IRAN-ISRAEL CONFLICT : ઇરાન વિરૂદ્ધ કાર્યવાહી અંગે ટ્રમ્પ બે સપ્તાહમાં નિર્ણય લેશે
- ઇરાન અને ઇઝરાયલ વચ્ચેના તણાવમાં અમેરિકા હાલ દુર રહેશે
- મીડિયા અહેવાલ અનુસાર, ટ્રમ્પે ઇરાન વિરૂદ્ધ કાર્યવાહીને મંજુરી આપી છે
- આગામી બે સપ્તાહમાં ટ્રમ્પ કોઇ મોટો નિર્ણય લઇ શકે છે
- વ્હાઇટ હાઉનસા પ્રેસ બ્રીફિંગમાં માહિતી સામે આવવા પામી છે
IRAN-ISRAEL CONFLICT : ઇરાન અને ઇઝરાયલ વચ્ચે તણાવ વધી રહ્યો છે. આ વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US PRESIDENT DONALD TRUMP) દ્વારા ઇરાન વિરૂદ્ધ કાર્યવાહી કરવાના સંકેતો આપવામાં આવ્યા હતા. આ વચ્ચે બંને દેશો વચ્ચેના મામલામાં અમેરિકા મોડું સામેલ થાય તેવા સંકેતો મળી રહ્યા છે. તાજેતરમાં વ્હાઇટ હાઉસ (WHITE HOUSE) ના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે એક પ્રેસ બ્રીફિંગ (PRESS BRIEFING) માં જણાવ્યું હતું કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી બે અઠવાડિયામાં ઈરાન પર હુમલો કરવાનો આદેશ આપવાનો નિર્ણય લેશે. લેવિટે ગુરુવારે ટ્રમ્પનું એક નિવેદન વાંચ્યું હતું, જેમાં તેમણે ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના સંઘર્ષમાં અમેરિકા સીધી રીતે સામેલ થશે કે નહીં તે અંગેની અટકળોનો જવાબ આપ્યો હતો.
રાજદ્વારી ઉકેલ માતે સતત ફોનથી સંપર્ક
લેવિટે કહ્યું, "જો ઈરાન સાથે રાજદ્વારી કરાર થાય છે, તો ઈરાને યુરેનિયમ સંવર્ધન પર સંમત થવું પડશે અને તેને પરમાણુ શસ્ત્રો બનાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં." લેવિટે કહ્યું કે અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત ચાલી રહી છે. સિન્હુઆ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, 13 જૂને ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલા પછી યુએસ રાજદૂત સ્ટીવ વિટકોફ અને ઈરાની વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ કટોકટીનો રાજદ્વારી ઉકેલ શોધવા માટે ઘણી વખત ફોન પર વાત કરી છે.
યુરેનિયમ સંવર્ધન અંગે વાત કરવામાં આવી
સ્થાનિક મીડિયાએ ત્રણ રાજદ્વારીઓને (નામ ગુપ્ત રાખવાની શરતે) ટાંકીને જણાવ્યું હતું કે આ વાતચીતમાં, અમેરિકાએ એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેમાં ઈરાનની બહારના પ્રાદેશિક જૂથ દ્વારા યુરેનિયમ સંવર્ધન અંગે વાત કરવામાં આવી હતી, પરંતુ ઈરાને તેને નકારી કાઢ્યું છે.ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ યુએસ રાજદૂત સ્ટીવ વિટકોફને કહ્યું હતું કે જો અમેરિકા ઈઝરાયલ પર યુદ્ધ સમાપ્ત કરવા માટે દબાણ કરે છે, તો તેહરાન પરમાણુ મુદ્દા પર વિચાર કરી શકે છે.
હુમલો કરવાની યોજનાને મંજૂરી આપી
જોકે, તેમણે એમ પણ કહ્યું હતું કે ઈઝરાયલ હુમલા બંધ ન કરે ત્યાં સુધી ઈરાન વાટાઘાટોમાં પાછો ફરશે નહીં. આ માહિતી સ્થાનિક મીડિયાએ એક પ્રાદેશિક રાજદ્વારીને ટાંકીને આપી હતી. મીડિયા અહેવાલો અનુસાર, ટ્રમ્પે મંગળવારે રાત્રે ઈરાન પર હુમલો કરવાની યોજનાને મંજૂરી આપી હતી. જોકે, ઈરાન તેના પરમાણુ કાર્યક્રમને છોડી દે તો તેમણે અંતિમ નિર્ણય મુલતવી રાખ્યો છે.
આ પણ વાંચો --- IRAN-ISRAEL CONFLICT : ઇરાને ઇઝરાયલ પર ઘાતક 'ક્લસ્ટર બોમ્બ' ઝીંક્યો


