જળ સંકટ દૂર કરવા ઇરાને Cloud Seeding અભિયાન શરૂ કર્યું
- ઇરાને Cloud Seeding ની પ્રક્રિયા શરૂ કરી
- જળ સંકટ ટાળવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે
- ઇરાનની રાજધાનીમાંથી લોકોનું પલાયન થવાની દહેશત
Cloud Seeding in Iran : ઈરાને વધતા દુષ્કાળ અને ઘટતા જતા પાણીના ભંડાર વચ્ચે Cloud Seeding અભિયાન શરૂ કર્યું છે. Cloud Seeding અભિયાન એવા સમયે શરૂ આવ્યું છે, જ્યારે દેશના ઘટતા જળ સંસાધનો કૃષિ, વીજ ઉત્પાદન અને પ્રાદેશિક આર્થિક સ્થિરતાને જોખમમાં મૂકી રહ્યા છે. ઈરાનના હવામાન કેન્દ્રે અહેવાલ આપ્યો છે કે, દેશમાં વરસાદ લાંબા ગાળાના સરેરાશની તુલનામાં 89 ટકા ઘટ્યો છે, જેના કારણે તે 50 વર્ષમાં ઈરાનનો સૌથી શુષ્ક પાનખર બની ગયો છે.
ઉર્મિયા તળાવ બેસિનમાં કામ શરૂ
એજન્સીએ અહેવાલ આપ્યો કે, અધિકારીઓએ વરસાદ પ્રેરિત કરવા માટે Cloud Seeding અભિયાન શરૂ કર્યું છે. દેશના ઉત્તર-પશ્ચિમમાં ઉર્મિયા તળાવ બેસિનમાં Cloud Seeding ના સાધનોથી સજ્જ વિમાનનો ઉપયોગ કરીને Cloud Seeding અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ઈરાનમાં વર્ષોથી ઉપયોગમાં લેવાતી આ પ્રક્રિયામાં વરસાદના રૂપમાં ભેજ છોડવા માટે રસાયણોને વાદળોમાં વિખેરવામાં આવે છે.
ઈરાનમાં જળ સંકટ
શનિવારે ઈરાને ઉર્મિયા તળાવ બેસિનમાં Cloud Seeding અભિયાન શરૂ કર્યું છે. ઉર્મિયા ઈરાનનું સૌથી મોટું તળાવ છે. જો કે, તળાવ હવે મોટાભાગે સુકાઈ ગયું છે, જેના કારણે મીઠાનો વિશાળ ભંડાર જ બચ્યો છે. ઈરાનમાં હાલમાં વરસાદનું પ્રમાણ રેકોર્ડ નીચા સ્તરે છે, અને જળાશયો લગભગ ખાલી છે.
રહેવાસીઓનું સ્થળાંતર પણ થઈ શકે છે
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને ગયા અઠવાડિયે ચેતવણી આપી હતી કે, જો પૂરતો વરસાદ ટૂંક સમયમાં નહીં પડે, તો તેહરાનનો પાણી પુરવઠો મર્યાદિત થઈ શકે છે. આનાથી રાજધાનીમાંથી રહેવાસીઓનું સ્થળાંતર પણ થઈ શકે છે. તેથી, તેહરાનના પાણીના સંકટને ઉકેલવા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે.
ક્લાઉડ સીડીંગ શું છે ?
વાદળોને વરસાદ ઉત્પન્ન કરવા માટે પાણીના નાના ટીપાં અથવા બરફ, જેને ન્યુક્લી કહેવાય છે, તેની જરૂર પડે છે. હવામાન ફેરફારની આ પદ્ધતિમાં વાદળોમાં કણો છોડવા માટે વિમાનનો ઉપયોગ શામેલ છે. આ ન્યુક્લી બનાવે છે, અને ભેજને આકર્ષે છે, જે વરસાદ તરીકે પડે છે. Cloud Seeding માં સામાન્ય રીતે સિલ્વર આયોડાઇડનો ઉપયોગ કરે છે. આ પદ્ધતિ સ્વચ્છ આકાશમાંથી પાણી બનાવી શકતી નથી. વરસાદ લાવવા અથવા કુદરતી રીતે થનારા વરસાદ કરતાં વધુ વરસાદ માટે કણોને પહેલાથી જ ભેજવાળા વાદળમાં છોડવા જોઈએ, તેવું મનાય છે. આ પદ્ધતિ, 1940 ના દાયકામાં ઉદ્ભવી હતી, અને 1960 ના દાયકામાં લોકપ્રિય બની હતી, જો કે, વૈજ્ઞાનિકો કહે છે કે તેની અસરકારકતા અસ્પષ્ટ રહે છે.
આ પણ વાંચો ----- JP Morgan Chase ના CEO ની અમેરિકાને ચેતવણી, કહ્યું, 'સુધરો, નહીં તો યુરોપવાળી થશે'


