Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

OPERATION SINDHU : ઇરાને ખાસ ભારત માટે એરસ્પેસ ખોલ્યું, કૂટનીતિક મોરચે જલવો બરકરાર

OPERATION SINDHU : શુક્રવારે રાત્રે 11-30 વાગ્યે, શનિવારે સવારે 10 વાગ્યે અને શનિવારે સાંજે 4-30 વાગ્યે વિશેષ ફ્લાઇટ આવી પહોંચશે
operation sindhu   ઇરાને ખાસ ભારત માટે એરસ્પેસ ખોલ્યું  કૂટનીતિક મોરચે જલવો બરકરાર
Advertisement
  • ઇરાન અને ઇઝરાયલ વચ્ચે તણાવભરી સ્થિતી ચાલી રહી છે
  • ઇરાને માત્ર ભારત માટે પોતાનું એરસ્પેસ ખોલ્યું, ભારતીયો ફ્લાઇટમાં પરત આવશે
  • ઇઝરાયલ અને ઇરાન એકબીજા પર અંધાધૂંધ હુમલા કરી રહ્યા છે

OPERATION SINDHU : ભારતે (INDIA) ફરી એકવાર વિદેશી ધરતી પર પોતાની રાજદ્વારી કુશળતાનો જાદુ (DEPLOMETIC WIN) બતાવ્યો છે. ઇઝરાયલ-ઈરાન યુદ્ધ (IRAN - ISRAEL CONFLICT) દરમિયાન ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે તેહરાને પોતાનું હવાઈ ક્ષેત્ર ખોલીને (OPEN AIR SPACE) ભારત સાથે સારા સંબંધો જાળવી રાખવા માટેની કટિબદ્ધતા દર્શાવી છે. ખાસ નોંધવું રહ્યું કે, ઈરાને ફક્ત ભારત માટે પોતાનું હવાઈ ક્ષેત્ર ખોલવાની જાહેરાત કરી હતી, ત્યારબાદ મશહદથી લગભગ 1,000 ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા માટે 3 ખાસ ફ્લાઇટ્સને નવી દિલ્હી પહોંચવા માટે મંજૂરી આપવામાં આવી છે. આ પૈકીની પહેલી ફ્લાઇટ શુક્રવારે રાત્રે લગભગ 11:30 વાગ્યે દિલ્હી પહોંચી છે. આ સફળતાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના (PM NARENDRA MODI) કુશળ નેતૃત્વનું પ્રતીક માનવામાં આવી રહ્યું છે.

વિશેષ પરવાનગી આપવામાં આવી

ઈરાને ફક્ત ભારત માટે પોતાનું હવાઈ ક્ષેત્ર ખોલ્યું છે. આ પછી 1,000 વિદ્યાર્થીઓ માટે દિલ્હી પાછા ફરવાનો માર્ગ ખુલ્યો છે. આ પૈકી લગભગ 500 જેટલા કાશ્મીરી વિદ્યાર્થીઓ છે. જમ્મુ અને કાશ્મીર સ્ટુડન્ટ્સ એસોસિએશનના રાષ્ટ્રીય કન્વીનર, નાસિર ખુઇહામીએ કહ્યું હતું કે, 'મશહદથી ભારતીય વિદ્યાર્થીઓને લાવવા માટે ત્રણ ખાસ ફ્લાઇટ્સ નવી દિલ્હી આવશે.' આ ફ્લાઇટ્સમાં કુલ 1,000 વિદ્યાર્થીઓ પરત ફરી રહ્યા છે. હવાઈ ​​ક્ષેત્ર બંધ હોવા છતાં, ભારતીય વિદ્યાર્થીઓના સુરક્ષિત પરત આવવા માટે ઇરાન દ્વારા વિશેષ પરવાનગી આપવામાં આવી છે. પહેલી ફ્લાઇટ ભારતીય સમય અનુસાર શુક્રવારે રાત્રે 11-30 વાગ્યે, બીજી ફ્લાઇટ શનિવારે સવારે 10 વાગ્યે અને ત્રીજી ફ્લાઇટ શનિવારે સાંજે 4-30 વાગ્યે આવી પહોંચશે.

Advertisement

લગભગ 6,000 ભારતીય વિદ્યાર્થીઓ ઈરાનમાં છે

ભારત સરકાર દ્વારા જણાવ્યા અનુસાર, વર્ષ 2025 ની શરૂઆત સુધીમાં કુલ 10,000 ભારતીય નાગરિકો ઈરાનમાં હાજર હતા, જેમાં 6,000 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વર્તમાન યુદ્ધની પરિસ્થિતિમાં, લગભગ 6,000 ભારતીય વિદ્યાર્થીઓ ઈરાનમાં છે. જ્યારે બાકીના નાગરિકો છે. આમાં, વ્યાવસાયિકો, ઉદ્યોગપતિઓ વગેરે મોટી સંખ્યામાં છે.

Advertisement

ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકોમાં ભારે ચિંતા

ઈરાન-ઈઝરાયલ યુદ્ધની વધતી જતી તિવ્રતાના કારણે ભારતીયોએ પરત ફરવું પડી રહ્યું છે. 13 જૂનના રોજ ઇઝરાયલે લગભગ 200 લડાકુ વિમાનોનો ઉપયોગ કરીને ઇરાનના પરમાણુ અને લશ્કરી સ્થાપનો પર હવાઈ હુમલા કર્યા હતા. જવાબમાં ઈરાને અત્યાર સુધીમાં 400 થી વધુ મિસાઈલ અને ડ્રોન વડે ઈઝરાયલ પર વળતો પ્રહાર કર્યો છે. ઇરાનમાં તિવ્રતા સાથે અનિયમિત મિસાઇલ હુમલાઓ, સાયરનનો અવાજ, પાવર કટ અને ઇન્ટરનેટ બ્લેકઆઉટ જેવી પરિસ્થિતિઓએ ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકોમાં ભારે ચિંતા પેદા કરે તેવા છે. દરમિયાન ભારતે ઈરાનથી વિદ્યાર્થીઓને પાછા લાવવા માટે ઓપરેશન સિંધુ (OPERATION SINDHU) શરૂ કર્યું છે.

આ પણ વાંચો --- Israel Iran Conflict: ઈઝરાયેલના PM નેતન્યાહુ અચાનક અમેરિકા પહોંચ્યા, હાઈલેવલ મીટિંગ યોજી

Tags :
Advertisement

.

×