OPERATION SINDHU હેઠળ 1,117 નાગરિકો પરત લવાયા, યુદ્ધક્ષેત્રમાં ભારત સરકારની સફળતા
- ઇરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધમાં ભારત સરકારને મોટી સફળતા મળી
- ઇરાનમાં ફસાયેલા 1 હજારથી વધુ નાગરિકો પરત લવાયા
- ભારત સરકાર દ્વારા ઓપરેશન સિંધૂ હેઠળ નાગરિકોને પરત લાવવામાં આવી રહ્યા છે
- ઇરાને ભારત માટે ખાસ એરસ્પેસ ખોલી હોવાનું સામે આવ્યું છે
OPERATION SINDHU : ઇરાન અને ઇઝરાયલ વચ્ચે તણાવભરી સ્થિતી (IRAN - ISRAEL CONFLICT) ચાલી રહી છે. ભારત સરકારે ઈરાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ઓપરેશન સિંધુ (OPERATION SINDHU) શરૂ કર્યું છે. આ કામગીરી હેઠળ અત્યાર સુધીમાં કુલ 1.117 ભારતીય નાગરિકોને ઈરાનથી બહાર કાઢીને ભારત પરત લાવવામાં આવ્યા છે. ભારતીય નાગરિકોએ સુરક્ષિત રીતે દેશમાં પાછા ફરવા બદલ ભારત સરકારનો આભાર માન્યો છે. આજે વધુ બે ફ્લાઇટ મારફતે ભારતીય નાગરિકો પરત આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. છેલ્લી ફ્લાઇટમાં 290 નાગરિકો પરત આવ્યા હતા.
અમને ત્યાં ડર લાગતો હતો
છેલ્લા કેટલાક દિવસોમાં ઇઝરાયલ અને ઈરાન વચ્ચે સંઘર્ષ વધ્યો છે. બંને દેશો એકબીજા પર બોમ્બમારો અને મિસાઇલ હુમલો કરી રહ્યા છે. સંઘર્ષના કારણે ભારત સરકારે ઈરાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે ઓપરેશન સિંધુ શરૂ કર્યું છે. આ કામગીરી હેઠળ ભારતીયોને સુરક્ષિત રીતે વતન લાવવામાં આવી રહ્યા છે. ઈરાનથી પરત ફર્યા બાદ ભારતીય નાગરિકોએ પોતાની અગ્નિપરીક્ષા વર્ણવી છે. દેશમાં સુરક્ષિત પરત ફરેલા એક નાગરિકે કહ્યું, 'મને ખૂબ સારું લાગી રહ્યું છે. ત્યાં મિસાઇલો હતી. અમને ત્યાં ડર લાગતો હતો. અમે ત્યાં એક અઠવાડિયા સુધી અટવાયા હતા.'
તેહરાનમાં પરિસ્થિતિ ગંભીર છે
ઈરાનથી ભારત પરત આવેલા નાવીદે કહ્યું કે તે મુળ કાશ્મીરનો છે અને એમબીબીએસના બીજા વર્ષનો વિદ્યાર્થી છે. ભારત પાછા ફર્યા પછી સારું લાગી રહ્યું છે. તેઓ ભારત સરકારના આભારી છે, જેમણે યુદ્ધની વચ્ચે ઈરાનમાંથી બહાર કાઢ્યા છે. આ સમયે બિહારના એક નાગરિકે કહ્યું કે, તે છેલ્લા બે વર્ષથી ઈરાનમાં હતો. તેહરાનમાં પરિસ્થિતિ ગંભીર છે, જ્યારે અન્યત્ર થોડી રાહત છે.
ઈરાનમાં પરિસ્થિતિ બહુ સારી નથી : ઉશ્તાક
ઈરાનથી ભારત પરત ફરેલા મોમિન ઉશ્તાકે કહ્યું કે, તે કાશ્મીરનો છે. ઈરાનમાં પરિસ્થિતિ બહુ સારી નથી. સાથે પરવીને ઉમેરતા કહ્યું કે, સુરક્ષિત રીતે પોતાના દેશમાં પરત ફરીને ખૂબ જ ખુશ છે. અને તમામે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો હૃદયપૂર્વક આભાર માન્યો છે. અમે સરકારના આભારી છીએ, તેમણે અમને પાછા લાવવામાં મદદ કરી.
સરકારના પ્રયાસોને કારણે પાછા ફરવાનું શક્ય બન્યું: ઇન્દિરા
ઓપરેશન સિંધુ હેઠળ ભારત પરત ફરેલી ઇન્દિરા કુમારીએ જણાવ્યું હતું કે ભારત સરકારના પ્રયાસોને કારણે અમારું દેશમાં વાપસી શક્ય બન્યું છે. તેમણે કહ્યું કે હું ભારત સરકાર અને વડા પ્રધાન મોદીનો આભારી છું. આ દરમિયાન, મોહમ્મદ અશફાકે કહ્યું, 'મારા દેશમાં પાછા ફર્યા પછી મને સારું લાગી રહ્યું છે.' હું ત્યાંના દૂતાવાસનો આભારી છું, જેમણે અમારી સારી સંભાળ રાખી. હું પ્રધાનમંત્રી મોદીનો આભારી છું.
આ પણ વાંચો --- IRAN-ISRAEL CONFLICT : 'શાંતિ નહીં તો ઈરાનનો વિનાશ થશે' - ડોનાલ્ડ ટ્રમ્પ


