Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કાર અકસ્માતમાં આ IPSનું મોત, પોતાના પહેલા પોસ્ટિંગ માટે જઇ રહ્યા હતા

કર્ણાટકના હાસન જિલ્લામાં કાર અકસ્માતમાં IPS અધિકારીનું મોત IPS હર્ષ વર્ધન પોતાના પ્રથમ પોસ્ટિંગ માટે હાસન જઇ રહ્યા હતા રસ્તામાં તેમની કારનું ટાયર ફાટી જતાં અકસ્માતમાં થયું મોત હર્ષવર્ધન 2023 બેચના અધિકારી હતા તેમણે પ્રથમ પ્રયાસમાં યુપીએસસી પાસ કરી...
કાર અકસ્માતમાં આ ipsનું મોત  પોતાના પહેલા પોસ્ટિંગ માટે જઇ રહ્યા હતા
Advertisement
  • કર્ણાટકના હાસન જિલ્લામાં કાર અકસ્માતમાં IPS અધિકારીનું મોત
  • IPS હર્ષ વર્ધન પોતાના પ્રથમ પોસ્ટિંગ માટે હાસન જઇ રહ્યા હતા
  • રસ્તામાં તેમની કારનું ટાયર ફાટી જતાં અકસ્માતમાં થયું મોત
  • હર્ષવર્ધન 2023 બેચના અધિકારી હતા
  • તેમણે પ્રથમ પ્રયાસમાં યુપીએસસી પાસ કરી હતી

IPS Officer : કર્ણાટકના હાસન જિલ્લામાં એક કાર અકસ્માતમાં IPS અધિકારી (IPS Officer ) નું મોત થયું છે. મૃતકની ઓળખ પ્રોબેશનરી ઓફિસર હર્ષવર્ધન તરીકે કરવામાં આવી છે, જેઓ તાલીમ પૂર્ણ કર્યા પછી તેમની પ્રથમ પોસ્ટિંગમાં જોડાવા જઈ રહ્યા હતા, પરંતુ હાસન તાલુકાના કિટ્ટને પાસે તેમની કારનું ટાયર ફાટી ગયું હતું અને અકસ્માતમાં તેમનું મોત થયું હતું.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત

કારનું ટાયર ફાટી જતાં સંતુલન ગુમાવવાને કારણે કાર એક ઝાડ અને રોડ કિનારે આવેલા ઘર સાથે અથડાઈ હતી. અકસ્માતમાં ઘવાયેલા હર્ષવર્ધનને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ માથામાં ઈજાના કારણે વધુ પડતું લોહી વહી જવાના કારણે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. અકસ્માતમાં તેના ડ્રાઈવર માંજેગૌડાને સામાન્ય ઈજા થઈ હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

Advertisement

Advertisement

આ પણ વાંચો---Lawrenceની 'મેડમ માયા' પકડાઇ, જાણો મેડમના કરતૂત

હર્ષવર્ધન 2023 બેચના અધિકારી હતા

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હર્ષ વર્ધન કર્ણાટક કેડરના 2023 બેચના IPS ઓફિસર હતા. તેઓ મૂળ બિહારના હતા, પરંતુ તેમનો પરિવાર મધ્યપ્રદેશમાં સ્થાયી થયો હતો. તે મદદનીશ પોલીસ અધિક્ષકની પોસ્ટમાં જોડાવા માટે હાસન જઈ રહ્યા હતા. તાલીમ પછી આ તેમની પ્રથમ પોસ્ટિંગ હતી, પરંતુ નવી શરૂઆતનો આનંદ લક્ષ્ય સુધી પહોંચતા પહેલા જ શોકમાં ફેરવાઈ ગયો. તેમણે મૈસુરની પોલીસ એકેડમીમાં 4 અઠવાડિયાની તાલીમ પૂર્ણ કરી હતી. પોલીસ તપાસમાં ટાયર ફાટવાના કારણે અકસ્માત થયો હોવાનું બહાર આવ્યું છે.

પ્રથમ પ્રયાસમાં યુપીએસસી પાસ કરી હતી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હર્ષવર્ધનનો પરિવાર મૂળ બિહારનો છે, પરંતુ આજકાલ તેનો પરિવાર મધ્ય પ્રદેશના સિંગરૌલી જિલ્લામાં રહે છે. તેના પિતા સિંગરૌલીના એસડીએમ છે અને તેમનું નામ અભિષેક સિંહ છે. હર્ષવર્ધને એન્જિનિયરિંગની ડિગ્રી લીધી હતી. એન્જિનિયરિંગ કર્યા પછી, તેમણે 2022-23માં UPSC પાસ કર્યું અને IPS બનવાનું નક્કી કર્યું. તેમણે 153મો રેન્ક મેળવ્યો. તેમણે પ્રથમ પ્રયાસમાં જ યુપીએસસી પાસ કરી હતી.

આ પણ વાંચો----Mahakumbh Mela માટે યોગી સરકારે કર્યું આ જોરદાર કામ

Tags :
Advertisement

.

×