ઈરાનની ઈઝરાયેલને ધમકી: ગાઝા પર કબજો કરશો તો ભારે કિંમત ચૂકવવી પડશે
- ઈરાનની ઈઝરાયેલને ધમકી: ગાઝા પર કબજો કરશો તો ભારે કિંમત ચૂકવવી પડશે
- ગાઝા સિટીમાં ઈઝરાયેલનું ઓપરેશન: 2.5 લાખ સૈનિકો તૈયાર, યુદ્ધનું જોખમ
- ઈઝરાયેલની યહૂદી વસાહત યોજના: ઈરાન અને અરબ દેશોનો વિરોધ
- ટ્રમ્પ-પુતિન મુલાકાત બાદ નેતન્યાહુનું ગાઝા કૂચ: શું શરૂ થશે યુદ્ધ?
ઈઝરાયેલે ગાઝા સ્ટ્રીપને સંપૂર્ણપણે કબજે કરવાની તૈયારી શરૂ કરી દીધી છે, અને આ માટે અંદાજે 2.5 લાખ સૈનિકોની સેના તૈનાત કરવાની યોજના બનાવી રહ્યું છે. આ દરમિયાન, ઈરાને ઈઝરાયેલને કડક ચેતવણી આપી છે કે જો ગાઝામાં આવું કોઈ ઓપરેશન શરૂ કરવામાં આવશે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. ઈઝરાયેલે ગાઝા પર કબજો કરવાની તૈયારીઓ તેજ કરી દીધી છે, જેની વિશ્વભરમાં ટીકા થઈ રહી છે.
ઈઝરાયેલના પગલાંની વૈશ્વિક ટીકા
ઈઝરાયેલ લાંબા સમયથી ગાઝા પર હવાઈ અને જમીની હુમલાઓ કરી રહ્યું છે, જેમાં લાખો ગાઝાના નાગરિકોના મોત થયા છે, અને ત્યાંની પરિસ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. આને લઈને અરબ દેશો અને કેટલાક યુરોપીય દેશોએ ઈઝરાયેલની નિંદા કરી છે. ફ્રાન્સ અને બ્રિટને ખુલ્લેઆમ ઈઝરાયેલના ગાઝા પરના હુમલાઓને ખોટા ગણાવ્યા છે, અને જણાવ્યું છે કે જો ઈઝરાયેલે આ રીતે આગળ વધવાનું ચાલુ રાખ્યું તો તેઓ પેલેસ્ટાઈનને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા આપી દેશે. યુનાઈટેડ નેશન્સના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસએ પણ ઈઝરાયેલના ગાઝા સિટી પર કબજાના નિર્ણયને “ખતરનાક એસ્કેલેશન” ગણાવીને તેની નિંદા કરી છે, જેનાથી લાખો પેલેસ્ટાઈન નાગરિક અને બંધકોના જીવનને જોખમ ઊભું થઈ શકે છે.
આ પણ વાંચો-હવે નોઇડામાં ઈન્ટેલિજન્સ બ્યુરોની નકલી ઓફિસ મળી, 6 લોકોની ધરપકડ
ટ્રમ્પ-પુતિનની મુલાકાત પર નેતન્યાહુની નજર
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના નેતૃત્વ હેઠળ ઈઝરાયેલી સેના ગાઝા પર કબજો કરવા માટે સંપૂર્ણ તૈયાર છે. ઈઝરાયેલી સેના ગાઝાના પ્રવેશદ્વાર પર તૈનાત છે, અને નેતન્યાહુના આદેશની રાહ જોઈ રહી છે. એવું માનવામાં આવે છે કે 15 ઓગસ્ટ, 2025ના રોજ અલાસ્કામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિનની મુલાકાત બાદ નેતન્યાહુ આ ઓપરેશન શરૂ કરી શકે છે. ટ્રમ્પે જણાવ્યું છે કે ગાઝામાં ઈઝરાયેલની રણનીતિ અંગે અમેરિકા “કેટલીક અસહમતિઓ” ધરાવે છે, પરંતુ બંને દેશોના “ઘણા સામાન્ય ઉદ્દેશો” છે.
ગાઝામાં યહૂદી વસાહતોની યોજના
ઈરાને ઈઝરાયેલના ગાઝા પર કબજાની તૈયારીઓને “જાતિય સફાયા” અને “નરસંહાર”નો ઈરાદો ગણાવીને આકરી નિંદા કરી છે. ઈરાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ઈઝરાયેલ ગાઝામાં યહૂદી વસાહતો સ્થાપવા માંગે છે, જે તેમને સ્વીકાર્ય નથી. ઈરાને ચેતવણી આપી છે કે જો ઈઝરાયેલે પોતાના પગલાં પાછા નહીં ખેંચે તો પરિણામો ગંભીર હશે. અન્ય અરબ દેશો, જેમ કે કતાર અને UAEએ પણ ઈઝરાયેલના આ પગલાની નિંદા કરી છે, અને આંતરરાષ્ટ્રીય સમુદાયને રક્તપાત રોકવા હસ્તક્ષેપ કરવા જણાવ્યું છે. એવું માનવામાં આવે છે કે જો ઈઝરાયેલ આગળ વધશે તો મોટું યુદ્ધ થઈ શકે છે, ખાસ કરીને ઈરાન અને તેના સાથીઓ (જેમ કે હિઝબોલ્લાહ)ની સંડોવણીને કારણે.
આ પણ વાંચો-ચિરાગ પાસવાનને ચૂંટણી પહેલાં મોટો ઝટકો: LJPRમાંથી 128 નેતાઓનું સામૂહિક રાજીનામું
ગાઝા સિટી પર કબજાની યોજના
ઈઝરાયેલની સુરક્ષા કેબિનેટે 8 ઓગસ્ટ, 2025ના રોજ ગાઝા સિટી પર કબજો કરવાની યોજનાને મંજૂરી આપી હતી, જેનો હેતુ હમાસનું નિશસ્ત્રીકરણ, બંધકોની મુક્તિ (જીવિત અને મૃત), ગાઝાનું નિરસ્ત્રીકરણ, ઈઝરાયેલનું સુરક્ષા નિયંત્રણ, અને હમાસ અથવા પેલેસ્ટાઈન અથોરિટીથી સ્વતંત્ર નવી વહીવટી વ્યવસ્થા સ્થાપવાનો છે. આ ઓપરેશન હેઠળ, 75% ગાઝા વાસીઓને દક્ષિણ ગાઝામાં વિસ્થાપિત કરવાની યોજના છે, અને ગાઝા સિટીમાં યહૂદી વસાહતો સ્થાપવાની નેતન્યાહુની યોજના છે. આ યોજનાને અમેરિકાના સમર્થન સાથે ગાઝા હ્યુમેનિટેરિયન ફાઉન્ડેશન દ્વારા માનવતાવાદી સહાયના વિસ્તરણ સાથે આગળ ધપાવવામાં આવી રહી છે, જેમાં વર્તમાન 4 સહાય વિતરણ સ્થળોને 16 સુધી વધારવાની યોજના છે.
ગાઝાની દુર્દશા અને આંતરરાષ્ટ્રીય દબાણ
ઈઝરાયેલના હુમલાઓને કારણે ગાઝામાં 61,000થી વધુ ફલસ્તીનીઓના મોત થયા છે, જેમાંથી એક તૃતીયાંશ બાળકો છે, અને 1,52,359 લોકો ઘાયલ થયા છે. ગાઝામાં અછત અને ભૂખમરો એક મોટી માનવતાવાદી કટોકટી બની ગયો છે, જેમાં છેલ્લા 24 કલાકમાં 4 લોકો ભૂખમરાથી મૃત્યુ પામ્યા છે, અને કુલ 201 લોકોએ ભૂખમરાથી જીવ ગુમાવ્યો છે. યુએન અને અન્ય માનવતાવાદી સંસ્થાઓએ ઈઝરાયેલને જમીની માર્ગો દ્વારા સહાય પહોંચાડવાની મંજૂરી આપવા વિનંતી કરી છે, કારણ કે એરડ્રોપ્સ અપૂરતા અને ખતરનાક છે.
આ પણ વાંચો-તમને પણ તક મળશે… ભારત-પાકિસ્તાન સિઝફાયર પછી PM મોદીએ નેવી ચીફને શું કહ્યું?