PoKમાં વિરોધ પ્રદર્શન મામલે ભારતની આકરી પ્રતિક્રિયા, પાકિસ્તાનના દમનકારી નીતિનું પરિણામ!
- PoK Protests:PoK ના અનેક વિસ્તારોમાં ભારે વિરોધ પ્રદર્શન
- PoKમાં ચાલી રહેલા વિરોધ મામલે ભારતે પાકિસ્તાન પર કર્યા પ્રહાર
- પાકિસ્તાનની દમનકારી નીતિઓને કારણે જ વિરોધ પ્રદર્શન
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ના અનેક વિસ્તારોમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અને પાકિસ્તાની સરકાર અને સેનાની ક્રૂરતા પર ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે. ભારતે સ્પષ્ટ કહ્યું છે કે PoKની વર્તમાન સ્થિતિથી વાકેફ છે અને પાકિસ્તાનની દમનકારી નીતિઓને કારણે જ આવા વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે.વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું, "અમે પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરના ઘણા વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન અને નિર્દોષ નાગરિકો પર પાકિસ્તાની સેના તરફથી કરવામાં આવેલી ક્રૂરતાના અહેવાલો જોયા છે."
PoK Protests: pok મામલે ભારતે પાકિસ્તાન પર કર્યા આકરા પ્રહાર
પ્રવક્તાએ વધુમાં કહ્યું કે, "અમે માનીએ છીએ કે આ પાકિસ્તાનના દમનકારી દૃષ્ટિકોણ અને તે વિસ્તારોમાંથી સંસાધનોની વ્યવસ્થિત લૂંટનું પરિણામ છે, જેના પર તેણે બળજબરીથી ગેરકાયદેસર કબજો જમાવ્યો છે."જયસ્વાલે ભારપૂર્વક જણાવ્યું કે પાકિસ્તાનને તેના ભયાવહ માનવાધિકાર ઉલ્લંઘનો માટે જવાબદાર ઠેરવવું જોઈએ.
#WATCH | Delhi | MEA Official Spokesperson Randhir Jaiswal says, "We have seen reports on protests in several areas of Pakistan-occupied Jammu & Kashmir, including brutalities by Pakistani forces on innocent civilians. We believe that it is a natural consequence of Pakistan’s… pic.twitter.com/KGrMfVrwE3
— ANI (@ANI) October 3, 2025
PoK Protests: ભારતે પાકિસ્તાન સરકાર અને સેનાની નીતિ પર પ્રહાર કર્યા
PoK માં લોકો છેલ્લા ઘણા દિવસોથી શહબાઝ શરીફ સરકાર અને આસિમ મુનીરની સેના વિરુદ્ધ મોટા પાયે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અવામી એક્શન કમિટી (AAC) ની આગેવાની હેઠળ મુઝફ્ફરાબાદ, મીરપુર, કોટલી અને નીલમ ઘાટી સહિત ઘણા જિલ્લાઓમાં હજારો લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. આ પ્રદર્શનોને કારણે ઘણા વિસ્તારોમાં દુકાનો બંધ રહી, પરિવહન ઠપ થઈ ગયું અને જનજીવન થંભી ગયું છે. ગુસ્સે ભરાયેલા લોકો 'ઇન્કલાબ આવશે, કાશ્મીર અમારું છે' જેવા સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.
પ્રદર્શન દરમિયાન પોલીસની ગોળીથી 12 લોકોના મોત થયા છે, જેના કારણે વિરોધની આગ પાકિસ્તાનના અન્ય ભાગોમાં પણ ફેલાઈ છે. પ્રદર્શનકારીઓની મુખ્ય માંગણીઓમાં વીજળીના દરોમાં ઘટાડો, ઘઉં અને અન્ય જરૂરી ચીજવસ્તુઓ પર સબસિડી અને સ્થાનિક આવક પર નિયંત્રણનો સમાવેશ થાય છે. સરકારે AACની 38 માગણીઓ માનવાનો ઇનકાર કરતાં વિરોધ શરૂ થયો હતો.
આ પણ વાંચો: TVKના વડા અને અભિનેતા વિજયની કરૂર રેલીમાં ભાગદોડની CBI તપાસની માંગ હાઈકોર્ટે ફગાવી


