શું જગદીપ ધનખડ નજરબંધ છે, કપિલ સિબ્બલ પછી સંજય રાઉતનો પ્રશ્ન
- શું જગદીપ ધનખડ નજરબંધ છે, કપિલ સિબ્બલ પછી સંજય રાઉતનો પ્રશ્ન
- જગદીપ ધનખડની વર્તમાન સ્થિતિને લઈને ઉભા થયા પ્રશ્ન
- સંજય રાઉતે કહ્યું કે, જગદીપ ધનખડ અને તેમના સ્ટાફ સાથે નથી થઈ રહ્યો સંપર્ક
શિવસેના (યૂબીટી) નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું સરનામું અને તેમની સુરક્ષાની સ્થિતિ વિશે જાણકારી માંગી છે. રાઉતે દાવો કર્યો છે કે, ધનખડ સાથે સંપર્ક કરવાની તેમની કોશિશ નિષ્ફળ થઈ ગઈ છે. પૂર્વ ઉપરાષ્ટ્રપતિની વર્તમાન સ્થિતિને લઈને અસમંજસ બનેલું છે. જણાવી દઈએ કે, રાજધાની દિલ્હીમાં ધનખડના સાર્વજનિક રૂપથી સામે ન આવવા અને નજરબંધ કરવાની અફવા ફેલાઈ રહી છે. સરકારે અત્યાર સુધી આનું ખંડન કર્યું નથી.
ચોમાસું સત્રના પ્રથમ દિવસે આપ્યું રાજીનામું
રાઉતે પોતાના પત્રમાં ઉલ્લેખ કર્યો કે 21 જૂલાઈના સંસદના ચોમાસા સત્રના પહેલા દિવસે જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપી દીધું હતું, જેનાથી રાજકીય ગલીઓમાં હલચલ મચી ગઈ હતી. તેમને લખ્યું કે, તે પછી પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અંગે સ્પષ્ટ જાણકારી મળી નથી. તેમની સ્થિતિ, સ્વાસ્થ્ય અને સરનામાને લઈને દેશમાં ચિંતા વધી રહી છે.
પત્રમાં રાઉતે દિલ્હીમાં ફેલાઈ રહેલી અફવાઓનો ઉલ્લેખ કર્યો છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, ધનખડને તેમના આવાસમાં નજરબંધ કરવામાં આવ્યા છે અને તેમની સુરક્ષા ખતરામાં હોઈ શકે છે. તેમને ગૃહમંત્રીને પ્રશ્ન કર્યો કે, શ્રી ખનખડ ક્યાં છે? શું તેઓ સુરક્ષિત છે? તેમનુ સ્વસ્થ્ય કેવું છે? તેમના સ્ટાફ સાથે પણ સંપર્ક થઈ રહ્યો નથી.
આ પણ વાંચો-Delhi : કથિત 'વોટ ચોરી' વિરૂદ્ધની કૂચમાં સાંસદ મહુઆ મોઇત્રા મૂર્છિત, અખિલેશ યાદવ બેકીરેડ કુદ્યા
સુપ્રીમ કોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી
Hon.Home Minister
Shri @AmitShah ji
Jay hind! pic.twitter.com/uxAgRKPUKk— Sanjay Raut (@rautsanjay61) August 11, 2025
શિવસેના (યૂબીટી) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પણ હાલમાં જ એક પ્રેસ કોન્ફ્રન્સમાં ધનખડની સ્થિતિ પર પ્રશ્ન ઉઠાવ્યા હતા. રાઉતે પત્રમાં તેવું પણ કહ્યું કે, કેટલાક રાજ્યસભા સાંસદ તેમની સ્થિતિને લઈને એટલા ચિંતિત છે કે તેઓ સુપ્રીમ કોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી દાખલ કરવાનું વિચારી રહ્યાં છે. તેમને લખ્યું કે, સુપ્રીમ કોર્ટ જવાથી પહેલા, હું તમને અનુરોધ કરૂ છું કે શ્રી ધનખડની વર્તમાન સ્થિતિ અને સુરક્ષા અંગે સ્પષ્ટ જાણકારી આપવામાં આવે.
આ પત્ર 10 ઓગસ્ટે લખવામાં આવ્યો છે અને સોમવારે એક્સ પર શેર કરવામાં આવ્યા છે. આ મુદ્દાને રાજકીય ગલીઓમાં ચર્ચા તેજ કરી દેવામાં આવી છે અને હવે ગૃહમંત્રાલયના જવાબની રાહ જોવામાં આવી રહી છે.
કપિલ સિબ્બલે પણ પૂછ્યું કે, ક્યાં છે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ
આનાથી પહેલા વરિષ્ઠ વકીલ અને રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા પછી તેમની સ્થિતિને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાંધ્યું હતું. સિબ્બલે કહ્યું કે, અમે લાપતા લેડીઝ ફિલ્મ વિશે સાંભળ્યું હતું, પરંતુ એવું પ્રથમ વખત છે કે, જ્યારે અમે લાપતા ઉપરાષ્ટ્રપતિ વિશે સાંભળવામાં મળી રહ્યું છે. તેમને પ્રશ્ન ઉઠાવ્યો કે, ધનખડના રાજીનામા પછી તેમની વર્તમાન સ્થિતિ અને સરનામા અંગે કોઈ જ જાણકારી નથી. સિબ્બલે કટાક્ષ કરતાં કહ્યું કે, વિપક્ષને ધનખડની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ, કેમ કે તેમની અનુપસ્થિતિને લઈને અનેક પ્રશ્ન ઉભા થઇ રહ્યાં છે.
તેમણે કેન્દ્ર સરકાર અને ગૃહ મંત્રી અમિત શાહે આ બાબતમાં સ્થિતિને સ્પષ્ટ કરવાની માંગ કરી છે. સિબ્બલનું આ નિવેદન સોશિયલ મીડિયામાં પણ ચર્ચાનો વિષય બની છે, જ્યાં લોકો દ્વારા વિપક્ષી નેતાઓ તરફથી સરકાર પર તંજના રૂપમાં દેખવામાં આવી રહ્યું છે.
આ વચ્ચે ધનખડના રાજીનામા પછી ઉપરાષ્ટ્રપતિ પદ માટે 9 સપ્ટેમ્બરે ચૂંટણી થવાની જાહેરાત થઈ ચૂકી છે. તેમના રાજીનામા પાછળ સ્વાસ્થ્ય ઉપરાંત અન્ય રાજકીય કારણોની અટકળો પણ લગાવવામાં આવી રહી છે. ખાસ કરીને ત્યારે જ્યારે તેમના દ્વારા વિપક્ષના સમર્થિત એક પ્રસ્તાવને સ્વીકાર કર્યા પછી આવું પગલું ભર્યું હતું.
આ પણ વાંચો-Supreme Court : દિલ્હી-NCR ના તમામ રખડતાં કૂતરાને પકડવાનો SCનો આદેશ


