India Pakistan War Situation : પાકિસ્તાનને ભારતનો જડબાતોડ જવાબ, PAKની પોસ્ટ અને આતંકવાદી લોન્ચ પેડનો નાશ, જુઓ Video
- તમામ ડ્રોન હુમલાઓને સફળતાપૂર્વક નાશ કરવામાં આવ્યા
- ભારતીય સેનાએ આ બધા હુમલાઓને નિષ્ફળ બનાવ્યા
- ભારતીય સેનાએ પાકિસ્તાનના આતંકવાદી લોન્ચ પેડ્સનો નાશ કર્યો
પાકિસ્તાની સેના ગઈકાલ રાતથી સતત ભારતીય સૈન્ય અને રહેણાંક સ્થળો પર હુમલો કરી રહી છે, જેનો ભારતીય સેના યોગ્ય જવાબ આપી રહી છે. ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનમાં આતંકવાદી લોન્ચ પેડ્સનો નાશ કર્યો છે. જે આતંકવાદી લોન્ચ પેડમાંથી પાકિસ્તાની સેના ડ્રોન હુમલા કરી રહી હતી. ભારતીય સેના દ્વારા તેમને તોડી પાડવામાં આવ્યા છે. પાકિસ્તાન સતત હુમલા કરી રહ્યું છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ભારતીય સેનાએ પાકિસ્તાનના આતંકવાદી લોન્ચ પેડ્સનો નાશ કર્યો છે અને પાડોશી દેશની કમર તોડી નાખી છે.
#WATCH | Pakistani Posts and Terrorist Launch Pads from where Tube Launched Drones were also being launched, have been destroyed by the Indian Army positioned near Jammu: Defence Sources
(Source - Defence Sources) pic.twitter.com/7j9YVgmxWw
— ANI (@ANI) May 10, 2025
શ્રીનગર અને પઠાણકોટમાં વહેલી સવારે જોરદાર વિસ્ફોટો
આ પહેલા પાકિસ્તાને ભારતની પશ્ચિમી સરહદ પર ભારતના અનેક રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યા હતા. જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર અને રાજૌરી તેમજ પંજાબના જલંધરમાં વિસ્ફોટ થયા હતા. પાકિસ્તાન દ્વારા ભારતના રહેણાંક વિસ્તારો પર ડ્રોન હુમલા કરવામાં આવી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરના શ્રીનગર અને પઠાણકોટમાં વહેલી સવારે જોરદાર વિસ્ફોટો સંભળાઈ રહ્યા છે.
India- Pakistan War । ભારતીય સેનાએ પાક પોસ્ટને ઉડાવી । Gujarat First@vishvek11 @IAF_MCC @indiannavy @IndiannavyMedia @rajnathsingh @HMOIndia @PMOIndia @AmitShah @narendramodi @DefenceMinIndia @SpokespersonMoD @AmitShah #IndianNavyAction #IndianArmy #Jammu… pic.twitter.com/BSl2g6TdBz
— Gujarat First (@GujaratFirst) May 10, 2025
તમામ ડ્રોન હુમલાઓને સફળતાપૂર્વક નાશ કરવામાં આવ્યા
તમને જણાવી દઈએ કે ઓપરેશન સિંદૂરનો બદલો લેવા માટે, પાકિસ્તાને 8 અને 9 મેની રાત્રે ભારતની પશ્ચિમી સરહદ પર એક સાથે અનેક હુમલા કરવાનો પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાન દ્વારા ડ્રોન અને અન્ય હથિયારો દ્વારા ભારતીય સરહદોને નિશાન બનાવવામાં આવી હતી. આ સાથે જ જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LoC) પર ઘણી વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. સેનાએ કહ્યું કે ઓપરેશન સિંદૂર હેઠળ, તમામ ડ્રોન હુમલાઓને સફળતાપૂર્વક નાશ કરવામાં આવ્યા હતા અને યુદ્ધવિરામ ઉલ્લંઘનનો યોગ્ય જવાબ આપવામાં આવ્યો હતો.
ભારતીય સેનાએ આ બધા હુમલાઓને નિષ્ફળ બનાવ્યા
સેનાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભારતીય સરહદોની સુરક્ષા માટે દરેક જરૂરી પગલાં લેવામાં આવશે અને કોઈપણ નાપાક ઈરાદાઓને સહન કરવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે આતંકવાદ વિરુદ્ધ ભારતના ઓપરેશન સિંદૂરથી ગુસ્સે ભરાયેલા પાકિસ્તાને ગુરુવારે જમ્મુ કાશ્મીરથી જેસલમેર સુધી ભારતના લગભગ 15 શહેરોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય સેનાએ આ બધા હુમલાઓને નિષ્ફળ બનાવ્યા છે.


