IPL - 2026 ને લઇને સૌથી મોટી અપડેટ, નવેમ્બરમાં પહેલું લિસ્ટ આવશે
- IPL - 2026 ને લઇને ક્રિકબઝ દ્વારા અગત્યની માહિતી શેર કરવામાં આવી છે
- 15 નવેમ્બર સુધીમાં ફ્રેન્ચાઇઝી પાસેથી રીટેન્શન યાદી સબમિટ કરાવાશે
- સ્થાનિક સ્તરે પણ હરાજી યોજવામાં આવે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે
IPL - 2026 Update : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 (IPL - 2026) ની હરાજી ડિસેમ્બર 2025 ના બીજા કે ત્રીજા અઠવાડિયામાં થવાની ધારણા છે. હાલમાં, કામચલાઉ તારીખો 13 થી 15 ડિસેમ્બર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફ્રેન્ચાઇઝ અધિકારીઓએ BCCI સાથે આ તારીખો પર ચર્ચા કરી છે. જો કે, લીગની ગવર્નિંગ કાઉન્સિલે હજુ સુધી શેડ્યૂલ પર અંતિમ નિર્ણય લીધો નથી.
🚨 𝐈𝐏𝐋 𝐀𝐮𝐜𝐭𝐢𝐨𝐧 to be held around December 13-15. November 15 is set to be the deadline for 𝐫𝐞𝐭𝐞𝐧𝐭𝐢𝐨𝐧𝐬 pic.twitter.com/ljZyewTtU5
— Cricbuzz (@cricbuzz) October 10, 2025
આ વખતે હરાજી ભારતમાં યોજાવાની અપેક્ષા છે
ક્રિકબઝના અહેવાલ મુજબ, ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) આ વખતે ભારતમાં હરાજી (IPL - 2026) યોજવાનું વિચારી રહ્યું છે. ફ્રેન્ચાઇઝીઓ પણ માને છે કે, મીની-હરાજી સ્થાનિક સ્તરે થવી જોઈએ. છેલ્લા બે વર્ષની હરાજી વિદેશમાં (2023 માં દુબઈમાં અને 2024 માં જેદ્દાહ, સાઉદી અરેબિયામાં) યોજાઈ હતી.
રીટેન્શન યાદી 15 નવેમ્બર સુધીમાં અંતિમ સ્વરૂપે આવશે
ફ્રેન્ચાઇઝીઓ પાસે 15 નવેમ્બર સુધી તેમના ખેલાડીઓની (IPL - 2026) રીટેન્શન યાદી સબમિટ કરવાનો સમય છે. આ તારીખ સુધીમાં, દરેક ટીમે સૂચવવું પડશે કે, તેઓ કયા ખેલાડીઓને રીટેન્શન કરવા માંગે છે, અને કોને રિલીઝ કરવા માંગે છે. જો કે, હાલની સ્થિતીએ મોટા ફેરફારો અશક્ય છે, પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રાજસ્થાન રોયલ્સ (RR) બે એવી ટીમો છે, જે ગયા સિઝનના ખરાબ પ્રદર્શન પછી નોંધપાત્ર ફેરફારો કરી શકે છે.
કેમેરોન ગ્રીન સૌથી હોટ ખેલાડી બની શકે છે
ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીન (Australian Allrounder Cameron Green) આ હરાજીમાં સૌથી વધુ ચર્ચામાં રહે તેવી શક્યતા છે. તે ઈજાને કારણે પાછલી હરાજીમાં ભાગ લઈ શક્યો ન હતો, પરંતુ આ વખતે ઘણી ટીમો તેને સાઇન કરવા માટે તૈયાર છે.
ડિસેમ્બર 2025માં ફરી ઉત્સાહ વધશે
IPL 2026ની મીની હરાજી નાની હોઈ શકે છે, પરંતુ તે ઘણા મોટા નામોનું નસીબ બદલી શકે છે. જ્યારે BCCIની સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે, ત્યારે એ ચોક્કસ છે કે, ડિસેમ્બર ફરી એકવાર ક્રિકેટ ચાહકો માટે ઉત્સાહનો મહિનો બનશે.
આ પણ વાંચો ----- Asia Cup ફાઇનલમાં Tilak Varma ના જાદુનો શ્રેય સૂર્યકુમાર યાદવે મુંબઈ ઈન્ડિયન્સને આપ્યો


