Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot ભાજપમાં આંતરિખ વિવાદ, MLA દર્શિતા શાહને લઈને મેયરે કર્યા ચોંકાવનારા દાવા

Rajkot : ધારાસભ્ય દર્શિતા શાહે આમંત્રણમાં ખાલી પોતાનો નામનો ઉલ્લેખ કરવા કહ્યું હોવાનોમેયરનો દાવો,અન્ય ધારાસભ્યોના નામ ન
rajkot ભાજપમાં આંતરિખ વિવાદ  mla દર્શિતા શાહને લઈને મેયરે કર્યા ચોંકાવનારા દાવા
Advertisement
  • Rajkot ભાજપમાં ફરી આંતરિક ડખ્ખો ફરી એકવાર સામે આવ્યો
  • મેયર નયના પેઢડીયા અને ધારાસભ્ય દર્શિતા શાહ વચ્ચે થઈ તું તું મેં મેં
  • દિવાળી કાર્નિવલના આમંત્રણમાં ધારાસભ્યોના નામને લઈને થઈ બોલાચાલી
  • ધારાસભ્ય દર્શિતા શાહે આમંત્રણમાં ખાલી પોતાનો નામનો ઉલ્લેખ કરવા કહ્યું હોવાનોમેયરનો દાવો,અન્ય ધારાસભ્યોના નામ ન
  • લખવા દર્શિતા શાહે કહ્યું:મેયર ધારાસભ્યએ મેયરને તું તારી કરી હોવાનો મેયરે કર્યો દાવો
  • દિવાળી કાર્નિવલ રાજકોટ શહેરનો કાર્યક્રમ છતાં ધારાસભ્ય ની જીદ કે મારું એકનું જ નામ લખો

Rajkot : રાજકોટ શહેરના મેયર અને ભાજપના ધારાસભ્ય દર્શિતા શાહ વચ્ચે એક દિવાળી ટાણે યોજાઈ રહેલા કાર્નિવલના આમંત્રણને લઈને વિવાદ થયો હતો. આ વિવાદના કારણે રાજકોટ ભાજપમાં રહેલા આંતરિક વિવાદને લઈને ચર્ચા તેજ થઈ છે. આ બાબતે રાજકોટમાં ભાજપમાં ફરીથી આંતરિક ડખ્ખો થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. આ પહેલા બે ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે છૂટાહાથની મારામારીનો વીડિયો સામે આવતા ગુજરાત ભાજપમાં બધુ યોગ્ય ન ચાલતું હોવાની વાતો વહેંતી થઈ હતી. તો એક વખત ફરીથી રાજકોટ ભાજપમાં આંતરિક ડખ્ખો સપાટી ઉપર આવી ગયો છે. આ આંતરિક ડખ્ખાના કારણે રાજકોટ મેયર નયના પેઢડીયા અને ધારાસભ્ય દર્શિતા શાહ વચ્ચે બોલાચાલી થઈ છે.

આમંત્રણને લઈને વિવાદ સપાટી ઉપર આવ્યો

Advertisement

મળી રહેલી માહિતી અનુસાર, રાજકોટમાં યોજાવા જઈ રહેલ દિવાળી કાર્નિવલમાં આમંત્રણને લઈને ભાજપમાં રહેલો આંતરિક વિવાદ સપાટી ઉપર તરી આવ્યો છે. રાજકોટ મેયર નયના પેઢડીયાએ ચોંકાવનારા આરોપ લગાવતા કહ્યું છે કે, ધારાસભ્ય દર્શિતા શાહે આમંત્રણમાં ખાલી પોતાના નામનો ઉલ્લેખ કરવાનું કહ્યું હતું. તે ઉપરાંત મેયરે દાવો કર્યો કે, દર્શિતા શાહે અન્ય ધારાસભ્યોના નામ ન લખવા માટે પણ કહ્યું હતું.

Advertisement

દર્શિતા શાહ અને મેયર નયના વચ્ચે બબાલ

આ બાબતે મેયર નયના પેઢડીયા અને ધારાસભ્ય દર્શિતા શાહ વચ્ચે જોરદાર તું-તું મેં-મેં જામી હતી. આ બંને વચ્ચે થયેલી બોલાચાલીના કારણે જ રાજકોટ ભાજપમાં પોતાના કદને મોટું કરવા માટે ભાજપના નેતાઓ અવનવા તકડમો કરી રહ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે. દિવાળી કાર્નિવલ રાજકોટ શહેરનો કાર્યક્રમ હોવા છતાં ધારાસભ્યે એકમાત્ર પોતાનું જ નામ લખવાની જીદ કરી હતી. આમ પોતાનું નામ મોટું કરવાને લઈને અન્ય ભાજપના નેતાઓને અવગણવા માટે મેયરને સીધા ઓર્ડર આપી દીધા હતા.

Rajkot ભાજપમાં નેતાઓ વચ્ચે ગળાકાપ સ્પર્ધા

આમ આ ઘટના દર્શાવે છે કે, રાજકોટ ભાજપના નેતાઓમાં અંદરખાને આગ સળગી રહી છે. એકબીજાથી આગળ નિકળવાની સ્પર્ધા ખુબ જ વધી ગઈ હોવાનું દેખાઈ રહ્યું છે. તેથી ધારાસભ્યય દર્શિતા શાહે શહેરના મેયર સાથે પણ જીભાજોડી કરવામાં જરાપણ પાછી પાની કરી નહતી.

આ પણ વાંચો- Valsad : ઓનર કિલિંગની ઘટનાથી ચકચાર, ડબલ મર્ડરનો પોલીસે ઉકેલ્યો ભેદ

Tags :
Advertisement

.

×