Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IPL Auction 2025:ભારતીય ફાસ્ટ બોલર્સ માટે ટીમોએ ખોલી તિજોરી, આટલા કરોડમાં ખરીદયા

IPL Auctionબીજો દિવસે બોલર્સનો બોલબાલા દિલ્હીની ટીમે આરટીએમ કાર્ડનો ઉપયોગ કર્યો મુકેશ કુમાર ફરી દિલ્હીની ટીમમાં સામેલ   IPL Mega Auction:ઇંડિયન પ્રીમિયર લીગમાં 2025 માટે આજે મેગા ઓક્શન(IPL Mega Auction)નો બીજો દિવસ છે. આજે ટીમોને ઓછા પર્સમાં વધારે અને...
ipl auction 2025 ભારતીય ફાસ્ટ બોલર્સ માટે ટીમોએ ખોલી તિજોરી  આટલા કરોડમાં ખરીદયા
Advertisement
  • IPL Auctionબીજો દિવસે બોલર્સનો બોલબાલા
  • દિલ્હીની ટીમે આરટીએમ કાર્ડનો ઉપયોગ કર્યો
  • મુકેશ કુમાર ફરી દિલ્હીની ટીમમાં સામેલ

IPL Mega Auction:ઇંડિયન પ્રીમિયર લીગમાં 2025 માટે આજે મેગા ઓક્શન(IPL Mega Auction)નો બીજો દિવસ છે. આજે ટીમોને ઓછા પર્સમાં વધારે અને સ્માર્ટ ખરીદી કરવાની રહેશે. આજે ભારતીય મૂળના કેટલાક ક્રિકેટર્સ પર ખાસ નજર રહેશે. કૃણાલ પંડ્યા, વોશિંગ્ટન સુંદર, દિપક ચહર જેવા ક્રિકેટર્સ આજે ઓક્શનમાં ભાગ લેનાર ખેલાડીઓ પર સૌની નજર હતી. કેટલાક દિગ્ગજ ખેલાડીઓ અનસોલ્ડ રહ્યા હતા. કેન વિલિયમસન, ગ્લેન ફિલિપ્સ, અજિંક્ય રહાણે, મયંક અગ્રવાલ, પૃથ્વી શો, શાર્દૂલ ઠાકુર, ડેરીલ મિચેલ, કે. એસ. ભરત જેવા ખેલાડીઓ અનસોલ્ડ રહેતા ક્રિકેટ પ્રેમીઓને નવાઈ લાગી હતી.

Advertisement

ભારતીય ફાસ્ટ બોલર્સની બોલબાલા

જયારે આજના ઓકશનમાં ભારતીય ફાસ્ટ બોલર્સની બોલબાલા રહી હતી. જેમાં ફાસ્ટ બોલર મુકેશ કુમાર ફરી દિલ્હીની ટીમમાં સામેલ થયો છે. મુકેશને દિલ્હી કેપિટલ્સએ રૂ. 8 કરોડમાં ખરીદ્યો છે. તેની બેઝ પ્રાઈઝ રૂ. 2 કરોડ હતી. મુકેશને ખરીદવા માટે દિલ્હીની ટીમે આરટીએમ કાર્ડનો ઉપયોગ કર્યો હતો. જયારે આકાશ દીપને લખનૌ સુપર જાયન્ટ્સએ રૂ. 8 કરોડમાં ખરીદ્યો છે.

Advertisement

ભારતીય ફાસ્ટ બોલરનો ચમક્યા

તેમજ ભારતીય ફાસ્ટ બોલર દિપક ચહરને મુંબઈ ઇન્ડિયન્સએ રૂ. 9.25 કરોડમાં ખરીદ્યો છે. દિપકની બેઝ પ્રાઈઝ રૂ. 2 કરોડ હતી. આ સાથે જ ભુવનેશ્વર કુમારને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ રૂ. 10.75 કરોડમાં ખરીદ્યો છે. ભુવીની બેઝ પ્રાઈઝ રૂ. 2 કરોડ હતી.

પહેલા દિવસે 3 ખેલાડીઓ પર પૈસાનો વરસાદ

ઓક્શનના પહેલા દિવસે 3 ખેલાડીઓ પર એટલા પૈસા વરસ્યા કે IPL ઈતિહાસના તમામ રેકોર્ડ તૂટી ગયા. જેમાં ઋષભ પંત, મિડલ ઓર્ડર બેટર શ્રેયસ અય્યર અને ઓલરાઉન્ડર વેંકટેશ અય્યરનો સમાવેશ થાય છે. પંતને લખનૌ સુપર જાયન્ટ્સએ રૂ. 27 કરોડની બોલી લગાવીને ખરીદ્યો હતો. આ રીતે પંત IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે.
આજે ભારતીય ફાસ્ટ બોલર્સની બોલબાલા રહી

જો ગઈકાલના ઓક્શનની વાત કરીએ તો પ્રસિદ્ધ કૃષ્ણને ગુજરાત ટાઇટન્સએ રૂ. 9.5 કરોડમાં ખરીદ્યો હતો. જયારે અવેશ ખાનને લખનઉ સુપર જાયન્ટ્સએ રૂ. 9.75 કરોડમાં, ખલીલ અહેમદને ચેન્નઈ સુપર કિંગ્સએ રૂ. 4.8 કરોડમાં, ટી.નટરાજનને રૂ. 10.75 કરોડમાં દિલ્હી કેપિટલ્સએ ખરીદ્યો હતો, તેમજ હર્ષલ પટેલને રૂ. 8 કરોડમાં સનરાઇઝર્સ હૈદરાબાદએ ખરીદ્યો હતો.

Tags :
Advertisement

.

×