Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

INTERNATIONAL YOGA DAY : દિલ્હીથી લઇને ન્યુયોર્ક સુધી વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી

INTERNATIONAL YOGA DAY : ભારતીય સંસ્કૃતિ આપણને શીખવે છે - સર્વે ભવન્તુ સુખિનઃ, જેનો અર્થ છે કે બધાનું કલ્યાણ એ મારું કર્તવ્ય છે
international yoga day   દિલ્હીથી લઇને ન્યુયોર્ક સુધી વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી
Advertisement
  • ભારતે દુનિયાને આંતરરાષ્ટ્રીય યોગા દિવસની ભેંટ આપી
  • આજે 11 માં વર્ષે દુનિયાભરના દેશો યોગ દિવસની ઉજવણીમાં જોડાયા
  • જળ અને જમીન પર યોગ કરીને વિશ્વને અનોખો સંદેશો પાઠવવામાં આવ્યો

INTERNATIONAL YOGA DAY : સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની (INTERNATIONAL YOGA DAY) ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ભારતથી લઈને અમેરિકા સુધીના તમામ દેશોમાં લોકો તંદુરસ્તી અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ સાથે યોગ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM NARENDRA MODI) એ વિશાખાપટ્ટનમથી યોગ દિવસનું નેતૃત્વ કર્યું છે. તેમની સાથે ત્રણ લાખ લોકો યોગમાં જોડાયા છે. વિશ્વના વિવિધ ભાગોમાં યોગ માટે અલગ અલગ સ્થળો પસંદ કરવામાં આવ્યા છે. સાધકો દ્વારા યોગ કરીને સમગ્ર વિશ્વને એકતાનો સંદેશ પણ આપવામાં આવી રહ્યો છે. એકલા ભારતમાં જ લોકોએ 3.5 લાખથી વધુ સ્થળોએ સામૂહિક કાર્યક્રમોમાં યોગ કર્યા છે.

યોગ આપણને શાંતિની દિશા આપે છે

યોગ દિવસ નિમિત્તે પીએમ મોદીએ કહ્યું, "જ્યારે કોઈ વ્યક્તિ પોતાના હિતોથી ઉપર રહીને સમાજ વિશે વિચારે છે, ત્યારે જ સમગ્ર માનવતાનું ભલું થાય છે. ભારતીય સંસ્કૃતિ આપણને શીખવે છે - સર્વે ભવન્તુ સુખિનઃ, જેનો અર્થ છે કે બધાનું કલ્યાણ એ મારું કર્તવ્ય છે. હું થી આપણે સુધીની યાત્રા સેવા, સમર્પણ અને સહઅસ્તિત્વનો આધાર છે. વિશ્વ કોઈને કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યું છે. ઘણા ક્ષેત્રોમાં શાંતિ અને અસ્થિરતા ફેલાઈ રહી છે. આવી સ્થિતિમાં, યોગ મોટી ભૂમિકા ભજવે છે. યોગ આપણને શાંતિની દિશા આપે છે."

Advertisement

આજે હું દરેક જગ્યાએ યોગનું વાતાવરણ જોઈ શકું છું

અભિનેતા અનુપમ ખેરે (ANUPAM KHER) ટાઇમ્સ સ્ક્વેરના સહયોગથી CGI ન્યૂ યોર્ક દ્વારા આયોજિત યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે કહ્યું, " 11 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત સ્થળ ટાઇમ્સ સ્ક્વેરમાં આવીને મને ખૂબ આનંદ થઈ રહ્યો છે. આની શરૂઆત આપણા લોકલાડીલા પ્રધાનમંત્રીએ 11 વર્ષ પહેલાં કરી હતી. મારા દાદા યોગ શિક્ષક હતા. તેથી મેં આખી જિંદગી તે જોયું છે. હું યોગનો અભ્યાસ કરું છું, અને આજે હું દરેક જગ્યાએ યોગનું વાતાવરણ જોઈ શકું છું. આ ફક્ત શારીરિક સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ સંદેશ છે."

Advertisement

INS પર યોગ

આંધ્રપ્રદેશના INS વિશાખાપટ્ટનમ કિનારે ભારતીય નૌકાદળના જવાનોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. પૂર્વીય નૌકાદળ કમાન્ડના 11,000 થી વધુ જવાનો અને તેમના પરિવારના સભ્યોએ પ્રધાનમંત્રીના કાર્યક્રમ સમયે યોગ કર્યા હતા. આ નૌકાદળના સહભાગીઓ 30 કિમી લાંબા આરકે બીચ પર લગભગ 10 એન્ક્લોઝરમાં હાજર હતા. આ ઐતિહાસિક ઘટના છે. આ રીતે વિશાખાપટ્ટનમના દરિયાકાંઠે લંગર કરાયેલા ભારતીય નૌકાદળના જહાજો પર પણ યોગનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

મોરેશિયસમાં INS Teg પર યોગ

મોરેશિયસની રાજધાની પોર્ટ લુઇસમાં ભારતના સ્ટીલ્થ ફ્રિગેટ 'INS Teg' પર યોગ કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દરમિયાન ભાગ લેવા ઉપરાંત જહાજ અન્ય કાર્યક્રમોમાં પણ ભાગ લેશે. આ મુલાકાત દરમિયાન (19-22 જૂન), ભારતીય નૌકાદળ, મોરેશિયસ એનસીજી અને ભારતીય ડાયસ્પોરાના સભ્યોએ "જહાજ પર સંયુક્ત યોગ સત્ર" સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી.

આ પણ વાંચો --- OPERATION SINDHU : ઇરાને ખાસ ભારત માટે એરસ્પેસ ખોલ્યું, કૂટનીતિક મોરચે જલવો બરકરાર

Tags :
Advertisement

.

×