IndiGo ફ્લાઇટમાં ફ્યુઅલ લીકેજ, વારાણસીમાં 166 મુસાફરો સાથે ઇમરજન્સી લેન્ડિંગ
- IndiGo ફ્લાઇટમાં ફ્યુઅલ લીકેજ થતા અફરાતફરી મચી
- ક્રૂ મેમ્બરની સજાગતાથી મોટી દુર્ઘટના ટળી
- કોલકાતાથી શ્રીનગર જઈ રહેલી ઇન્ડિગો થયું ફ્યુઅલ લીકેજ
કોલકાતાથી શ્રીનગર જઈ રહેલી ઇન્ડિગો એરલાઇન્સની (IndiGo )એક ફ્લાઇટમાં ફ્યુઅલ લીકેજ જોવા મળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફ્લાઇટના ક્રૂએ તાત્કાલિક નજીકના વારાણસી એરપોર્ટના એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ને જાણ કરી અને ઇમરજન્સી લેન્ડિંગની પરવાનગી માંગી હતી. લીલી ઝંડી મળતાં, વિમાને સુરક્ષિત રીતે ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું.
#BREAKING IndiGo Flight 6E-6961 from Kolkata to Srinagar made an emergency landing at Lal Bahadur Shastri International Airport, Varanasi, Uttar Pradesh, due to a fuel leak. All 166 passengers and crew were safely evacuated. Airport authorities are investigating the incident. The… pic.twitter.com/NvPQDoBVcC
— IANS (@ians_india) October 22, 2025
IndiGo એરલાઇન્સની ફ્લાઇટમાં ફ્યુઅલ લીકેજ થતા અફરાતફરી મચી
નોંધનીય છે કે ઇન્ડિગો ફ્લાઇટ નંબર 6E-551, જેમાં આશરે 166 મુસાફરો સવાર હતા, તે કોલકાતાથી શ્રીનગર માટે રવાના થઈ હતી. મધ્ય આકાશમાં ક્રૂને વિમાનમાં ફ્યુઅલ લીકેજની જાણ થતાં તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પરિસ્થિતિની ગંભીરતાને ઓળખીને, પાયલટે પ્રોટોકોલ મુજબ નજીકના વારાણસી એરપોર્ટ પર ATC ને જાણ કરી હતી.ATC એ કોઈ વિલંબ કર્યા વિના તાત્કાલિક લેન્ડિંગની પરવાનગી આપી, અને વિમાન સલામતી પ્રોટોકોલનું સખત પાલન કરીને વારાણસીમાં સુરક્ષિત રીતે ઉતર્યું. અચાનક ઇમરજન્સી લેન્ડિંગની જાહેરાત થતાં અને પ્લેન લેન્ડિંગની માહિતી મળતાં મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો.
IndiGo ફ્લાઇટમાં ફ્યુઅલ લીકેજ થતા ઇમરજન્સી લેન્ડિંગ
ઉલ્લેખનીય છે કે ઇન્ડોગો ફલાઇટની વારાસણીમાં ઇમરજન્સી લેન્ડિંગ પછી તાત્કાલિક મુસાફરોને વિમાનમાંથી ખાલી કરાવવામાં આવ્યા હતા. રાહતની વાત એ છે કે બોર્ડમાં રહેલા તમામ 166 મુસાફરો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.ઇમરજન્સી લેન્ડિંગ બાદ, વિમાનને સલામતી તપાસ અને સમારકામ માટે એરપોર્ટના એપ્રોન (પાર્કિંગ એરિયા) પર લગભગ બે કલાક માટે પાર્ક કરવામાં આવ્યું હતું. એરલાઇન્સ કંપની દ્વારા મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન શ્રીનગર સુધી પહોંચાડવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઘટનાએ એરલાઇન્સમાં સલામતીના પ્રોટોકોલનું મહત્ત્વ ફરી એકવાર સાબિત કર્યું છે.
આ પણ વાંચો: RJD ઉમેદવારની ધરપકડથી રાજકીય તાપમાન વધ્યું, ઝારખંડ પોલીસની કાર્યવાહીથી ગઠબંધનમાં વધ્યા મતભેદ


