Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IPS રવિ સિન્હા RAW ના નવા ચીફ બનશે, કેબિનેટે નિમાણુકને આપી મંજૂરી

IPS રવિ સિન્હાને રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના નવા ચીફ બનાવવામાં આવ્યા છે. તેઓ છત્તીસગઢ કેડરના 1988 બેચના IPS અધિકારી છે. કેબિનેટની નિમણૂક સમિતિએ સિંહાની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. વર્તમાન RAW ચીફનો કાર્યકાળ 30 જૂને પૂર્ણ થયા બાદ રવિ સિન્હા...
ips રવિ સિન્હા raw ના નવા ચીફ બનશે  કેબિનેટે નિમાણુકને આપી મંજૂરી
Advertisement

IPS રવિ સિન્હાને રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના નવા ચીફ બનાવવામાં આવ્યા છે. તેઓ છત્તીસગઢ કેડરના 1988 બેચના IPS અધિકારી છે. કેબિનેટની નિમણૂક સમિતિએ સિંહાની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. વર્તમાન RAW ચીફનો કાર્યકાળ 30 જૂને પૂર્ણ થયા બાદ રવિ સિન્હા પદ સંભાળશે અને તેમનો કાર્યકાળ 2 વર્ષનો રહેશે.

બે વર્ષના કાર્યકાળ માટે પસંદગી
રવિ સિન્હા, 1988 બેચના ભારતીય પોલીસ સેવાના અધિકારી, હાલમાં કેબિનેટ સચિવાલયમાં વિશેષ સચિવ તરીકે કાર્ય કરે છે. મંત્રાલયના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, કેબિનેટની નિમણૂક સમિતિએ રવિ સિન્હાની RAW પ્રમુખ પદ તરીકે પસંદગી કરી છે અને તેમની બે વર્ષના કાર્યકાળ માટે પસંદગી કરવામાં આવી છે.

Advertisement

Advertisement

RAWની સ્થાપના 21 સપ્ટેમ્બર 1968ના કરાઈ

તમને જણાવી દઈએ કે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ની સ્થાપના 21 સપ્ટેમ્બર 1968ના રોજ કરવામાં આવી હતી. તેના મુખ્ય કાર્યો વિદેશી ગુપ્તચર માહિતી ભેગી કરવી, આતંકવાદ વિરોધી, પ્રસાર વિરોધી, ભારતીય નીતિ નિર્માતાઓને સલાહ આપવી અને ભારતના વિદેશી વ્યૂહાત્મક હિતોને આગળ વધારવી છે. રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગની સ્થાપના પહેલા, વિદેશી ગુપ્ત માહિતી સંગ્રહની જવાબદારી મુખ્યત્વે ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)ની હતી, જે બ્રિટિશ રાજ દરમિયાન ભારત સરકાર દ્વારા બનાવવામાં આવી હતી.

આપણ  વાંચો -ખતમ નથી થઇ રહી એરલાઇન ‘ગો ફર્સ્ટ’ની મુશ્કેલીઓ, 22 જૂન સુધી તમામ ફલાઇટ્સ રદ કરાઇ

Tags :
Advertisement

.

×