ઇઝરાયેલના હુમલા બાદ Tehranની બદલો લેવાની ધમકી..
- તેહરાન પર ઈઝરાયેલના જવાબી હુમલા બાદ ઈરાનની સેનાએ પહેલું નિવેદન જાહેર કર્યું
- ઈરાનની સેનાનો "મર્યાદિત નુકસાન" થયું હોવાનો દાવો
- ઈરાને ઈઝરાયેલને આ હુમલાનો બદલો લેવાની ધમકી પણ આપી
- અમેરિકાએ ઈરાનને ચેતવણી આપી
Israel Attacks Tehran : તેહરાન પર ઈઝરાયેલના જવાબી હુમલા (Israel attacks Tehran) બાદ ઈરાનની સેનાએ શનિવારે સવારે પહેલું નિવેદન જાહેર કર્યું છે. જેમાં ઈરાને જણાવ્યું કે ઈઝરાયેલની એરસ્ટ્રાઈકથી તેને કેટલું નુકસાન થયું છે. ઈરાને જણાવ્યું હતું કે ઇઝરાયેલે તેના ઇલામ, ખુઝેસ્તાન અને તેહરાન પ્રાંતમાં લશ્કરી લક્ષ્યોને નિશાન બનાવીને એરસ્ટ્રાઇક કરી હતી, જેનાથી "મર્યાદિત નુકસાન" થયું હતું.
ઈરાની સશસ્ત્ર દળોનું આ નિવેદન સરકારી ટેલિવિઝન ચેનલ પર વાંચવામાં આવ્યું
ઈરાની સશસ્ત્ર દળોનું આ નિવેદન સરકારી ટેલિવિઝન ચેનલ પર વાંચવામાં આવ્યું હતું, પરંતુ આ દરમિયાન હુમલામાં થયેલા નુકસાનને લગતી કોઈ તસવીરો બતાવવામાં આવી ન હતી. ઈરાનની સૈન્યએ દાવો કર્યો હતો કે તેની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓએ હુમલાને કારણે થયેલા નુકસાનને મર્યાદિત કર્યું છે. ઈરાની સેનાએ આ અંગે એક વીડિયો પણ જાહેર કર્યો છે.
ઈરાને કહ્યું કે તેઓ નુકસાનનું આકલન કરી રહ્યા છે
ઈરાને તરત જ દાવો કર્યો હતો કે ઈઝરાયેલના હુમલામાં કોઈ મોટું નુકસાન થયું નથી. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે ઈઝરાયેલના હુમલાથી થયેલા નુકસાનનું હજુ આકલન કરવામાં આવી રહ્યું છે. પરંતુ ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા મોટાભાગની ઈઝરાયેલ મિસાઈલોને હવામાં જ તોડી પાડવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સાથે ઈરાને ઈઝરાયેલ પાસેથી આ હુમલાનો બદલો લેવાની ધમકી પણ આપી છે.
આ પણ વાંચો----Iran : બોમ્બ ધડાકાઓથી તહેરાન સહિતના સૈન્ય મથકો ધણધણી ઉઠ્યાં
Watch as our air defense systems engage and shoot down multiple hostile projectiles over Tehran. pic.twitter.com/YFbhWHuuy8
— Iran Military (@IRIran_Military) October 26, 2024
અમેરિકાએ ઈરાનને ચેતવણી આપી છે
તે જ સમયે, અમેરિકા પણ ઈઝરાયેલના સમર્થનમાં આવ્યું છે અને ઈરાનને જવાબી હુમલાની ચેતવણી આપી છે. યુ.એસ.એ કહ્યું કે ઈરાન પર ઈઝરાયેલના હુમલા બાદ બંને દેશો વચ્ચે સીધા સૈન્ય હુમલા બંધ કરવા જોઈએ અને તેહરાનને ઈઝરાયલ સામે કોઈ પણ જવાબી કાર્યવાહી ન કરવા ચેતવણી આપી હતી. અમેરિકાના એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે ઈરાન પર હુમલો થયો તે પહેલા જ ઈઝરાયલે વ્હાઇટ હાઉસને તેની જાણકારી આપી દીધી હતી.
સાઉદી અરેબિયાએ ઈઝરાયેલના હુમલાની ટીકા કરી
સાઉદી અરેબિયાએ ઈરાન પર ઈઝરાયેલના હુમલાની ટીકા કરી છે અને તેને ઈરાનની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું છે. સાઉદી અરેબિયાએ આંતરરાષ્ટ્રીય સમુદાયને સંઘર્ષનો અંત લાવવા માટે સંયુક્ત પગલાં લેવાની અપીલ કરી છે. હુમલા બાદ ઈઝરાયેલે સાવચેતીના પગલા તરીકે તેની એરસ્પેસ બંધ કરવાનો નિર્ણય લીધો છે. હુમલા બાદ ઈરાને તેની એરસ્પેસ પણ બંધ કરી દીધી હતી અને તમામ ફ્લાઈટ્સ કેન્સલ કરી દીધી હતી, પરંતુ હવે ઈરાને તેની ફ્લાઈટ સર્વિસ ફરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
આ પણ વાંચો----ગાઝા પર ઈઝરાયેલનો વધુ એક ખતરનાક હુમલો, 38ના મોત


