IRAN-ISRAEL CONFLICT : તણાવ વધવાની આગાહી કરતુ પિત્ઝાનું બંપર વેચાણ
- ઇરાન અને ઇઝરાયલ વચ્ચે તણાવ વધુ તિવ્ર બન્યો
- બંંને દેશો વચ્ચે ચાલતા યુદ્ધમાં અમેરિકા એન્ટ્રી લઇ શકે તેવા સંકેતો પ્રબળ બન્યા
- અમેરિકામાં પિત્ઝાના ઓર્ડર વધતા જૂના કિસ્સાઓ ચર્ચામાં આવ્યા
IRAN-ISRAEL CONFLICT : શું પિત્ઝા ઓર્ડર વિશ્વ યુદ્ધોની આગાહી કરી શકે છે ? પહેલી વખત વાંચતા આ વિચિત્ર લાગશે, પરંતુ વોશિંગ્ટન ડી.સી. કેટલાક પિત્ઝા રેસ્ટોરન્ટની (PIZZA ORDER INCREASE) કહાની કંઈક બીજી તરફ જ ઇશારો કરી રહી છે. વર્ષ 1990 પેન્ટાગોનના કોરિડોરથી યુદ્ધના મેદાનો સુધીની મુસાફરી કરતી કહાનીની શરૂઆત થાય છે, તે સમયે ઇરાકે કુવૈત પર હુમલો કર્યો હતો. પણ તેની આગલી રાત્રે જ, વોશિંગ્ટન ડી.સી.માં કંઈક વિચિત્ર બન્યું હતું. પેન્ટાગોન નજીક આવેલું એક પિત્ઝા રેસ્ટોરન્ટ ઓર્ડરથી છલકાઈ ગયું હતું. ડોમિનોઝ, પાપા જોન્સ... બધે ડિલિવરી બાઇકની લાઇનો હતી અને પછી... બંને દેશો વચ્ચો બોમ્બ ધડાકાની ખબરો સામે આવી હતી. શું આને એક સંયોગ માત્ર ગણી શકાય ? કે પછી બીજું કંઈક ?
પિત્ઝાની માંગ કેમ વધી છે?
ઉપરોક્ત થીયરીને 'પેન્ટાગોન પિત્ઝા ઇન્ડેક્સ' (PENTAGON PIZZA INDEX THEORY) કહેવામાં આવે છે, જેના સિદ્ધાંત અનુસાર, જ્યારે પેન્ટાગોનમાં મોટા લશ્કરી નિર્ણયો લેવામાં આવે છે, ત્યારે ત્યાંના અધિકારીઓ તેમની ડેસ્ક છોડતા નથી. વોર રૂમમાં રાતો લાંબી હોય છે, ફોન સતત રણક્યા કરે છે, આ વચ્ચે અચાનક પિત્ઝાની ડિમાન્ડ ભારે વધી જાય છે. પિત્ઝા એટલા માટે કે, તે ઝડપી, સરળ અને અનુકૂળ છે.
ડોમિનોઝમાં ઓર્ડરના પૂર આવ્યા
જૂન 2025 માં ઇઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ આવી પહોંચ્યો છે. તેહરાનના આકાશમાં મિસાઇલ-ડ્રોનનો વરસાદ થઈ રહ્યો છે. ઇઝરાયલી મિસાઇલોએ લાવિઝાન અને તેહરાન સહિત ઘણા શહેરોને નિશાન બનાવ્યા છે. પણ તે પહેલાં,વોશિંગ્ટન ડીસીમાં પેન્ટાગોન અને ડિસ્ટ્રિક્ટ પિઝા પેલેસ નજીકના ડોમિનોઝમાં ઓર્ડરના પૂર આવ્યા છે. જે અગાઉની ઘટનાઓ યાદ કરવા પર મજબુર કરે છે.
લોકોની ભીડ ઉમટી પડી
સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવ્યો હતો કે, પેન્ટાગોન નજીક પિઝાના ઓર્ડર અચાનક વધી ગયા છે. ડિસ્ટ્રિક્ટ પિઝા પેલેસ બંધ થવાની આરે હતો, ત્યાં લોકોની ભીડ ઉમટી પડી છે. વ્હાઇટ હાઉસ નજીકના ડોમિનોઝમાં પણ ટ્રાફિક વધી ગયો અને તે જ સમયે ઇઝરાયલે ઈરાન પર હુમલો કર્યો છે. આમ, અગાઉના યુદ્ધને ધ્યાને રાખીને પિત્ઝા ઇન્ડેક્સ થિયરી થકી હાલની સ્થિતીનું મુલ્યાંકન કરવામાં આવે તો, આગામી દિવસોમાં ઇરાન અને ઇઝરાયલના યુદ્ધ સંદર્ભે અમેરિકા કોઇ મોટો નિર્ણય લઇ શકે છે.
આ પણ વાંચો --- Israel Iran War : Tel Aviv પર થયેલા હુમલા બાદ ઇરાનના લીડરનું મોટું નિવેદન


