IRAN-ISRAEL CONFLICT પર ફારૂક અબ્દુલ્લાનું દર્દ છલકાયું, કહ્યું, 'મુસ્લિમ ચૂપ છે...'
- ઇરાન અને ઇઝરાયલ મામલે જમ્મુ-કાશ્મિરના સિનિયર આગેનનું મોટું નિવેદન સામે આવ્યુ
- ત્યાં થઇ રહેલા અત્યાચારો વિરૂદ્ધ વૈશ્વિક સમુદાય નહીં બોલતો હોવાનો આરોપ
- ગાઝામાં નરસંહાર થઇ રહ્યો છે અને અમેરિકાને તેની કોઈ ચિંતા નથી - ફારૂક અબ્દુલ્લા
IRAN-ISRAEL CONFLICT : નેશનલ કોન્ફરન્સ (J & K NATIONAL CONFERENCE) ના પ્રમુખ ફારુક અબ્દુલ્લા (FAROOQ ABDULLAH) એ તાજેતરમાં ત્રણ ઈરાની પરમાણુ ઠેકાણાઓ પર અમેરિકાના હુમલાઓ (USA HIT IRAN NUCLEAR SITE) અને ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. સાથે જ તેમણે આ સંઘર્ષ પર મુસ્લિમ વિશ્વના મૌન પર પણ નિરાશા વ્યક્ત કરી છે. મીડિયા સમક્ષ તેમણે આ મામલે પોતાના મનની વ્યથા ઠાલવી છે.
કાલે અમેરિકા બીજા દેશોનો પણ નાશ કરશે
ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ પર બોલતા અબ્દુલ્લાએ કહ્યું, 'વિશ્વભરના મુસ્લિમ ચૂપ છે તે જોઈને હું નિરાશ છું. આજે ઈરાન આ સ્થિતિમાં છે, કાલે અમેરિકા બીજા દેશોનો પણ નાશ કરશે... જો તેઓ આજે નહીં જાગે, તો તેમણે પોતાનો વારો આવવાની રાહ જોવી પડશે.
ગાઝામાં કરાયેલા નરસંહારને છુપાવવામાં મદદ મળી
ફારુક અબ્દુલ્લાનું નિવેદન વૈશ્વિક રાજકારણમાં મુસ્લિમ દેશોની એકતા અને સક્રિયતાના અભાવને ઉજાગર કરી રહ્યું છે. તેઓ માને છે કે, જો મુસ્લિમ દેશો આ કટોકટીમાં એકસાથે નહીં આવે, તો ભવિષ્યમાં તેમણે આવા જ હુમલાઓનો સામનો કરવો પડશે. ફારુક અબ્દુલ્લા પહેલા હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ અમેરિકાના હુમલા પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આપણે પાકિસ્તાનીઓને પૂછવું જોઈએ કે શું તેઓ આ માટે ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર આપવા માંગતા હતા. તેમણે કહ્યું કે, અમેરિકાના હુમલાથી નેતન્યાહૂ દ્વારા ગાઝામાં કરાયેલા નરસંહારને છુપાવવામાં મદદ મળી છે, અને તેઓ આમ કરવાનું ચાલુ રાખે છે. ગાઝામાં નરસંહાર થઇ રહ્યો છે અને અમેરિકાને તેની કોઈ ચિંતા નથી.
#WATCH | Srinagar | "I am disappointed that the Muslim world is silent. Today, Iran is in this condition, but tomorrow, it will be others who will be destroyed by the US...If they won't wake up today, they must wait for their turn," says National Conference chief Farooq Abdullah… pic.twitter.com/RIwaVxlZ83
— ANI (@ANI) June 23, 2025
ઈઝરાયલના 10 શહેરો પર હુમલો કર્યો
હકીકતમાં, રવિવારે અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ સ્થળો - ફોર્ડો, નતાન્ઝ અને ઇસ્ફહાન પર હુમલો કર્યો હતો. આ પછી મધ્ય પૂર્વમાં તણાવ વધી ગયો હતો. અમેરિકાના હુમલા પછી ઈરાને બદલો લીધો અને તેલ અવીવ, હાઈફા જેવા ઈઝરાયલના 10 શહેરો પર હુમલો કર્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ઈઝરાયલી નાગરિકો ઘાયલ થયાના અહેવાલ છે.
સાર્વભૌમત્વ પર હુમલો ગણાવ્યો
આ પછી ઇઝરાયલી દળોએ પશ્ચિમ ઈરાનમાં અનેક લશ્કરી ઠેકાણે હુમલો કર્યો હતો. IDF એ દાવો કર્યો હતો કે તેમણે પશ્ચિમ ઈરાનમાં અનેક લશ્કરી સ્થાપનોનો નાશ કર્યો છે. બીજી તરફ, ઈરાને અમેરિકન હુમલાઓની કડક નિંદા કરી અને તેને તેના સાર્વભૌમત્વ પર હુમલો ગણાવ્યો છે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે લાંબા સમયથી દુશ્મનાવટ ચાલી રહી છે. ઇઝરાયલ ઇરાન દ્વારા પરમાણુ શસ્ત્રો વિકસાવવાને લઇને ચિંતિત છે, જ્યારે ઇરાનનો દાવો છે કે, તેનો પરમાણુ કાર્યક્રમ શાંતિપૂર્ણ હેતુઓ માટે છે.
આ પણ વાંચો ---- Iran Israel War : ઇરાન પર હુમલા બાદ ટ્રમ્પ પોતાની જનતાના જ નિશાના પર! ન્યૂયોર્કના રસ્તા પર વિરોધ પ્રદર્શન


