શિયાળામાં આ ઘરગથ્થુ ઉપાયથી પાચનક્રિયાને મજબૂત કરી શકો છો
Indigestion in Winter : Digestion ને જાળવવા માટે કરો આ વસ્તુઓ
11:37 PM Nov 18, 2024 IST
|
Aviraj Bagda
Indigestion in Winter : ભારતમાં શિયાળાએ જોર પકડ્યું છે. તો શિયાળો ભારતીયો માટે ખુબ જ ફાયદાકાર સાબિત થાય છે. કારણ કે... ભારતીયો વિવિધ વાનગીઓ ખાવાના શોખીન હોય છે. અને શિયાળામાં ખોરાક વધુ લેવાનો આગ્રહ ભારતીયોમાં પહેલાથી રહ્યો છે. દરરોજ ભારતીયોના ઘરમાં શિયાળા પાકની વાનગીઓ તૈયાર થાય છે. પરંતુ આ ખોરાકને પચાવવા માટે એક સખ્ત અને તંદુરસ્ત Digestion હોવું જરૂરી છે. તો Digestion માં સુધારવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
ખાવાનો સોડા રેસીપી
- જો તમને ખોરાક ખાધા પછી પેટનું ફૂલવું, અપચો અથવા ગેસની સમસ્યા હોય, તો બેકિંગ સોડાનો ઉપયોગ કરવો જોઈએ. આ માટે અડધી ચમચી ખાવાનો સોડાને લગભગ 118 મિલી હૂંફાળું પાણીમાં ઉમેરીને પી શકો છો. આનાથી થોડા સમયમાં રાહત મળે છે. જોકે, આ ઉપાયનું વધુ પડતું સેવન ન કરવું જોઈએ અને બાળકો પર આ ઉપાય કામમાં લેવો નહીં.
મેથીના દાણાનો ઉપાય
- મેથીના દાણા અપચો માટે ખૂબ જ ઉપયોગી છે. પેટમાં ગેસ, ઉબકા આવવાની સાથે પેટનું ફૂલવું જેવી સમસ્યાઓથી રાહત મેળવવા માટે એક ચમચી મેથીના દાણાને વાટીને તેને પાણીમાં નાખીને ઓછામાં ઓછા 10 મિનિટ સુધી ઉકાળો. ગાળ્યા પછી તેને થોડું ઠંડુ થવા દો અને જ્યારે પાણી હૂંફાળું રહે ત્યારે તેને પી શકો છો.
આદુ પણ ફાયદાકારક છે
- આદુ Digestion સંબંધી સમસ્યાઓથી રાહત મેળવવામાં પણ ફાયદાકારક છે. શિયાળામાં શરીરને ગરમ રાખવામાં પણ મદદ કરે છે. જો ખોરાક ખાધા પછી પેટ ભારે લાગે અને દુખાવો થતો હોય. તો આદુનો એક નાનો ટુકડો દોઢ કપ પાણીમાં ઉકાળાને પી શકો છો. તેમાં થોડું મધ અને લીંબુ પણ ઉમેરી શકાય છે.
Digestion ને જાળવવા માટે કરો આ વસ્તુઓ
- ઓછું પાણી પીવાથી Digestion સંબંધી સમસ્યાઓ પણ થઈ શકે છે. તેથી શરીરની જરૂરિયાત મુજબ પાણી પીતા રહો. આ સિવાય જમ્યા પછી 20 મિનિટ ચાલવું જોઈએ, જો તમે આ કરી શકતા નથી, તો જમ્યા પછી થોડી વાર વજ્રાસનમાં બેસી જાઓ, તેનાથી પણ ભોજન પચવામાં મદદ મળે છે. જમતા પહેલા અને પછી પાણી પીવાનું ટાળો. જો તમને Digestion સંબંધી સમસ્યા હોય તો વધારે ભારે ખોરાક ન ખાવો.
આ પણ વાંચો: રાત્રે સૂતી વખતે સમાસ્યા રહે છે, મન અશાંત રહે છે, તો સૂતા પહેલા આ કરો
Next Article