INDONESIA માં 280 મુસાફરો ભરેલા જહાજમાં ભીષણ આગ, લોકો જીવ બચાવવા દરિયામાં કૂદ્યા
- ઇન્ડોનેશિયામાં પ્રવાસી જહાજમાં ભીષણ આગ
- પોતાનો જીવ બચાવવા મુસાફરો પાણીમાં કુદી પડ્યા
- બચાવ માટે આસપાસના જહાજો પણ પહોંચ્યા
INDONESIA : ઇન્ડોનેશિયા (INDONESIA) માં એક જહાજમાં (SHIP FIRE) ભીષણ આગ લાગી હોવાનું સામે આવ્યું છે. ભીષણ આગ લાગ્યા પછી વહાણમાં અરાજકતા ફેલાઈ ગઈ છે અને લોકો પોતાને બચાવવા માટે દરિયામાં કૂદી પડ્યા છે. આ ઘટના ઉત્તર સુલાવેસીના તાલિસ આઇલેન્ડ નજીક બાર્સેલોના ખાતે નોંધવામાં આવી હતી. સુત્રોએ જણાવ્યું કે, આ ઘટનામાં 150 મુસાફરોને બચાવી લેવામાં સફળતા મળી છે. જ્યારે ત્રણના મોત નીપજ્યા છે.
દરિયામાં શોધખોળ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે
સુત્રોએ જણાવ્યું કે, જહાજમાં 280 થી વધુ લોકો સવાર હતા. ભીષણ આગને કારણે મુસાફરો ગભરાયેલા દેખાતા હતા. વહાણમાં બાળકો પણ હતા. કેટલાક લોકો આગથી બચવા માટે દરિયામાં કૂદકા મારતા જોઈ શકાય છે. ઘટના બાદ દરિયામાં શોધખોળ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. દરિયામાંથી લોકોને બચાવવા માટે મોટા પાયે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
નજીકના જહાજોએ પણ મદદ કરી રહ્યા છે
શોધ અને બચાવ કાર્યાલયના વડા જોર્જ લીઓ મર્સી રાન્ડાંગે જણાવ્યું હતું કે, આ ઘટના ઉત્તર મિનાહાસામાં તાલિસેય પાણી પાસે બની હતી. ટીમ ફસાયેલા લોકોને બચાવવા અને બહાર કાઢવાનું કામ કરી રહી છે. શોધ અને બચાવ જહાજો તેમજ માછીમારોને મદદ માટે બોલાવવામાં આવ્યા હતા. નજીકના જહાજોએ પણ મદદ કરી રહ્યા છે.
જહાજમાં આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી
આ આગના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આગ એટલી ભયંકર હતી કે થોડી જ વારમાં લગભગ આખું જહાજ બળીને ખાખ થઈ ગયું. લોકો ડરથી રડી રહ્યા હતા અને મદદ માટે આજીજી કરી રહ્યા હતા. જહાજમાં આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક અધિકારીએ પુષ્ટિ આપી છે કે બચાવ કામગીરી માટે KM બાર્સેલોના III, KM વેનેશિયન અને KM કેન્ટિકા લેસ્ટારી 9F જહાજો સ્થળ પર મોકલવામાં આવ્યા છે. આ સાથે, માછીમારી બોટ અને સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો ---- SLEEPING PRINCE નું નિધન, 20 વર્ષ કોમામાં રહ્યા બાદ આજે લીધા અંતિમ શ્વાસ


