Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IRCTC કૌભાંડમાં રાબડી દેવીએ કેસ બીજા જજને ટ્રાન્સફર કરવા અરજી કરી

રાબડી દેવી, લાલુ પ્રસાદ યાદવ, તેજસ્વી યાદવ અને અન્ય ઘણા લોકો સામે આરોપો ઘડવામાં આવ્યા બાદ ન્યાયાધીશ વિશાલ ગોગણે હાલમાં IRCTC કૌભાંડ કેસની સુનાવણી કરી રહ્યા છે. આ કેસ રેલ્વે હોટલની ફાળવણીમાં કથિત અનિયમિતતાઓ સાથે સંબંધિત છે, જેમાં CBIએ ગંભીર આરોપો લગાવ્યા છે. લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવીને રાઉઝ એવન્યુ કોર્ટ તરફથી પહેલેથી જ મોટો ઝટકો લાગ્યો છે.
irctc કૌભાંડમાં રાબડી દેવીએ કેસ બીજા જજને ટ્રાન્સફર કરવા અરજી કરી
Advertisement
  • બિહારના પૂર્વ મુખ્યમંત્રીએ રાઉઝ એવન્યુ કોર્ટમાં અરજી કરી
  • જજ તેમના પ્રત્યો ન્યાયિક અભિગમ નહીં ધરાવતા હોવાનો આરોપ
  • લાલુ પરિવારને અગાઉ જ કોર્ટમાંથી મોટો ઝટકો મળી ચૂક્યો છે

IRCTC Scam Rabri Devi File Application In Court : IRCTC કૌભાંડ કેસમાં એક મોટો વળાંક આવ્યો છે, જેમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ આરજેડી નેતા રાબડી દેવીએ રાઉઝ એવન્યુ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે. આ અરજીમાં, તેમણે કેસની સુનાવણી કરી રહેલા જજ વિશાલ ગોગાણે પર પક્ષપાતનો આરોપ લગાવ્યો છે, અને કેસને બીજા જજને ટ્રાન્સફર કરવાની વિનંતી કરી છે. રાબડી દેવીનો દાવો છે કે, ન્યાયાધીશ પૂર્વયોજિત રીતે કેસ ચલાવી રહ્યા છે, અને તેમના પ્રત્યે ન્યાયિક અભિગમ નિષ્પક્ષ નથી. તેથી, તેમણે કેસ ટ્રાન્સફર કરવાની માંગ કરી છે.

Advertisement

કોર્ટ તરફથી પહેલેથી જ મોટો ઝટકો લાગ્યો છે

રાબડી દેવી, લાલુ પ્રસાદ યાદવ, તેજસ્વી યાદવ અને અન્ય ઘણા લોકો સામે આરોપો ઘડવામાં આવ્યા બાદ ન્યાયાધીશ વિશાલ ગોગણે હાલમાં IRCTC કૌભાંડ કેસની સુનાવણી કરી રહ્યા છે. આ કેસ રેલ્વે હોટલની ફાળવણીમાં કથિત અનિયમિતતાઓ સાથે સંબંધિત છે, જેમાં CBIએ ગંભીર આરોપો લગાવ્યા છે. લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવીને રાઉઝ એવન્યુ કોર્ટ તરફથી પહેલેથી જ મોટો ઝટકો લાગ્યો છે. 11 નવેમ્બરના રોજ, કોર્ટે લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવી દ્વારા દૈનિક સુનાવણીનો વિરોધ કરતી અરજીને ફગાવી દીધી હતી.

Advertisement

જાળવવા યોગ્ય, વ્યવહારુ કે ન્યાયી નથી

તેમની અરજીમાં વિનંતી કરવામાં આવી હતી કે, દૈનિક સુનાવણી મુલતવી રાખવામાં આવે અથવા થોડી રાહત આપવામાં આવે, પરંતુ કોર્ટે તેને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું કે, "આ અરજી જાળવવા યોગ્ય, વ્યવહારુ કે ન્યાયી નથી." રાબડી દેવીની કેસ ટ્રાન્સફર કરવાની વિનંતીએ મામલો વધુ જટિલ બનાવી દીધો છે. શું ખરેખર કેસ બીજા ન્યાયાધીશને ટ્રાન્સફર કરવામાં આવશે કે, પછી ટ્રાયલ જેમ હતી તેમ ચાલુ રહેશે ? હવે બધાની નજર તેમની અરજી પર કોર્ટના નિર્ણય પર છે.

આ પણ વાંચો ------  Tehri Bus Accident: ગુજરાતથી યાત્રાળુઓને લઈ જતી બસ ઊંડી ખીણમાં ખાબકી, પાંચ લોકોના મોત અન્ય ઘાયલ

Tags :
Advertisement

.

×