ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

IndiaPakistanWar2025 : તણાવ વચ્ચે તબીબી અધિકારીઓને ગુજરાત આરોગ્ય વિભાગનો મોટો આદેશ

પાકિસ્તાન દ્વારા ભારતનાં સરહદી વિસ્તારોમાં સતત ડ્રોન-મિસાઇલ હુમલો અને ગોળીબાર કરવામાં આવી રહ્યો છે.
09:45 PM May 09, 2025 IST | Vipul Sen
પાકિસ્તાન દ્વારા ભારતનાં સરહદી વિસ્તારોમાં સતત ડ્રોન-મિસાઇલ હુમલો અને ગોળીબાર કરવામાં આવી રહ્યો છે.
Medical_Gujarat_first
  1. હાલ તણાવની વચ્ચે ગુજરાત આરોગ્ય વિભાગનો મોટો નિર્ણય (IndiaPakistanWar2025)
  2. 154 મેડિકલ ઓફિસરને તાત્કાલિક સરહદી જિલ્લામાં મુકાયા
  3. જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકામાં મેડિકલ ઓફિસર મોકલાયા
  4. બનાસકાંઠા, પાટણ અને કચ્છ પણ મોકલાયા મેડિકલ ઓફિસર

IndiaPakistanWar2025 : ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી યુદ્ધની સ્થિતિની ગંભીરતાને જોતા ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગે (Gujarat State Health Department) મહત્તપૂર્ણ નિર્ણય કર્યો છે. 154 જેટલા મેડિકલ ઓફિસરને તાત્કાલિક ધોરણે સરહદી જિલ્લામાં ફરજ પર મૂકવાનો નિર્ણય આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. જામનગર (Jamnagar), પોરબંદર, દેવભૂમિ દ્વારકામાં (Dwarka) મેડિકલ ઓફિસરની પોસ્ટિંગ કરાઈ છે.

આ પણ વાંચો - India Pakistan War 2025 : સરહદી વિસ્તારોમાં ફરી બ્લેક આઉટ, પોલીસે ખોટી અફવાઓથી દૂર રહેવા કર્યું સૂચન

154 જેટલા મેડિકલ ઓફિસરની સરહદી વિસ્તારોમાં પોસ્ટિંગ

પાકિસ્તાન દ્વારા ભારતનાં સરહદી વિસ્તારોમાં સતત ડ્રોન-મિસાઇલ હુમલો અને ગોળીબાર (IndiaPakistanWar2025) કરવામાં આવી રહ્યો છે. ત્યારે સ્થિતિની ગંભીરતાને જોતા ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગે મહત્તપૂર્ણ નિર્ણય કર્યો છે. વિભાગે તાત્કાલિક ધોરણે 154 જેટલા મેડિકલ ઓફિસરની સરહદી વિસ્તારોમાં પોસ્ટિંગ કરી છે. માહિતી અનુસાર, જામનગર, પોરબંદર (Porbandar), દેવભૂમિ દ્વારકામાં મેડિકલ ઓફિસર મોકલાયા છે. ઉપરાંત, બનાસકાંઠા, પાટણ અને કચ્છ (Kutch) પણ મેડિકલ ઓફિસરની પોસ્ટિંગ કરાઈ છે.

આ પણ વાંચો - અમદાવાદમાં વધુ એક Gun Licence Scam નો પર્દાફાશ, આરોપીની બંદૂક અસલી અને લાયસન્સ નકલી

તમામની સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને જિલ્લા આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટિંગ

આ તમામ મેડિકલ ઓફિસર સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને જિલ્લા આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટિંગમાં રહેશે. આ તમામ મેડિકલ અધિકારીઓને નવા આદેશ ન થાય ત્યાં સુધી સરહદી જિલ્લાઓમાં નોકરી કરવાની રહેશે. જણાવી દઈએ કે, સતત બે દિવસથી પાકિસ્તાન દ્વારા ભારતનાં સરહદી રાજ્ય ગુજરાત, રાજસ્થાન, પંજાબ, જમ્મુ-કાશ્મીરમાં ગોળીબાર, ડ્રોન અને મિસાઇલથી હુમલો કરવામાં આવી રહ્યો છે. ત્યારે ભારતીય સેના દ્વારા પણ પાકિસ્તાનનાં તમામ ડ્રોન અને મિસાઇલ હવામાં જ તોડી પાડી જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો - Gujarat : એશિયાઈ સિંહોની 16મી વસ્તી ગણતરી આ તારીખથી શરૂ

 

Tags :
Devbhoomi DwarkaGujarat State Health DepartmentgujaratfirstnewsIndian Air ForceIndian NaviIndian-ArmyIndiaPakistanWar2025J&KJamnagarOperation SindoorOperation Sindoor 2.0OperationSindoor2Pahalgam Tarror AttackPakistanPakistan ArmyPorbandarRAJKOTRushikesh PatelTop Gujarati New
Next Article