અમેરિકાના મિસિસિપીની સ્કૂલમાં અંધાધૂંધ ગોળીબાર, 4 લોકોના મોત, 12થી વધુ ઘાયલ
- અમેરિકાના Mississippi માં એક સ્કૂલમાં ગોળીબાર
- આ ગોળીબારમાં 4 લોકોના મોત,12 ઘાયલ
- 4 લોકોની હાલત અતિ ગંભીર થતા હોસ્પિટલમાં ખસેડાયા
અમેરિકાના Mississippi માં એક હાઇસ્કૂલમાં ગોળીબારની (Mississippi Shooting) ઘટના બની છે. અજાણ્યા શખ્સે અંધાધૂંધ ગોળીબાર કરી હતી જેમાં ચાર લોકોના મોત થયા છે અને 12થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાંથી ચારને હેલિકોપ્ટર દ્વારા સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. શહેરના મેયર જોન લીએ જણાવ્યું હતું કે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. આ અંધાધૂંધ ગોળીબારમાં જે લોકો માર્યા ગયા છે તેમની ઓળખ કરવામાં આવી રહી છે.પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે..મિસિસિપીમાં પોલીસ 18 વર્ષીય ટાયલર જારોડ ગુડલોની શોધ કરી રહી છે;
અમેરિકાના Mississippi ની એક સ્કૂલમાં ગોળીબાર
અહેવાલ મુજબ મેયર જોન લીએ જણાવ્યું હતું કે ગોળીબાર મધ્યરાત્રિની આસપાસ થયો હતો, અને ચાર ઘાયલોને સ્થાનિક હોસ્પિટલોમાં એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. મિસિસિપીના સેનેટર ડેરિક સિમોન્સે જણાવ્યું હતું કે ગોળીબારમાં ચાર લોકો માર્યા ગયા હતા અને એક ડઝનથી વધુ ઘાયલ થયા હતા. સિમોન્સના જણાવ્યા અનુસાર, ગોળીબારમાં કુલ 20 લોકોને ગોળી વાગી હતી. મૃતકોની હજુ સુધી ઓળખ થઈ નથી, અને કોઈ શંકાસ્પદ વ્યક્તિની ઓળખ થઈ નથી.
અમેરિકાના Mississippi પોલીસે તપાસ હાથ ધરી
મિસિસિપી ડિપાર્ટમેન્ટ ઓફ પોલીસ (MDPS) ના પ્રવક્તા બેઇલી માર્ટિને જણાવ્યું હતું કે મિસિસિપી બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (MBI) તપાસમાં લેલેન્ડ પોલીસને સહકાર આપશે. આ ગોળીબાર મિસિસિપીના લેલેન્ડ નામના નાના શહેરમાં થયો હતો, જે વોશિંગ્ટન કાઉન્ટીનું એક નાનું શહેર છે, જેની વસ્તી 4000 છે.


