Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IRAN-ISRAEL CONFLICT : ટ્રમ્પને IRGC ની ધમકી, કહ્યું 'યુદ્ધ તમે શરૂ કર્યું, અમે અંત લાવીશું'

IRAN-ISRAEL CONFLICT : રશિયા અને ચીને (CHINA AND RUSSIA) પણ અમેરિકાના હુમલાને ખોટો ગણાવ્યો છે અને તેની સખત નિંદા કરી છે
iran israel conflict   ટ્રમ્પને irgc ની ધમકી  કહ્યું  યુદ્ધ તમે શરૂ કર્યું  અમે અંત લાવીશું
Advertisement
  • ઇરાન અને ઇઝરાયલ વચ્ચેની માથાકુટમાં અમેરિકાએ ઝંપલાવ્યું
  • અમેરિકાએ હુમલો કરતા ઇરાન ફોર્સ દ્વારા વળતી ધમકી અપાઇ
  • અમેરિકાના હુમલાની રશિયા અને ચાઇના નીંદા કરી ચૂક્યા છે

IRAN-ISRAEL CONFLICT : ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં રવિવારે અમેરિકા (USA ENTER IN IRAN-ISRAEL CONFLICT) કૂદી પડ્યું હતું. અને ઈરાનના ત્રણ પરમાણુ એકમો પર હુમલો કર્યો હતો. આ ઘટના બાદ એવું મનાય છે કે, આ યુદ્ધ નવું સ્વરૂપ લઈ શકે છે. બીજી તરફ રશિયા અને ચીને (CHINA AND RUSSIA) પણ અમેરિકાના હુમલાને ખોટો ગણાવ્યો છે અને તેની સખત નિંદા કરી છે. દરમિયાન ઇરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US PRESIDENT DONALD TRUMP) ને 'જુગારી' ગણાવ્યા છે અને અમેરિકાને 'લક્ષિત કામગીરી'ની ધમકી આપી છે. IRGC એ ચેતવણી જારી કરીને કહ્યું છે કે અમેરિકાએ સપ્તાહના અંતે તેના હુમલાઓનો જવાબ આપવો પડશે.

અતિગંભીર, અણધાર્યા પરિણામોનો સામનો કરશે

ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના પ્રવક્તા ઇબ્રાહિમ ઝોલ્ફાઘરીએ જણાવ્યું હતું કે અમેરિકાએ ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધમાં સીધો પ્રવેશ કર્યો છે અને ઈરાનની "પવિત્ર ભૂમિ"નું ઉલ્લંઘન કર્યું છે. અમેરિકાએ હવે અત્યંત શક્તિશાળી અને લક્ષિત કાર્યવાહી થકી અતિગંભીર, અણધાર્યા પરિણામોનો સામનો કરશે. અમેરિકન રાષ્ટ્રપતિને સીધા અંગ્રેજીમાં સંબોધતા, ઝોલ્ફાગ્રીએ કહ્યું: "જુગારી, ટ્રમ્પ ! તમે આ યુદ્ધ શરૂ કર્યું હશે - પણ અમે તેનો અંત લાવીશું!"

Advertisement

ઇઝરાયલ સામે હુમલા શરૂ

ઈરાની મીડિયા ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના એક નિવેદનની જાણ કરી રહ્યું છે. જેમાં ઈઝરાયલ પરના તેના તાજેતરના હુમલાનું વર્ણન કરવામાં આવ્યું છે. "આ હુમલો ઇઝરાયેલી હવાઈ સંરક્ષણ કવચના સ્તરોમાં પ્રવેશ કરવા માટે ઘન અને પ્રવાહી બળતણ મિસાઇલો અને ખાસ યુક્તિઓનો ઉપયોગ કરીને સંયુક્ત મિસાઇલ અને ડ્રોન ઓપરેશન દ્વારા કરવામાં આવ્યો હતો," સમાચાર એજન્સીએ IRGC ને ટાંકીને અહેવાલમાં વધુમાં જણાવ્યું છે કે, અત્યાર સુધી, સફાદ, તેલ અવીવ, અશ્કેલોન, અશ્દોદ અને બેઈસન શહેરોમાં પાંચ સ્થળોએ રોકેટ છોડવામાં આવ્યા છે.

Advertisement

આ પણ વાંચો --- Iran Israel War : ઇરાન પર હુમલા બાદ ટ્રમ્પ પોતાની જનતાના જ નિશાના પર! ન્યૂયોર્કના રસ્તા પર વિરોધ પ્રદર્શન

Tags :
Advertisement

.

×