Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શું ભારતમાં હવે WhatsApp બંધ થઇ જશે..? વાંચો સરકારે શું કહ્યું..

WhatsApp : શું ભારતમાં વોટ્સએપ બંધ થશે? સંસદમાં કોંગ્રેસના સાંસદ દ્વારા પૂછવામાં આવેલા આ પ્રશ્નનો સરકારે જવાબ આપ્યો છે. કેન્દ્રનું કહેવું છે કે અત્યાર સુધી આ અંગે વોટ્સએપ (WhatsApp) કે તેની પેરેન્ટ કંપની મેટા દ્વારા કંઈ કહેવામાં આવ્યું નથી. તમને...
શું ભારતમાં હવે whatsapp બંધ થઇ જશે    વાંચો સરકારે શું કહ્યું
Advertisement

WhatsApp : શું ભારતમાં વોટ્સએપ બંધ થશે? સંસદમાં કોંગ્રેસના સાંસદ દ્વારા પૂછવામાં આવેલા આ પ્રશ્નનો સરકારે જવાબ આપ્યો છે. કેન્દ્રનું કહેવું છે કે અત્યાર સુધી આ અંગે વોટ્સએપ (WhatsApp) કે તેની પેરેન્ટ કંપની મેટા દ્વારા કંઈ કહેવામાં આવ્યું નથી. તમને જણાવી દઈએ કે આ પહેલા વોટ્સએપે દિલ્હી હાઈકોર્ટને કહ્યું હતું કે જો સરકાર તેને મેસેજના એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનને તોડવાનું કહેશે તો તે ભારતમાં કામ કરવાનું બંધ કરી દેશે. ભારતના IT મંત્રી અશ્વિની વૈષ્ણવે પુષ્ટિ કરી છે કે WhatsApp અથવા તેની મૂળ કંપની Meta ભારતમાં તેની સેવાઓ બંધ કરવાની કોઈ યોજના નથી.

આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે જવાબ આપ્યો

Advertisement

રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ વિવેખ તંખાએ મેસેજિંગ સર્વિસના કામકાજને લગતો પ્રશ્ન પૂછ્યો હતો. IT મંત્રી અશ્વિની વૈષ્ણવે એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે WhatsApp કે Meta બંનેએ ભારતમાં કામકાજ બંધ કરવાના કોઈ ઈરાદા વિશે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (MEITY) મંત્રાલયને જાણ કરી નથી. તંખાના પ્રશ્નને એવી આશંકાથી બળ મળ્યું હતું હતું કે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ, 2000ની કલમ 69a હેઠળ વપરાશકર્તાઓની વિગતો શેર કરવાની આવશ્યકતા ધરાવતા સરકારી નિર્દેશોને કારણે WhatsApp બંધ કરવાનું વિચારી શકે છે.

Advertisement

આ પણ વાંચો-----JIO લાવશે વધુ એક ક્રાંતિ, હવે વીજળી માટે નહીં ચૂકવવું પડે બિલ

આ પણ વાંચો----વખુ એકવાર Elon Musk એ Meta ના માલિકને MMA Fight માટે આપ્યો પડકાર!

આ પણ વાંચો---Elon Musk Son Death: એલન મસ્કે તેમના દીકરા Xavier ને કેમ મૃતક જાહેર કર્યો?

આ પણ વાંચો---PLAY STORE માંથી હવે FAKE અને બિનજરૂરી APPS થશે દૂર

Tags :
Advertisement

.

×