India Womens WC Squad : મહિલા વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની કરાઇ જાહેરાત, સ્ટાર ઓપનર શેફાલી વર્મા બહાર!
- India Womens WC Squadની કરાઇ જાહેરાત
- ઓપનર બેટસમેન શેફાલી વર્માની પસંદગી કરાઇ નથી
- ભારતીય મહિલા ટીમની કમાન હરમનપ્રીત કૌરને સોંપવામાં આવી
આજે BCCIએ મહિલા વર્લ્ડ કપ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત કરી દીધી, મુંબઇ સ્થિત BCCIના હેડક્વોટરમાં મહિલા વર્લ્ડ કપ પસંદગીની બેઠક યોજાઇ હતી, મહત્વની વાત એ છે કે ભારતીય સ્ટાર અને વિસ્ફોટક ઓપનર શેફાલી વર્માની પસંદગી કરવામાં આવી નથી. આજે બીસીસીઆઇની મળેલી પસંદગી સમિતિની બેઠકમાં વર્લ્ડ કપ માટેની ટીમ અને ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ વન-ડે શ્રેણી માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી હતી.
India Womens WC Squad ની પસંદગીની બેઠકમાં કેપ્ટન કૌર રહી હાજર
નોંધનીય છે કે ભારતીય મહિલા ટીમની કમાન હરમનપ્રીત કૌરને સોંપવામાં આવી છે, જ્યારે વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાનાને બનાવવામાં આવી છે. મહિલા વર્લ્ડ કપની પસંદગીની બેઠકમાં મુખ્ય પસંદગીકાર નીતુ ડેવિડ સાથે કેપ્ટન હરમનપ્રીત કૌર અને વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાના હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભારતીય સ્ટાર ઓપનર શેફાલી વર્માની પસંદગી કરવામાં આવી ન હતી, શેફાલીનું હાલ ફોર્મમાં ન હોવાથી તેમની પસંદગી કરવામાં આવી છે. ભારત ઓક્ટોબર-નવેમ્બરમાં આ ટુર્નામેન્ટનું આયોજન કરવા જઈ રહ્યું છે.
The Women’s Selection Committee is here at BCCI HQ, Mumbai, to pick #TeamIndia’s squad for the upcoming three-match ODI series against Australia and the ICC Women’s Cricket World Cup.#WomenInBlue pic.twitter.com/02GtZhTDYs
— BCCI Women (@BCCIWomen) August 19, 2025
India Womens WC Squad
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), પ્રતિકા રાવલ, હરલીન દેઓલ, દીપ્તિ શર્મા, જેમિમા રોડ્રિગ્સ, રેણુકા સિંઘ ઠાકુર, અરુંધતી રેડ્ડી, રિચા ઘોષ (વિકેટકીપર), ક્રાંતિ ગૌડ, અમનજોત કૌર, રાધા યાદવ, શ્રીકેશ યાદવ અને શ્રીમતી યાદવ (વિકેટકીપર) સ્નેહ રાણા.
આ ઉપરાંત, BCCI પસંદગી સમિતિએ ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણી માટે ભારતીય મહિલા ટીમની પણ જાહેરાત કરી છે.
ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણી માટે ભારતીય મહિલા ટીમ
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (ઉપ-કેપ્ટન), પ્રતિકા રાવલ, હરલીન દેઓલ, દીપ્તિ શર્મા, જેમિમા રોડ્રિગ્સ, રેણુકા સિંહ ઠાકુર, અરુંધતી રેડ્ડી, રિચા ઘોષ (વિકેટકીપર), ક્રાંતિ ગૌડ, સયાલી સતઘરે, રાધા યાદવ, શ્રી ચારણી, યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), સ્નેહ રાણા.
આ પણ વાંચો: Asia Cup 2025 : ટીમ ઈન્ડિયાનું એલાન, આ ખેલાડીને મળ્યું સ્થાન


