Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IPL2025: શું ફરી બનશે વિરાટ કોહલી RCBનો કેપ્ટન! આવ્યુ મોટુ અપડેટ

IPL 2025ની મેગા ઓક્શ શાનદાર યોજાયો RCBની હરાજીમાં રણનીતિ અલગ રહી RCB ટીમની કમાન કોણ સંભાળશે? Virat Kohli RCB Captaincy:IPL 2025ની મેગા ઓક્શનમાં રોયલ ચેલેન્જર્સ (RCB)બેંગ્લોરની રણનીતિ દરેકની સમજની બહાર રહી. RCBએ તેના ઘણા અનુભવી ખેલાડીઓ માટે આરટીએમ કાર્ડનો...
ipl2025  શું ફરી બનશે વિરાટ કોહલી rcbનો કેપ્ટન  આવ્યુ મોટુ અપડેટ
Advertisement
  • IPL 2025ની મેગા ઓક્શ શાનદાર યોજાયો
  • RCBની હરાજીમાં રણનીતિ અલગ રહી
  • RCB ટીમની કમાન કોણ સંભાળશે?

Virat Kohli RCB Captaincy:IPL 2025ની મેગા ઓક્શનમાં રોયલ ચેલેન્જર્સ (RCB)બેંગ્લોરની રણનીતિ દરેકની સમજની બહાર રહી. RCBએ તેના ઘણા અનુભવી ખેલાડીઓ માટે આરટીએમ કાર્ડનો ઉપયોગ કર્યો નથી. મોહમ્મદ સિરાજ, મેક્સવેલ, ફાફ ડુ પ્લેસિસ જેવા ખેલાડીઓને બેંગલુરુએ સરળતાથી છોડી દીધા હતા. આ ઉપરાંત ટીમ મોટા નામો પર સટ્ટો લગાવવાનું ટાળતી જોવા મળી હતી. RCBએ જોશ હેઝલવુડ માટે સૌથી વધુ 12.50 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.

કોહલી હશે RCBનો કેપ્ટન!

આગામી સિઝનમાં RCB ટીમની કમાન કોણ સંભાળશે તે પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે તે મોટા નામોને ટાળતો જોવા મળ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે ફરી એકવાર વિરાટ કોહલી ટીમની બાગડોર (Virat Kohli RCB Captaincy)પોતાના હાથમાં લઈ શકે છે. આવો અમે તમને ત્રણ કારણો જણાવીએ, જે કેપ્ટન કોહલીની વાપસી તરફ ઈશારો કરી રહ્યા છે.

Advertisement

અનુભવી ખેલાડીઓને રિટેન ના કરાયા

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મેગા ઓક્શન પહેલા માત્ર ત્રણ ખેલાડીઓને રિટેન કર્યા હતા. એવું માનવામાં આવતું હતું કે ટીમ હરાજીમાં તેના ઘણા જૂના ખેલાડીઓ માટે આરટીએમ કાર્ડનો ઉપયોગ કરશે. જોકે, RCBએ પોતાની રણનીતિથી બધાને ચોંકાવી દીધા હતા. ટીમે ફાફ ડુ પ્લેસિસ, મોહમ્મદ સિરાજ, મેક્સવેલ, વિલ જેક્સ જેવા ખેલાડીઓને સરળતાથી છોડી દીધા. હવે જો તમે RCBની ટુકડી પર નજર નાખો તો ત્યાં કોઈ એવો ખેલાડી દેખાતો નથી જે ટીમને કમાન આપી શકે. આ કારણે એવું માનવામાં આવે છે કે RCBની કમાન ફરી એકવાર કિંગ કોહલીને સોંપવામાં આવી શકે છે.

Advertisement

આ પણ  વાંચો -NZ vs ENG 1st Test : ચાલુ મેચમાં ચાહકો દોડી આવ્યા, મેદાનમાં લીધી સેલ્ફી અને રમ્યા ક્રિકેટ

મોટા ખેલાડીઓ પર દાવ લગાવ્યો ન હતો

RCB પણ IPL 2025 મેગા ઓક્શનમાં મોટા ખેલાડીઓ પર સટ્ટો લગાવવાનું ટાળતું જોવા મળ્યું હતું. શ્રેયસ અય્યર, ઋષભ પંત, કેએલ રાહુલ જેવા મોટા નામો પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર જરાય દોડતું દેખાતું ન હતું. આરસીબીએ માત્ર ભારતીય પર જ નહીં પરંતુ કોઈ વિદેશી સ્ટાર પર પણ નાણાંનું રોકાણ કરવું જરૂરી નથી માન્યું. RCBએ ફિલ સોલ્ટ, લિયામ લિવિંગ્સ્ટન, જોશ હેઝલવુડ, લુંગી એનગિડી જેવા ખેલાડીઓ પર દાવ લગાવ્યો છે, જેમની પાસે કેપ્ટન બનવાની તક ઓછી છે.

આ પણ  વાંચો -RCB માંથી બહાર થયા બાદ ફાફે વ્યક્ત કર્યું દુઃખ, શેર કરી ઈમોશનલ પોસ્ટ

કોહલીના નામની ચર્ચામાં

મેગા ઓક્શન પહેલા ઘણા એવા અહેવાલો સામે આવ્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે RCBના ટીમ મેનેજમેન્ટે કેપ્ટનશિપને લઈને વિરાટ કોહલી સાથે વાત કરી હતી. એવા અહેવાલો પણ આવ્યા હતા કે વિરાટ ફરીથી સુકાનીપદ સંભાળવા માટે રાજી થઈ ગયો છે. હવે હરાજી બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમને જોતા આ વાત સાચી લાગે છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.

Tags :
Advertisement

.

×