળતા મળી


