Smart watch પહેરીને ઊંઘવાથી લાભ થાય કે નુકસાન, જાણો મૂંઝવતા સવાલોના જવાબ
- ઊંઘતી વખતે Smart watch પહેરવી કેટલી યોગ્ય?
- Smart watch કાઢ્યા વગર સૂઈ ગયા તો?
- કેવા લોકોએ સ્માર્ટ વોચ પહેરીને ઊંઘવું જોઈએ?
Smart watch આધુનિક યુગમાં લોકોના જીવનનો એક અભિન્ન અંગ બની ગઈ છે. આધુનિક વોચ વગર જીંદગી જાણે કલ્પી પણ ન શકાય. આમ એટલા માટે કારણ કે, સતત ભાગદોડવાળી લાઈફસ્ટાઈલ (Lifestyle) માં એક આ સ્માર્ટ વોચ જ છે, જે તમને તમારા સમય અને તારીખની સાથે સાથે સ્વાસ્થ્ય, ખોરાક, વોકિંગ જેવી બાબતોથી અવગત કરે છે. અને સમયે સમયે નોટિફિકેશન (Notification) આપીને તમને અવગત કરે છે કે કયા સમયે શેની જરૂર છે. મોબાઈલ સાથે કનેક્ટ હોવાથી કોલ રિસિવ, મેઈલ, મેસેજ પણ સરળતાથી મળી જાય છે. આમ લોકોને આ સ્માર્ટ વોચનું મોબાઈલની જેમ બંધાણ થઈ ગયું છે. ઘણીવાર લોકો કાંડામાં સ્માર્ટ વોચ પહેરીને જ સૂઈ જાય છે. પણ ઘણીવાર એવા સવાલો થાય છે કે, શુ આ હેલ્થ (Health) માટે હાનિકારક તો નથી ને? આવા મૂંઝવતા કેટલાક સવાલોના જવાબ વાંચો, જે તમારી સમસ્યાનું નિરાકરણ લાવશે..
Smart watch થી ઊંઘની ક્વોલિટી ચેક કરી શકાય છે
અત્યારની સ્માર્ટ વોચમાં ખાસ ફિચર (Feature) આવે છે. કંપનીઓ ઘડિયાળમાં સ્લીપ મોડ (Sleep mode) આપે છે. આ ફિચરની મદદથી યુઝર્સ પોતાની ઊંઘની ક્વોલિટી જાણી શકે છે. જેમકે યુઝર્સ કેટલા કલાક સુધી ઊંઘે છે. આ ફિચર ગાઢ અને હળવી ઊંઘને ટ્રેસ કરી શકે છે. જેનાથી જાણી શકાય છે કે, વ્યક્તિએ કેવી ઊંઘ લીધી છે. ઉપરાંત યુઝર્સને જરૂર પ્રમાણેની ઊંઘ પૂરા થયા પછી સ્માર્ટ વોચ ચેતવણી પણ આપે છે. આ પણ કારણ છે જેનાથી સ્માર્ટ વોચ પહેરીને ઊંઘી શકાય છે.
અન્ય લોકોને ડિસ્ટર્બ (Disturb) કર્યા વગર ઊઠવું
ક્યારેક એવું થાય છે કે, સવારે વહેલું ઉઠવું હોય છે, પણ એલાર્મના અવાજથી ઘરના અન્ય લોકોની ઊંઘ પણ ઉડી જાય છે. તેવામાં સ્માર્ટ વોચમાં એલાર્મ સેટ કરી શકાય છે. જ્યારે સમય થશે ત્યારે સ્માર્ટ વોચ અવાજ કરવાના બદલે હાથમાં વાઈબ્રેટ થશે. જેનાથી વ્યક્તિ પોતાના નિર્ધારિત સમયે ઉઠી શકશે. આ ફિચરના લીધે અન્ય લોકોની ઊંઘમાં પણ અડચણ નહીં આવે. સ્માર્ટ વોચ બનાવતી જાણીતી કંપનીઓ એલાર્મ તરીકે સોફ્ટ વાઈબ્રેશનનો ઉપયોગ કરે છે.
Health ને લગતી તમામ અપડેટ પણ મળે છે
ઊંઘતી સમયે સ્માર્ટ વોચ પહેરવાથી હૃદયના ધબકારાથી માંડીને લોહીમાં ઓક્સિજન (Oxygen) કેટલું છે તે જાણી શકાય છે. એટલું જ નહીં પણ પહેરનારના સ્ટ્રેસ લેવલ ઉપર પણ ધ્યાન રાખે છે. આવા સંજોગોમાં વ્યક્તિને પોતાના સ્વાસ્થ્યની પરવા હોય અને આરોગ્ય વિશે જાણવું હોય તો તે સ્માર્ટ વોચ પહેરીને સૂઈ શકે છે. જેનાથી જે-તે વ્યક્તિ પોતાના આરોગ્યની જાણકારી મેળવી શકે અને જાગૃત થાય.
આ પણ વાંચો- Subconscious Mind : બીમારીને 'ઑફ' અને પરફેક્ટ હેલ્થને 'ઑન' કરો
સ્માર્ટ વોચ કેમ પહેરીને ન સૂવું જોઈએ?
ઘણા બધા લોકોને હાથમાં કઈ પણ પહેરીને સૂવાની આદત નથી હોતી. મહિલાઓ હોય કે, પુરૂષ. હાથમાં બંગડી-બ્રેસ્લેટ જેવી વસ્તુઓ પહેરવાની ઊંઘમાં અડચણ અનુભવતા હોય છે. આવા લોકોએ કાંડામાં સ્માર્ટ વોચ પહેરીને સૂવાનું ટાળવું જોઈએ. કારણ કે, હાથ ભારે લાગી શકે છે. કાંડામાં ઘર્ષણનો અનુભવ થાય છે. તો પરસેવો પણ થતો હોય છે. આવા કારણોથી સ્માર્ટ વોચ પહેરીને સૂવામાં ફાયદાના બદલે ઊંઘ ખરાબ થઈ શકે છે.
સારી બેટરી લાઈફ (Life) માટે પણ રાત્રે સ્માર્ટ વોચ ના પહેરવી
સ્માર્ટ વોચમાં સામાન્ય રીતે 3-4 દિવસ સુધીની બેટરી લાઈફ હોય છે. પરંતુ વધુ પડતા ઉપયોગના લીધે તે ઘટી પણ શકે છે. સારી ઊંઘ અને હેલ્થની બાબતે અપડેટ રહેવા માટે સ્માર્ટ વોચ પહેરીને સૂતા લોકોને સારી બેટરીનો લાભ મળતો નથી. માટે જો તમે એવું ઈચ્છો છો કે, તમારી વોચની બેટરી લાંબી ચાલે, તો તમારે સ્માર્ટ વોચ પહેરીને સૂવું ન જોઈએ.
કાચી ઊંઘમાં જાગી જનારા લોકો ન પહેરે સ્માર્ટ વોચ
મોટાભાગના લોકોને સમસ્યા હોય છે કે, કાચી ઊંઘમાં જાગી જાય. જેમ કે, સામાન્ય અવાજ, ઘોંઘાટ અને હળવો પ્રકાશ. આ તમામ સમસ્યા સ્માર્ટ વોચથી ઉદ્ભવી શકે છે. અનુમાન લગાવો કે, તમે ઊંઘી રહ્યા છો. અને સ્માર્ટ વોચમાંથી નોટિફિકેશ આવ્યું. નોટિફિકેશનનું વાઈબ્રેશન અને અવાજ રણક્યો. અથવા તો કોઈનો કોલ આવ્યો. આવી સ્થિતિમાં પણ તમારી ઊંઘ તરત ખુલી જશે. માટે કાચી ઊંઘની સમસ્યા ધરાવતા લોકોએ પણ સ્માર્ટ વોચ પહેરીને સૂવું ન જોઈએ. હકીકતમાં જોવા જઈએ તો, સ્માર્ટ વોચ પહેરીને સૂવું તે પહેરનારની સ્થિતિ પર નિર્ભર કરતું હોય છે.
નોંધ - ઉપર દર્શાવેલી માહિતી વેબસાઈટ આધારિત છે. ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ તેની પુષ્ટી કરતું નથી...
આ પણ વાંચો- Kidney Health: કિડની રોગ વિશ્વભરમાં મૃત્યુનું 9મું મુખ્ય કારણ, આ લક્ષણોને અવગણશો નહીં